US Visa : ભારતના પડોશી દેશના નાગરિકો માટે અમેરિકા જવું મુશ્કેલ, વિઝા માટે ₹ 5 લાખના બોન્ડ ફરજિયાત

US b1 Visa Bond : અમેરિકાના બી 2 વિઝા તેવા લોકો માટે છે જે મનોરંજન પ્રવૃત્તિ, મુસાફરી અથવા સારવાર માટે અસ્થાયી રૂપે અમેરિકામાં પ્રવેશ કરવા માંગે છે. બી 1 વિઝાની જેમ બી 2 વિઝાધારકોને અમેરિકામાં કામ કરવાની મંજૂરી નથી.

US b1 Visa Bond : અમેરિકાના બી 2 વિઝા તેવા લોકો માટે છે જે મનોરંજન પ્રવૃત્તિ, મુસાફરી અથવા સારવાર માટે અસ્થાયી રૂપે અમેરિકામાં પ્રવેશ કરવા માંગે છે. બી 1 વિઝાની જેમ બી 2 વિઝાધારકોને અમેરિકામાં કામ કરવાની મંજૂરી નથી.

author-image
Ajay Saroya
New Update
US Visa | US Visa Appointments | Amrican visa | us visa application

US Visa: યુએસ વીઝા. પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik) Photograph: (Freepik)

America Visa Rules : અમેરિકા પોતાના વિઝા નિયમ સતત કડક બનાવી રહ્યું છે. હવે અમેરિકાએ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશના નાગરિકો માટે યુએસ વિઝાના નિયમ આકરા કર્યા છે. યુએસમાં બી 1 અને બી 2 વિઝા માટે અરજી કરનાર બાંગ્લાદેશી નાગરિકોએ બોન્ડ સબમિટ કરવા પડશે. ઢાકામાં યુએસ દૂતાવાસે બોન્ડની ચુકવણી કરવાની રીત અંગે માર્ગદર્શિકા જારી કરી છે. બાંગ્લાદેશના નાગિરકો માટે યુએસ વિઝા બોન્ડની રકમ 5000 થી મહત્તમ 15000 ડોલર સુધી નક્કી કરવામાં આવી છે..

Advertisment

અમેરિકાના દૂતાવાસોની સૂચના અનુસાર, જો અરજદાર વિઝા ઇન્ટરવ્યૂ પછી પાત્ર જણાય છે, તો કોન્સ્યુલર અધિકારી ચુકવણી સંબંધિત સૂચનાની સીધી લિંક મોકલશે. યુએસ વિઝા બોન્ડની રકમ 30 દિવસની અંદર ચૂકવવી પડશે. અરજદારોને મહત્તમ ત્રણ મહિનાની માન્યતા સાથે સિંગલ એન્ટ્રી વિઝા આપવામાં આવશે અને તેમને યુએસના નિયુક્ત બંદર દ્વારા પ્રવેશ કરવો પડશે.

યુએસ દૂતાવાસે એ પણ માહિતી આપી હતી કે વિઝા ધારક બાંગ્લાદેશ પરત ફર્યા બાદ અને વિઝાની તમામ શરતો પૂરી થયા પછી, બોન્ડ પોતે જ રદ કરવામાં આવશે અને રકમ પરત કરવામાં આવશે. આ શરતોમાં અમેરિકામાં નોકરી ન કરવી અને નિયત સમયની અંદર બાંગ્લાદેશ પાછા ફરવાનો સમાવેશ થાય છે.

બી 1 વિઝા શું છે?

બી1 વિઝા તે લોકો માટે બનાવવામાં આવ્યો છે જેઓ વ્યવસાયિક હેતુઓ માટે અમેરિકા જઈ રહ્યા છે. આમાં કોન્ફરન્સમાં ભાગ લેવો, કરારની વાટાઘાટો કરવી અને અન્ય પ્રવૃત્તિઓમાં જોડાવાનો સમાવેશ થઈ શકે છે.

Advertisment

બી 2 વિઝા કોન મળે છે?
બીજી તરફ બી-2 વિઝા તે લોકો માટે છે જે મનોરંજન પ્રવૃત્તિ, મુસાફરી અથવા સારવાર માટે અસ્થાયી રૂપે અમેરિકામાં પ્રવેશ કરવા માંગે છે. બી 1 વિઝાની જેમ બી 2 વિઝાધારકોને અમેરિકામાં કામ કરવાની મંજૂરી નથી.

બાંગ્લાદેશની પ્રતિક્રિયા 

અમેરિકાના આ નિર્ણય પર બાંગ્લાદેશે આકરી પ્રતિક્રિયા આપી હતી. બાંગ્લાદેશના વિદેશ સલાહકાર તૌહિદ હુસૈને આ યાદીમાં સામેલ થવાને ખૂબ જ દુ:ખદ અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. આ નિર્ણય માત્ર બાંગ્લાદેશ પૂરતો મર્યાદિત નથી, તેમાં ઘણા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇમિગ્રેશનની સમસ્યાઓનો સામનો કરી રહેલા દેશો આ યાદીમાં છે. 

આ પણ વાંચો | બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા, ગેરેજમાં ઊંઘી રહ્યો હતો ત્યારે પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દીધો

અમેરિકાના આંકડા દર્શાવે છે કે બાંગ્લાદેશીઓ એવા લોકોની યાદીમાં ટોચ પર છે જે ત્યાંની સામાજિક વ્યવસ્થાથી લાભ મેળવે છે. તેથી મને નથી લાગતું કે આ યાદીમાં બાંગ્લાદેશનો સમાવેશ કરવો અસામાન્ય છે. દક્ષિણ એશિયાના દેશોમાં નેપાળ અને ભૂટાન પણ આ યાદીમાં સામેલ છે, તેમજ આફ્રિકા, લેટિન અમેરિકા અને મધ્ય એશિયાના ઘણા દેશોનો પણ સમાવેશ થાય છે.

વિઝા અમેરિકા bangladesh વિશ્વ