Hypersonic Missile: ભારત દ્વારા હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ, દુનિયામાં માત્ર 5 દેશ પાસે આ ટેકનોલોજી, ચીન પાકિસ્તાનના છક્કા છોડાવશે

DRDO Hypersonic Missile Successfully Tests: ભારતના ડીઆરડીઓ એ હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. અવાજ કરતા 5 ગણી સ્પીડથી ઉડતી હાઇપરસોનિક મિસાઇલ દુનિયાના માત્ર 5 દેશ અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને ભારત પાસે છે.

Written by Ajay Saroya
November 17, 2024 11:17 IST
Hypersonic Missile: ભારત દ્વારા હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ, દુનિયામાં માત્ર 5 દેશ પાસે આ ટેકનોલોજી, ચીન પાકિસ્તાનના છક્કા છોડાવશે
DRDO Hypersonic Missile Successfully Tests: ડીઆરડીઓ દ્વારા હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે. (Photo: @DRDO_India)

DRDO Hypersonic Missile Successfully Tests: હાઇપરસોનિક મિસાઇલ : ભારત રક્ષાના ક્ષેત્રમાં સમય સાથે સતત પ્રગતિ હાંસલ કરી રહ્યું છે. ડીઆરડીઓ એ રવિવારે ઓડિશાના દરિયાકિનારે એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ સફળ પરીક્ષણ બાદ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ને અભિનંદન પાઠવ્યા છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઓડિશાના દરિયાકાંઠે આવેલા ડો. એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી લાંબા અંતરની હાયપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરીને ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ એક ઐતિહાસિક ક્ષણ છે અને આ નોંધપાત્ર સિદ્ધિએ આપણા દેશને આવી મહત્વપૂર્ણ અને અદ્યતન લશ્કરી તકનીકો ધરાવતા રાષ્ટ્રોના પસંદગીના જૂથમાં સ્થાન આપ્યું છે. હું ડીઆરડીઓ ટીમને અભિનંદન આપું છું. હું આપણા સશસ્ત્ર દળો અને ઉદ્યોગોને તેમની અદભૂત સિદ્ધિઓ બદલ અભિનંદન આપું છું.

તમને જણાવી દઇયે કે, આ મિસાઇલનું પરીક્ષણ ડીઆરડીઓ અને સશસ્ત્ર દળોના વરિષ્ઠ વૈજ્ઞાનિકોની હાજરીમાં કરવામાં આવ્યું છે. આ પરીક્ષણમાં હાઇપરસોનિક ટેકનોલોજી અને લાંબા અંતરના હથિયારોમાં ભારતની ક્ષમતાઓ દર્શાવવામાં આવી છે.

હાઇપરસોનિક મિસાઇલની ખાસયિત

હવે વાત કરીએ હાઇપરસોનિક મિસાઇલની ખાસિયતની તો તે અવાજની સ્પીડથી ઓછામાં ઓછી પાંચ ગણી (1235 કિલોમીટર પ્રતિ કલાક) સ્પીડથી ઉડી શકે છે. તેની ન્યૂનતમ સ્પીડ 6174 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલું જ નહીં, આ મિસાઇલ ક્રૂઝ અને બેલેસ્ટિક બંને ફીચર્સથી સજ્જ છે. તે વિવિધ પેલોડ વહન કરવામાં અને કોઈપણ પરિસ્થિતિમાં કામગીરી કરવામાં સક્ષમ છે. લાંબા અંતરની આ મિસાઇલ દુશ્મનના રડારને ચકમો આપી શકે તેવી ટેકનોલોજીથી પણ સજ્જ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં દુનિયાના માત્ર પાંચ દેશો પાસે હાઇપરસોનિક મિસાઇલ, અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને ભારત જેવી ક્ષમતા છે. જો કે ઇરાનથી આવી મિસાઇલોના પરીક્ષણની માહિતી પણ બહાર આવી રહી છે. આ દેશો ઉપરાંત બ્રિટન, ઇઝરાયેલ, બ્રાઝિલ અને દક્ષિણ કોરિયામાં પણ આ ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ