/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/donald-trump-inauguration.jpg)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (તસવીર - સોશિયલ મીડિયા)
Donald Trump : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત મોટા અને કડક નિર્ણયો લઈ રહ્યા છે. ટેરિફ વિવાદો વચ્ચે હવે તેઓ એક એવી યોજના લાવી શકે છે જે 41 દેશોના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી શકે છે. રોયટર્સના રિપોર્ટ મુજબ અમેરિકા 41 દેશોને ત્રણ અલગ અલગ ગ્રુપમાં વહેંચવા જઈ રહ્યું છે. પ્રથમ જૂથમાં 10 દેશોનો સમાવેશ કરવામાં આવશે જેમના નાગરિકોના વિઝા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
ટ્રમ્પના સંભવિત નિર્ણયના મોટા મુદ્દા
આ યાદીમાં અફઘાનિસ્તાન, ઇરાન, સીરિયા અને ઉત્તર કોરિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. બીજા જૂથમાં એ પાંચ દેશો તે પાંચ દેશો રાખવામાં આવશે જેને આંશિક સસ્પેન્શનનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તેમના માટે ટૂરિસ્ટ અને સ્ટુડન્ટ વિઝા મેળવવાનું ખૂબ મુશ્કેલ બનશે. આ દેશોમાં ઇરિટ્રિયા, હૈતી, મ્યાનમાર અને સુદાનનો સમાવેશ થાય છે.
ત્રીજા ગ્રુપમાં પાકિસ્તાન સહિત 26 દેશોની યાદી છે. આ દેશોના નાગરિકોને વિઝા આપવા પર આંશિક પ્રતિબંધ હોઈ શકે છે, પરંતુ જો તેઓ 60 દિવસની અંદર તેમની ખામીઓ દૂર કરે છે તો તે સ્થિતિમાં તેમને અમેરિકા તરફથી રાહત પણ મળી શકે છે.
આમ જોવા જઈએ તો અમેરિકા હવે જે મોટા નિર્ણય લેવા જઈ રહ્યું છે તેની ઝલક આ વર્ષે 20 જાન્યુઆરીએ જોવા મળી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનતાની સાથે જ એક્ઝિક્યૂટિવ ઓર્ડર જાહેર કર્યો હતો, તે ક્રમમાં ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું હતું કે વિદેશી નાગરિકોની સુરક્ષા તપાસ વધુ વ્યાપક હશે.
ટ્રમ્પ અને પાકિસ્તાનનો સંબંધ
રાષ્ટ્રપતિ ટ્રમ્પના પાકિસ્તાન સાથેના સંબંધો હંમેશા અસ્થિર રહ્યા છે. પહેલા કાર્યકાળ દરમિયાન એક સમય એવો પણ હતો જ્યારે અમેરિકાએ પાકિસ્તાનને અપાતી મદદ પર પ્રતિબંધ મુક્યો હતો. ટ્રમ્પની વિચારધારા એવી છે કે તેઓ ઇસ્લામિક દેશો સામે વધુ કડક હતા, તેમણે તેમના પર ઘણા પ્રતિબંધો પણ લગાવ્યા હતા. આ કારણથી પાકિસ્તાનને પણ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us