EDનો કોર્ટમાં દાવો, કેજરીવાલ જ કૌભાંડના કિંગપિન, હવાલાથી ગોવા ચૂંટણીમાં મોકલ્યા હતા 45 કરોડ

Arvind Kejriwal Arrest : ઇડીએ કહ્યું - આ કેસ લગભગ 100 કરોડનો નથી પરંતુ તે 600 કરોડ સુધી પહોંચવાની ધારણા છે. અમારી પાસે મજબૂત પુરાવા છે, તેથી મનીષ સિસોદિયાને પણ જામીન મળી રહ્યા નથી. 45 કરોડ હવાલા મારફતે ગોવામાં મોકલવામાં આવ્યા હતા

Written by Ashish Goyal
March 22, 2024 16:43 IST
EDનો કોર્ટમાં દાવો, કેજરીવાલ જ કૌભાંડના કિંગપિન, હવાલાથી ગોવા ચૂંટણીમાં મોકલ્યા હતા 45 કરોડ
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા (તસવીર - સ્ક્રીનગ્રેબ)

Arvind Kejriwal Arrest Updates : દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. શુક્રવારે તેમણે દિલ્હીના મુખ્યમંત્રીને 10 દિવસ માટે પોતાની કસ્ટડીમાં લેવાની વિનંતી કરી હતી. આ કેસની સુનાવણી સીબીઆઈની વિશેષ અદાલતના ન્યાયાધીશ કાવેરી બવેજર સમક્ષ કરવામાં આવી રહી છે.

રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 28 પાનાની દલીલ આપીને કેજરીવાલની ધરપકડનું કારણ જણાવ્યું હતું. ઇડી તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કોર્ટને જણાવ્યું કે કેજરીવાલની ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કેજરીવાલ એક્સાઇઝ કેસમાં સીધી રીતે સંકળાયેલા છે. વિજય નાયર કેજરીવાલ અને કે કવિતા માટે વચેટિયા તરીકે કામ કરી રહ્યા હતા. વિજય મુખ્યમંત્રીના નિવાસસ્થાનની નજીક રહેતો હતો. તે મીડિયા પ્રભારી હતો. ઈડીએ કહ્યું કે કવિતાએ આમ આદમી પાર્ટીને 300 કરોડ રૂપિયા આપ્યા હતા.

કેજરીવાલ દારૂ કૌભાંડનો કિંગપીન

ઈડીએ કહ્યું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આ સમગ્ર કૌભાંડના કિંગપીન છે. ઇડીએ કેજરીવાલ પર લાંચ માંગવાનો આરોપ લગાવ્યો છે. ઈડીએ કહ્યું કે વિજય નાયર કૈલાશ ગેહલોતે આપેલા બંગલામાં રહેતો હતો. નાયર કેજરીવાલ માટે કામ કરતો હતો. તે કેજરીવાલની ખૂબ નજીક છે. ઇડીએ ધરપકડ કરાયેલા આરોપીઓ અને સાક્ષીઓના નિવેદનો ટાંક્યા હતા. ઈડીએ કહ્યું કે કેજરીવાલ ચૂંટણી માટે ગોવા-પંજાબ માટે ફંડિંગ ઈચ્છતા હતા.

આ પણ વાંચો – દારૂ કૌભાંડમાં સીએમ કેજરીવાલ પર શું આરોપ લાગ્યો છે? અત્યાર સુધી આટલા લોકોની થઇ છે ધરપકડ

કેસ 600 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોર્ટમાં ઘણા લોકોની ચેટનો હવાલો આપ્યો હતો. ઇડીએ કહ્યું કે ઘણા લોકોને મોટી રોકડ આપવામાં આવી હતી. લાંચની રકમ રોકડમાં આપવામાં આવી હતી. ઇડીએ વધુમાં જણાવ્યું હતું કે આ કેસ લગભગ 100 કરોડનો નથી પરંતુ તે 600 કરોડ સુધી પહોંચવાની ધારણા છે. ઇડીએ એમ પણ કહ્યું કે અમારી પાસે મજબૂત પુરાવા છે, તેથી મનીષ સિસોદિયાને પણ જામીન મળી રહ્યા નથી. 45 કરોડ હવાલા મારફતે ગોવામાં મોકલવામાં આવ્યા હતા.

ઇડીએ કહ્યું કે કેજરીવાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે. પાર્ટી પાછળ તેમનું મગજ છે. જેમ કે તે બધી બાબતો માટે જવાબદાર છે. કેજરીવાલને અનેક સમન્સ પાઠવવામાં આવ્યા હતા પરંતુ તેમણે જાણી જોઈને તેમનું પાલન કર્યું ન હતું. ઘરમાં તપાસ કરતા સમયે પણ સાચી હકીકત સામે આવી ન હતી, તેથી તેમની ધરપકડ કરવી પડી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ