Electoral bonds data : ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડના તમામ ડેટા પોતાની વેબસાઈટ પર જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવ્યા પછી આ પગલું ભરવામાં આવ્યું છે. કેટલાક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને નિર્દેશ આપ્યો હતો કે નક્કી કરાયેલા સમયમાં ઇલેક્ટોરલ બોન્ડના બધા ડેટા જાહેર કરવામાં આવે. આ પછી બેંકે ચૂંટણી પંચને ડેટા આપ્યા હતા. જે હવે ચૂંટણી પંચે પોતાની વેબસાઇટ પર અપલોડ કર્યા છે.
ચૂંટણી પંચ દ્વારા તમામ ડેટા જાહેર કરવામાં આવ્યા છે. કઇ પાર્ટીને કેટલું ડોનેશન મળ્યું અને કોને ડોનેશન આપ્યું છે તેની માહિતી પણ શેર કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે ડોનેશન સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે. ભાજપના નામે 8633 એન્ટ્રી થઇ છે. એટલે કે એટલી વખત ડોનેશન આપવામાં આવ્યું છે.
ચૂંટણી પંચ દ્વારા તેની વેબસાઇટ પર શેર કરવામાં આવેલા ડેટામાં 12 એપ્રિલ 2019 પછી 1,000 રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીના ચૂંટણી બોન્ડના ખરીદીની જાણકારી આપવામાં આવી છે. તેમાં કંપનીઓ અને વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી ખરીદીને બતાવવામાં આવી છે.
આ પણ વાંચો – કિસાન ન્યાય ગેરંટી : દેવા માફી, એમએસપીને કાનૂની ગેરંટી સહિત કોંગ્રેસ ખેડૂતો માટે કર્યા 5 મોટા વાયદા
કઇ પાર્ટીને કેટલા રૂપિયા મળ્યા તેની યાદી
ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ 2018 નાબૂદ કરતી વખતે સુપ્રીમ કોર્ટે SBIને ચૂંટણી પંચને 6 માર્ચ સુધીમાં ડેટા આપવાનો નિર્દેશ આપ્યો હતો. ચૂંટણી પંચને 13 માર્ચ સુધીમાં ડેટા પ્રકાશિત કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે 4 માર્ચના રોજ બેંકે કોર્ટમાં 30 જૂન સુધી વધારાના સમયની માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે પક્ષને દરેક ડોનેશન મેચ કરવાનું કામ સમય માંગી રહ્યું છે.
કોને કેટલા ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા તેની યાદી
કોર્ટે સોમવારે સ્પષ્ટતા કરી હતી કે તેણે મેચિંગ કવાયત કરવા માટે કહ્યું ન હતું અને બેંકને ખરીદનારનું નામ, વેચાયેલા દરેક બોન્ડની તારીખ અને મૂલ્ય, પક્ષનું નામ, રિડેમ્પશનની તારીખ અને બેંકને મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી એસબીઆઈએ ચૂંટણી પંચને ડેટા આપ્યા હતા. હવે ચૂંટણી પંચ તમામ ડેટા જાહેર કર્યા છે.





