/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Trump-Putin-Alaska-summit-1.jpg)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં બેઠક થઇ હતી (તસવીર - સ્ક્રીનગ્રેબ)
Trump-Putin Alaska summit : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં બેઠક થઇ હતી. ભારતે આ મુલાકાતનું સ્વાગત કર્યું છે. ભારતે આ મુલાકાત પર કહ્યું કે શાંતિની દિશામાં તેમનું નેતૃત્વ ખૂબ જ પ્રશંસનીય છે. નવી દિલ્હીએ યુક્રેન સંઘર્ષના ઉકેલ માટે ફૂટનીતિના મહત્વ પર પણ ભાર મૂક્યો છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત અલાસ્કા સમિટમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરે છે. આગળનો રસ્તો ફક્ત વાતચીત અને ફૂટનીતિથી જ નીકળી શકે છે. વિશ્વ યુક્રેનમાં સંઘર્ષનો જલ્દી અંત જોવા માંગે છે.'
અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની મુલાકાત શુક્રવારે યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવા અથવા રોકવા માટે કોઈપણ સમજુતી વિના પૂર્ણ થઈ હતી. યુક્રેન યુદ્ધ 1945 પછી યુરોપમાં સૌથી ઘાતક સંઘર્ષ છે, જે હવે તેના ચોથા વર્ષમાં છે.
બેઠક પછી ટ્રમ્પે મીડિયાને જણાવ્યું હતું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની તેમની વાતચીત ખૂબ જ સારી રહી હતી, પરંતુ યુક્રેન યુદ્ધ પર કેન્દ્રિત લગભગ ત્રણ કલાકની શિખર સંમેલન પછી કોઈ અંતિમ કરાર થઈ શક્યો નથી.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે સોમવારે થશે મુલાકાત
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. બંને નેતાઓ વચ્ચે સોમવારે વોશિંગ્ટન ડીસીમાં બેઠક યોજાશે. ટેલિગ્રામ પર એક પોસ્ટમાં તેમણે આમંત્રણ આપવા બદલ ટ્રમ્પનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો - ટ્રમ્પ-પુતિન બેઠક અનિર્ણિત રહેવાથી ભારતને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે?
ઝેલેન્સ્કીએ કહ્યું કે તેમણે અને અમેરિકાના રાષ્ટ્રપતિએ લગભગ એક કલાક સુધી વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે યુક્રેનના લોકો અલાસ્કામાં શિખર સંમેલનમાં તેમની ગેરહાજરીથી ખૂબ જ નાખુશ છે. ઝેલેન્સ્કીએ આગ્રહ રાખ્યો હતો કે વાટાઘાટોના આગલા રાઉન્ડમાં ત્રણેય નેતાઓએ હાજર રહેવું જોઈએ.
We had a long and substantive conversation with @POTUS. We started with one-on-one talks before inviting European leaders to join us. This call lasted for more than an hour and a half, including about an hour of our bilateral conversation with President Trump.
Ukraine reaffirms… pic.twitter.com/64IPVhtFaB— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 16, 2025
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પણ કહ્યું કે અલાસ્કાથી વોશિંગ્ટન પાછા ફરતી વખતે ટ્રમ્પે ઝેલેન્સ્કી સાથે લાંબી વાતચીત કરી હતી. બ્રિટનના વડા પ્રધાન કિર સ્ટારમર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, નાટોના મહાસચિવ માર્ક રુટ, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક પણ આ કોલમાં જોડાયા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us