ચીને અમેરિકા પર 34% વધારાનો ટેરિફ લગાવ્યો, નવા ટ્રેડ વોરની શરૂઆત

China Impose Tariff On US: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર ટેરિફ લગાવ્યા પછી ચીને પણ વળતા ટેરિફ લગાવ્યા છે. આ સાથે જ ટ્રેડ વોરની શરૂઆત થઇ ગઇ છે

China Impose Tariff On US: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર ટેરિફ લગાવ્યા પછી ચીને પણ વળતા ટેરિફ લગાવ્યા છે. આ સાથે જ ટ્રેડ વોરની શરૂઆત થઇ ગઇ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
trade war, donald trump

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરની શરૂઆત થઇ છે (તસવીર - સોશિયલ મીડિયા)

China Impose Tariff On US: ચીને હવે અમેરિકાથી આવતી દરેક આયાત પર 34 ટકાના વધારાના ટેરિફની જાહેરાત કરી છે, તેને પણ 10 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. હવે ચીન દ્વારા આ જાહેરાત ત્યારે કરવામાં આવી છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલે ચીન ઉપર પણ ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ચીન પર હવે 34 ટકા ટેરિફ લાગશે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ડ્રેગને જેવા સાથે તેવાની વ્યૂહરચના અપનાવીને યુએસ આયાત પર વધારાના 34 ટકા ટેરિફ લગાવ્યા છે.

Advertisment

ચીન અને અમેરિકા વચ્ચે કેવા છે સંબંધ?

આ ઉપરાંત કોમ્પ્યુટર ચિપ્સને લઇને પણ મોટા સ્તરે ચીન પર એક્સપોર્ટ કંટ્રોલ કરવાનો છે. આવી સ્થિતિમાં અમેરિકાને પણ મોટો ફટકો આપવા માટે પૂરી તૈયારી કરી લેવામાં આવી છે. ચીને તેની જાહેરાત પહેલા જ કરી દીધી હતી. જે સમયે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી હતી, તે સમયે ચીનની સરકારે પણ જવાબી કાર્યવાહીની ચેતવણી આપી હતી. હવે આ જ કડીમાં આ ટેરિફ લાદવામાં આવ્યો છે. ટ્રમ્પના અગાઉના કાર્યકાળમાં પણ અમેરિકાના ચીન સાથેના સંબંધો ખૂબ જ તંગ હતા.

ટ્રેડ વોરના યુગની શરૂઆત?

મોટી વાત એ હતી કે તે સમયે પણ ટ્રેડવોર શરૂ થયું હતું, બંને દેશોને તેનો ભોગ બનવું પડ્યું હતું. જાણકારોનું માનવું છે કે આ વખતે પણ ટ્રમ્પના ટેરિફના કારણે સમગ્ર વિશ્વમાં એક નવું ટ્રેડ વોર શરૂ થશે. નિષ્ણાતો માને છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે અસલમાં દેશો પર પારસ્પરિક ટેરિફ લાદ્યા નથી, તેમનું વધારે ધ્યાન વેપાર ખાધને કેવી રીતે ઘટાડવી તેના પર છે.

આ પણ વાંચો - ટ્રમ્પના પારસ્પરિક ટેરિફના અમલીકરણથી કયા દેશો સૌથી વધુ પ્રભાવિત થશે? જાણો સંપૂર્ણ યાદી

Advertisment

ટ્રમ્પના ટેરિફ શા માટે અલગ દેખાય છે?

અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે રેસિપ્રોકલ ટેરિફની ગણતરી એવી રીતે કરવામાં આવી છે કે અન્ય દેશો સાથે ચાલી રહેલી વેપાર ખાધને પૂરી કરી શકાય. હવે આ વ્યાખ્યા આપવામાં આવી રહી છે, તેને ખરેખર પારસ્પરિક ટેરિફનું અર્થઘટન કહી શકાય નહીં. જો અમેરિકાએ પારસ્પરિક ટેરિફ લગાવવો હોત તો તેણે બીજા દેશ પર એટલો જ ટેરિફ લગાવ્યો હોત જેટલો તેમના પર લાગી રહ્યો છે. પરંતુ અહીં માત્ર વેપાર ખાધને પહોંચી વળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ચીન