/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Dunky-Network-Exposed-1.jpg)
ડંકી નેટવર્ક પર્દાફાશ (પ્રતિકાત્મક તસવીર - એક્સપ્રેસ)
Dunky Network Exposed : વિદેશ જઈ ખુબ પૈસા કમાવવા 28 વર્ષીય રામને સારી સેલરીવાળી નોકરી અને રાજસ્થાન ના સીકર જિલ્લામાં પોતાના વતનથી બહાર જવાનો રસ્તો જોઈતો હતો. ગયા વર્ષે 6 ઓક્ટોબરે રામે દિલ્હીથી ફ્લાઇટ લીધી અને તેના જેવા ડઝનેક અન્ય લોકો સાથે બસમાં મલેશિયા પહોંચતા પહેલા બેંગકોક પહોંચ્યા. તેણે લગભગ સાત મહિના સુધી મલેશિયામાં એક રેસ્ટોરન્ટમાં કામ કર્યું અને પછી તેના પિતા બીમાર પડતા તેણે ઘરે ભાગવું પડ્યું.
તે જેવો દિલ્હી એરપોર્ટ પહોંચ્યો તો, તેને અધિકારીઓને સોંપી દેવામા આવ્યો અને ચાર દિવસ પોલીસ કસ્ટડીમાં રહેવું પડ્યું. બાદમાં, જ્યારે તેના વિઝાની તપાસ કરવામાં આવી, ત્યારે ઇમિગ્રેશન અધિકારીઓએ તેના પાસપોર્ટ પર મલેશિયા 2022 નો સ્ટેમ્પ લાગેલો જોવા મળ્યો. આ પૂરી રીતે તેની મુસાફરી સાથે બરાબર મેળ ખાતું ન હતું. રામે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, એક એજન્ટે તેની પાસેથી 1.5 લાખ રૂપિયા લીધા હતા. મારા પરિવારમાં કોઈ બહુ ભણેલું નથી. તેથી જ એજન્ટે તેનો ફાયદો ઉઠાવ્યો અને મારા પાસપોર્ટ પર નકલી ઇમિગ્રેશન સ્ટેમ્પ લગાવી દીધો. હું હવે આ બાબતમાં ફસાઈ ગયો છું. આ મામલામાં ફસાયેલા માત્ર રામ જ નથી, સંદીપ કુમારની કહાની પણ આવી જ છે.
સંદીપ કુમારની કહાની પણ રામ જેવી છે
પંજાબના ગુરદાસપુરમાં તેમના ગામમાં રોજ પર મજૂર તરીકે કામ કરતા સંદીપ કુમારને એક એજન્ટ દ્વારા મલેશિયામાં નોકરી અપાવવાના વચન સાથે થાઈલેન્ડ બોલાવવામાં આવ્યો હતો. તે અન્ય ઘણા લોકો સાથે થાઈલેન્ડથી બોટ દ્વારા ત્યાં પહોંચ્યો હતો. જ્યારે તેને મલેશિયામાં સારો પગાર મળ્યો ન હતો અને રહેવાની યોગ્ય વ્યવસ્થા પણ ન હતી ત્યારે તેણે 21 દિવસ પછી પરત ફરવાનું નક્કી કર્યું હતું. જો કે, તે થાઈલેન્ડ એરપોર્ટ પર પણ ઈમિગ્રેશન અધિકારીઓના હાથે ઝડપાઈ ગયો હતો. તેને ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. સંદીપે કહ્યું કે, આ મામલો માનસિક રીતે મારા પર ભારે પડી રહ્યો છે.
ડંકી રૂટ અપનાવવા બદલ ધરપકડ
આ વર્ષે દિલ્હી પોલીસ દ્વારા વિદેશ પહોંચવા માટે ગેરકાયદેસર અથવા ખોટા રસ્તાઓ અપનાવવા બદલ ધરપકડ કરાયેલા 70 લોકોમાં સંદીપ અને રામ પણ સામેલ છે. ડંકી ટ્રેલનો અર્થ એ છે કે, વિશ્વભરના લોકો તે સ્થળોએ પહોંચવા માટે ઘણીવાર જોખમી માર્ગો અપનાવે છે. જ્યાં તેઓ જવા માંગે છે. આ તમામ યાત્રાઓ કાનૂની પરમિટના અભાવે અને આર્થિક રીતે નબળાઈના કારણે કરવામાં આવે છે.
છેતરપિંડી કરનારા 100 થી વધુ ટ્રાવેલ એજન્ટની ધરપકડ
આ વર્ષે જૂન સુધીમાં, પોલીસે 100 થી વધુ છેતરપિંડી કરનારા ટ્રાવેલ એજન્ટોની ધરપકડ કરી છે, જેઓ દેશભરમાંથી પ્રવાસીઓને અલગ-અલગ છેતરપિંડીની પદ્ધતિઓનો ઉપયોગ કરીને વિદેશ મોકલે છે. દિલ્હી પોલીસના IGI યુનિટના જણાવ્યા અનુસાર, આ મુસાફરોને એવા દેશોમાં મોકલવામાં આવે છે, જ્યાં વિઝા-ઓન-અરાઈવલની સુવિધા ઉપલબ્ધ હોય છે અને પછી તેમને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને તેમના ગંતવ્ય દેશમાં મોકલવામાં આવે છે.
અધિકારીઓએ જણાવ્યું કે, નકલી શેંગેન વિઝા ધરાવતા પ્રવાસીઓને અઝરબૈજાન અથવા કઝાકિસ્તાન જેવા યુરોપિયન દેશોમાં મોકલવામાં આવે છે. ત્યાંથી તેમને ગ્વાટેમાલા અને કોસ્ટા રિકા જેવા દેશોના રસ્તેથી અમેરિકા મોકલવામાં આવે છે.
બેંગકોકથી મલેશિયા જવા માટે ભાગ્યે જ 15 મિનિટની બસ રાઈડ લાગે છે. સંદીપના કેસમાં પણ એવું જ જોવા મળ્યું હતું. કેટલાક કિસ્સાઓમાં, પ્રવાસીઓ મેક્સિકોની મુસાફરી કરતા પહેલા નકલી શેંગેન વિઝા મેળવે છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અહીંથી તે ડંકી રસ્તો લે છે. તે બોર્ડર પરથી કેટલાય કિલોમીટરની મુસાફરી કરીને અમેરિકા પહોંચે છે. પોલીસે હમશકલ ધરાવતા પાસપોર્ટ પર મુસાફરી કરતા મુસાફરોના કિસ્સાઓનો પણ પર્દાફાશ કર્યો છે.
આ પણ વાંચો - IMD Weather Forecast Today : ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તાબાહી, કેરળમાં તોફાનની શક્યતા, કયા રાજ્યમાં કેવો માહોલ?
અધિકારીઓએ જણાવ્યું હતું કે, જે યાત્રીઓને દેશનિકાલ કરવામાં આવ્યા છે અને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે, તેઓ નવો પાસપોર્ટ મેળવવા માટે ઘણીવાર તેમની ઓળખ બદલી નાખે છે. આ સિવાય તેની પાસેથી નકલી સીમેન સર્વિસ બુક અને નકલી એપોઇન્ટમેન્ટ લેટર મેળવી લે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us