/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Jamaica-Dunky-flight.jpg)
દુબઈથી આ પ્લેને ઉડાણ ભરી હતી અને કેરેબિયન દેશ જમૈકા પહોંચ્યું હતું. જોકે જ્યાં આ પ્લેન પકડાઇ ગયું છે. (તસવીર - JamaicaGleaner ટ્વિટર)
ભારતીયોને અને ખાસ કરીને ગુજરાત અને પંજાબના લોકોને વિદેશમાં સ્થાયી થવાનો ઘણો મોહ હોય છે. ગમે તેટલી મુશ્કેલી ભોગવી અને પૈસા ખર્ચીને પણ વિદેશ જવાની ઇચ્છા હોય છે. કાયદેસર જવું સારી વાત છે. જોકે કેટલાક લોકો ગેરકાયદેસર અમેરિકા જવા માંગતા હોય છે. તેમાં ક્યારેક પકડાઇ પણ જવાય છે. આવી જ વધુ એક કથિત ઘટના સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે એક પ્લેને દુબઈથી ઉડાન ભરી હતી અને કેરેબિયન દેશ જમૈકા પહોંચ્યું હતું. જોકે જ્યાંથી પ્લેનને પરત કરી દેવામાં આવ્યું હતું.
આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અમને કહેવામાં આવ્યું છે કે દુબઈથી એક ચાર્ટર્ડ ફ્લાઈટ જમૈકામાં લેન્ડ થઈ હતી. ફ્લાઈટમાં ઘણા ભારતીયો સવાર હતા. તેમની પાસે અગાઉની મુસાફરી અને હોટલ બુકિંગ હતા. સ્થાનિક સત્તાવાળાઓ તેમના દસ્તાવેજોથી સંતુષ્ટ ન હતા. તેમને 7 મે ના રોજ દુબઈ પાછા મોકલી દેવામાં આવ્યા છે.
એરપોર્ટ ઓથોરિટીના ઓફિસરોને શંકા જતાં આ ફ્લાઇટની તપાસ કરી
મીડિયા રિપોર્ટ પ્રમાણે જમૈકાની ઘટના 6 દિવસની પહેલાની છે. આ પ્લેનમાં 253 જેટલા લોકો હતા. એમાંથી મોટા ભાગના ભારતીયો હતા અને બાકીના ઉઝબેકિસ્તાનના નાગરિકો હતા. એરપોર્ટ ઓથોરિટીના ઓફિસરોને શંકા જતાં આ ફ્લાઇટની તપાસ કરી હતી.
ફ્લાઈટ દુબઈથી રવાના થઈ હતી
મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારતીયોને લઈને આ ફ્લાઈટ દુબઈથી રવાના થઈ હતી અને ઈજિપ્તના કેરોમાં પણ ઉતરી હતી. આ પછી ફ્લાઈટ કેરેબિયન ટાપુ જમૈકા પહોંચી હતી. જ્યાં ઓફિસરોને શંકા જતાં આ ફ્લાઇટની તપાસ કરી હતી અને આખી ઘટના બહાર આવી હતી.
આ પણ વાંચો - અમેઠી, રાયબરેલી, કૈસરગંજ અને શ્રીવાસ્તીમાં છે અલગ છે રાજકીય દોડ, અહીં વિસ્તારથી સમજો
એક ઈમિગ્રેશન અધિકારીએ એવું જણાવ્યું હતું કે જમૈકા આવવાનો તેમનો હેતુ ત્યાં પાંચ દિવસ રહેવાનો હતો પરંતુ તેમની પાસે તો ફક્ત એક જ દિવસ ત્યાં રોકાવાનો ટ્રાવેલ પ્રોગ્રામ હતો. આ લોકોને હોટલમાં નજરકેદ કરીને પૂછપરછ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ એવું કહેવાય છે કે તમામ પેસેન્જરો અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા.
ડિસેમ્બર 2023માં ડંકી ફ્લાઇટની ઘટના સામે આવી હતી
ઉલ્લેખનીય છે કે આ પહેલા ડિસેમ્બરમાં પણ આવી ડંકી ફ્લાઇટની ઘટના સામે આવી હતી. ફ્રાન્સમાં પણ આવું પ્લેન પડકાયું હતું. જે નિકારાગુઆ જઇ રહ્યું હતું. લિજેન્ડ એરલાઇન્સની ફ્લાઇટ 22 ડિસેમ્બરે દુબઈથી રવાના થઈ હતી. બાદમાં આ ફ્લાઈટમાં સવાર 276 મુસાફરોને ભારત મોકલી દેવામાં આવ્યા હતા.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us