બીજા તબક્કામાં ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાર યાદીનું SIR થશે, BLO ત્રણ વખત તમારા ઘરે આવશે

Election Commission on SIR : સોમવારે ચૂંટણી પંચની એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે બીજા તબક્કામાં 12 રાજ્યોની મતદાર યાદીનું એસઆઈઆર કરવામાં આવશે

Written by Ashish Goyal
Updated : October 27, 2025 18:17 IST
બીજા તબક્કામાં ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાર યાદીનું SIR થશે, BLO ત્રણ વખત તમારા ઘરે આવશે
બીજા તબક્કામાં 12 રાજ્યોની મતદાર યાદીનું એસઆઈઆર કરવામાં આવશે (તસવીર - એએનઆઈ)

Election Commission on SIR : બિહારમાં SIR ની પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પંચે કહ્યું હતું કે એસઆઈઆર આખા દેશમાં થશે. સોમવારે ચૂંટણી પંચની એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે બીજા તબક્કામાં 12 રાજ્યોની મતદાર યાદીનું એસઆઈઆર કરવામાં આવશે. સીઈસીએ એમ પણ કહ્યું કે બિહારમાં વોટર લિસ્ટનું સ્પેશ્યલ ઇંટેંસિવ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે એસઆઈઆરનો પ્રથમ તબક્કો સમાપ્ત થઈ ગયો છે. તેમાં બિહારના સાડા સાત કરોડ મતદારોએ ભાગ લીધો હતો. 90 હજાર BLO અને રાજકીય પક્ષોએ મળીને મતદાર યાદીને શુદ્ધ કરવા માટે સાથે મળીને કામ કર્યું. બિહારની મતદાર યાદી સંપૂર્ણ રીતે ક્લિન થઈ ગઈ છે.

21 વર્ષ પહેલા મતદાર યાદીને શુદ્ધ કરવામાં આવી હતી

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે મતદાર યાદીમાં શુદ્ધિકરણનું કામ 21 વર્ષ પહેલા 2002-04માં કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ઘણા વર્ષોમાં મતદાર યાદીમાં ઘણા ફેરફારો જરૂરી છે. લોકોનું પલાયન થાય છે. જેના કારણે એક કરતાં વધુ જગ્યાએ મતદાર યાદીમાં નામ રહે છે. મૃત્યુ પછી પણ ઘણા લોકોના નામ આ યાદીમાં રહે છે.

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે અંતિમ મતદાર યાદી જાહેર કર્યા પછી જો કોઈને કોઈ ફરિયાદ હોય તો તે પહેલા ડીએમને અપીલ કરી શકે છે અને પછી તેને સીઈઓને પણ આપી શકે છે, ત્યારબાદ તે વ્યક્તિનું નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવશે.

આ પણ વાંચો – બિહાર ચૂંટણી : અમિત શાહે કહ્યું – લાલુએ પોતાના પરિવાર માટે કામ કર્યુ

મુખ્ય ચૂંટણી કમિશનરે કયા મહત્વના મુદ્દાઓ કહ્યા?

  • 12 રાજ્યોની મતદાર યાદી ફ્રીજ થઇ જશે
  • કોઈ કાગળ બતાવવો પડશે નહીં.
  • બીએલઓ ત્રણ વખત ઘરે આવશે
  • લોકો ઓનલાઇન પણ અરજી કરી શકશે
  • 12 રાજ્યોમાં એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

મતદાર યાદી ફ્રીજ કરવામાં આવશે

મુખ્ય ચૂંટણી કમિશનરે એમ પણ કહ્યું કે જે રાજ્યોમાં એસઆઈઆર હશે તે તમામ રાજ્યોમાં આજે રાત્રે મતદાર યાદી ફ્રીજ કરવામાં આવશે. આ સિવાય તેમણે કહ્યું કે આજ સુધી મતદાર યાદીમાં જેમના નામ છે તેઓએ કોઈ કાગળ આપવું પડશે નહીં. આનો અર્થ એ છે કે જેમના નામ જૂના એસઆઈઆર અને વર્તમાન મતદાર યાદીમાં છે તેઓએ કોઈ કાગળ આપવાની જરૂર રહેશે નહીં.

કયા રાજ્યોમાં SIR થશે

આંદામાન અને નિકોબાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ.

જાણો ક્યારે શું-શું થશે?

  • ટ્રેનિંગ/પ્રિન્ટિંગ – 28મી ઓક્ટોબર થી 3 નવેમ્બર 2025 સુધી
  • ડોર-ટુ-ડોર ગણતરી – 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025
  • ડ્રાફ્ટ મતદાર યાદીની રિલીઝ ડેટ – 9 ડિસેમ્બર 2025 સુધી
  • દાવાઓ અને વાંધાઓનો સમયગાળો – 9 ડિસેમ્બર 2025 થી 8 જાન્યુઆરી 2026 સુધી
  • સુનાવણી અને ચકાસણી – 9 ડિસેમ્બર 2025 થી 31 જાન્યુઆરી 2026
  • ફાઇનલ વોટર લિસ્ટ – 7 ફેબ્રુઆરી 2026 સુધી

સીઈસી જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર ત્રણ વખત મતદારના ઘરે જશે. ઓનલાઇન ફોર્મ ભરવાની સુવિધા પણ હશે. તેમણે એમ પણ કહ્યું કે મૃત લોકો, જે કાયમી ધોરણે અન્ય સ્થળે શિફ્ટ થયા છે તે અને બે સ્થળોએ રજિસ્ટર્ડ મતદારોની ઓળખ પણ BLO કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ