/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/js-Delhi-Rain-arvind-kejriwal.jpg)
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (ફોટો સોર્સ: @AamAadmiParty)
Liquor Scam Case : ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને લિકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપી વકીલ વિનોદ ચૌહાણ વચ્ચેના સંબંધોને લઈને અનેક દાવા કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટે આપ અને સીએમ કેજરીવાલ વિરુદ્ધ દાખલ ચાર્જશીટ પર સુનાવણી શરૂ કરી દીધી છે. સુનાવણી દરમિયાન સીએમના આરોપી વિનોદ ચૌહાણ સાથે સંબંધ હોવાના દાવા કરવામાં આવ્યા છે. તેમાં ડાયરેક્ટ મેસેજ પર વાત કરવાનો પણ ઉલ્લેખ છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે વિનોદ ચૌહાણે જજો સાથે વાત કરવાના મામલે સીએમ કેજરીવાલ સાથે પણ વાતચીત કરી હતી.
વિનોદ ચૌહાણની 2022માં ગોવા વિધાનસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે સાઉથ ગ્રુપમાંથી રોકડ લાંચ ટ્રાન્સફર કરવાના આરોપસર ઇડીએ ધરપકડ કરી હતી. ઇડીએ કોર્ટ સમક્ષ આરોપ લગાવ્યો હતો કે વિનોદ ચૌહાણ પાસેથી 1.06 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
ઈડીએ શું કહ્યું?
ઇડીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે સીએમ અરવિંદ કેજરીવાલના કેસના આરોપી વિનોદ ચૌહાણ વચ્ચે સંબંધ છે. ઈન્ડિયા ટુડેના મતે અનુસાર ઈડીએ દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલ ગોવાની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા હતા, જેની ચૂકવણી અન્ય એક આરોપીએ કરી હતી. ઇડીએ એવો પણ દાવો કર્યો હતો કે વિનોદ ચૌહાણ સાથે ડાયરેક્ટ મેસેજની વાતચીતના પુરાવા પણ છે.
આ પણ વાંચો - દારૂ કૌભાંડ, જેલ યાત્રા અને ઓપરેશન ઝાડુ, કેજરીવાલે આપ્યા દરેક સવાલના જવાબ
ઈડીએ કહ્યુ કે આ વાતચીતથી માલુમ પડે છે કે તેઓ વિનોદ ચૌહાણની પોસ્ટિંગને લઈને જજોને મળવાની વાત કરી રહ્યા છે, તો પછી આરોપી સાથે તેમના સંબંધ કેવા છે. ઇડીએ દલીલ કરી હતી કે વિનોદ ચૌહાણે ગોવાની ચૂંટણી માટે હવાલા મારફતે 1.06 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ઇડીના વકીલે કહ્યું કે વિનોદ ચૌહાણ આ પૈસાના સોર્સ સમજાવી શક્યા નથી. હાલ તે જેલમાં છે. આ કેસમાં 21 માર્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હાલ તે વચગાળાના જામીન પર બહાર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us