પુતિન સાથે મુલાકાત પહેલા ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું - ભારત પર ટેરિફ લગાવવાથી રશિયાને ફટકો

Trump on India Tariffs : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયાથી તેલ આયાતના કારણે ભારત પર ભારે ટેરિફ લગાવવાથી મોસ્કોની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે

Trump on India Tariffs : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયાથી તેલ આયાતના કારણે ભારત પર ભારે ટેરિફ લગાવવાથી મોસ્કોની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
ડોનાલ્ડ ટ્રમ્પ, Donald Trump

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. (Photo: Social Media)

Trump on India Tariffs : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયાથી તેલ આયાતના કારણે ભારત પર ભારે ટેરિફ લગાવવાથી મોસ્કોની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. ટ્રમ્પે કહ્યું કે રશિયન અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં નથી કારણ કે તેઓ પીડાઈ રહ્યા છે. અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે થનારી આગામી સમિટ અંગે વાત કરતા ટ્રમ્પે ભારત પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારે તેમના સૌથી મોટા અથવા બીજા સૌથી મોટા તેલ ખરીદનાર પર 50 ટકા ટેરિફ લગાવવામાં આવે છે તો તેનાથી રશિયાને કોઈ ફાયદો થતો નથી. તેમણે ભારતનું નામ લીધા વગર આ વાત કહી હતી.

Advertisment

વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે મને લાગે છે કે રશિયાએ તેમના દેશના નિર્માણમાં પાછા ફરવું જોઈએ. તે વિશાળ દેશ છે. રશિયામાં સારું પ્રદર્શન કરવાની અપાર સંભાવના છે. તેઓ સારું પ્રદર્શન કરી રહ્યા નથી. તેમની અર્થવ્યવસ્થા અત્યારે સારી રીતે ચાલી રહી નથી કારણ કે આ તેનાથી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે.

ભારત પર ટેરિફ લગાવવાથી રશિયાને મોટો ફટકો: ડોનાલ્ડ ટ્રમ્પ

ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફથી મોસ્કોને આંચકો લાગ્યો છે એમ જણાવતાં અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે જ્યારે અમેરિકાના પ્રમુખ તેમના સૌથી મોટા અથવા બીજા ક્રમના સૌથી મોટા તેલ ખરીદનારને કહે છે કે જો તમે રશિયા પાસેથી તેલ ખરીદો છો, તો અમે તમારા પર 50 ટકા ટેરિફ લાદી રહ્યા છીએ, તેનાથી કોઈ ફાયદો થતો નથી. તે એક મોટો આંચકો હતો. ”

યુરોપિયન યુનિયને ટ્રમ્પને યુરોપના સુરક્ષા હિતોનું રક્ષણ કરવા વિનંતી કરી

Advertisment

યુરોપિયન યુનિયનના નેતાઓએ મંગળવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ અઠવાડિયે યુક્રેનમાં યુદ્ધ અંગે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન તેમના સુરક્ષા હિતોનું રક્ષણ કરવા વિનંતી કરી હતી. યુરોપિયન દેશો આ બેઠકમાં તેમની ભૂમિકા સુનિશ્ચિત કરવા માગે છે, પરંતુ તેમને આ બેઠકમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. યુક્રેન તેમાં સામેલ થશે કે કેમ તે પણ સ્પષ્ટ નથી.

આ પણ વાંચો - જ્યાં સુધી ટેરિફનો મુદ્દો ઉકેલાય નહીં…’; ટ્રમ્પે હવે વેપાર સોદા પર વાત કરવાનો ઇનકાર કર્યો

ટ્રમ્પે કહ્યું છે કે તેઓ એ જોવા માંગે છે કે પુતિન ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે ગંભીર છે કે નહીં. જોકે ટ્રમ્પે એ કહીને યુરોપમાં અમેરિકાના સહયોગીઓને ને નિરાશ કર્યા છે કે યુક્રેને રશિયાના કબજા હેઠળના કેટલાક પ્રદેશો છોડી દેવા જોઈએ, પરંતુ પુતિન બદલામાં આત્મસમર્પણ કરવાની શું અપેક્ષા રાખે છે તે સ્પષ્ટ કર્યું નથી.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા india રશિયા યુક્રેન વિશ્વ