ઈલેક્ટોરલ બોન્ડ : ભાજપ, કોંગ્રેસ, TMC અને AAP જેવા પક્ષોએ ચૂંટણી બોન્ડમાંથી કેટલી કરી કમાણી, વાંચો Inside Scoop

Electoral Bonds, ઈલેક્ટોરલ બોન્ડ : લોકસભા ચૂંટણી આવે એ પહેલા ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ભારે ગરમાયો છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો અને ઈલેક્ટોરલ બોન્ડના ડેટા બહાર આવ્યા છે. હવે પ્રશ્ન એ થાય કે આ બોન્ડ થકી રાજકીય પાર્ટીએ કેટલી કમાણી કરી છે.

Written by Ankit Patel
Updated : March 15, 2024 07:28 IST
ઈલેક્ટોરલ બોન્ડ : ભાજપ, કોંગ્રેસ, TMC અને AAP જેવા પક્ષોએ ચૂંટણી બોન્ડમાંથી કેટલી કરી કમાણી, વાંચો Inside Scoop
ઈલેક્ટોરલ બોન્ડના ડેટા જાહેર, photo - Jansatta

Electoral Bonds : લોકસભા ચૂંટણી 2024 પહેલા ઈલેક્ટોરલ બોન્ડને લઈને મોટા પાયે વિવાદ થયો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં સમગ્ર કૌભાંડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તમામ ડેટા બહાર રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હવે દરેકના મનમાં સવાલ એ છે કે કઈ પાર્ટીએ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કેટલી કમાણી કરી. કોણે કેટલું દાન આપ્યું, જે ઘણા વર્ષો સુધી ગુપ્ત રહ્યું તેનો ડેટા હવે ચૂંટણી પંચ દ્વારા તેની વેબસાઇટ પર શેર કરવામાં આવ્યો છે.

ભાજપને ચૂંટણી બોન્ડમાંથી કેટલા પૈસા મળ્યા છે?

હવે પીડીએફ જે EC દ્વારા શેર કરવામાં આવી છે તે એકદમ જટિલ છે, મોટા પાયે સંખ્યાઓની રમત છે. આવી સ્થિતિમાં, જો આપણે તેને સરળ શબ્દોમાં સમજવાનો પ્રયાસ કરીએ, તો કેટલાક પ્રશ્નોના જવાબ ચોક્કસપણે મળી શકે છે. ઉદાહરણ તરીકે, ભાજપને ચૂંટણી બોન્ડમાંથી કેટલા પૈસા મળ્યા છે, મમતાની પાર્ટી ટીએમસીએ કેટલી કમાણી કરી છે, અરવિંદ કેજરીવાલની AAPને ક્યાંથી દાન મળ્યું છે, આવા તમામ પ્રશ્નોના જવાબ મળી ગયા છે અને આંકડા અપેક્ષા મુજબ આશ્ચર્યજનક છે.

election commission, Electoral bonds data
Electoral bonds data : ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડના તમામ ડેટા પોતાની વેબસાઈટ પર જાહેર કર્યા છે (ફાઇલ ફોટો)

કઈ પાર્ટીને કેટલું દાન?

SBI દ્વારા ચૂંટણી પંચ સાથે શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ દાન ચૂંટણી બોન્ડ દ્વારા આપવામાં આવ્યું છે. દેશની સૌથી મોટી પાર્ટીનો આંકડો 6,060.50 કરોડ રૂપિયા છે. મોટી વાત એ છે કે વિતરણ કરાયેલા કુલ ઈલેક્ટોરલ બોન્ડમાંથી એકલા ભાજપ પાસે 47 ટકા હિસ્સો છે. હવે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ છે, પરંતુ ડોનેશન લેવાની બાબતમાં મમતાની પાર્ટી ટીએમસી બીજેપી પછી બીજા નંબર પર છે. માહિતી અનુસાર, ટીએમસીને ચૂંટણી બોન્ડના રૂપમાં 1,609.50 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.

ઈલેક્ટોરલ બોન્ડ થકી દાન લેવામાં કોંગ્રેસ ત્રીજા નંબર પર

કોંગ્રેસ ત્રીજા સ્થાને આવી રહી છે, જેને છેલ્લા કેટલાક વર્ષોમાં 1,421.90 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. હવે કોંગ્રેસ જેવી પાર્ટી માટે આ ઓછું માનવામાં આવે છે. કોઈપણ રીતે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો તફાવત પણ અલગ વાર્તા કહે છે. KCRની પાર્ટી BRS તેના ખાતામાં 1,214.70 કરોડ રૂપિયા સાથે ચોથા સ્થાને ચાલી રહી છે. હવે આ બધા ઘણા વર્ષો જુના પક્ષો છે, પરંતુ ઝડપથી રાષ્ટ્રીય પક્ષનું બિરુદ મેળવી રહેલી આમ આદમી પાર્ટીને ઈલેક્ટોરલ બોન્ડમાંથી 65.50 કરોડ રૂપિયા મળ્યા છે.

આ પણ વાંચોઃ- ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડના તમામ ડેટા જાહેર કર્યા, જાણો કઇ પાર્ટીને કેટલા રૂપિયા મળ્યા અને કોણે આપ્યું ડોનેશન

જ્યારે અખિલેશની પાર્ટી સમાજવાદી પાર્ટીને ઈલેક્ટ્રોનિક બોન્ડના રૂપમાં માત્ર 14 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. આ યાદીમાં ગોવા ફોરવર્ડ પાર્ટીને સૌથી ઓછું ડોનેશન મળ્યું છે. કેટલાક અન્ય પક્ષો પણ છે જેમણે રૂ. 500 કરોડથી વધુનું દાન મેળવ્યું છે, આ યાદીમાં ઓડિશાના DMK થી BJDનો સમાવેશ થાય છે. જો કે, ચૂંટણી પંચનો આ ડેટા ફરી સ્પષ્ટ કરે છે કે શાસક પક્ષને હંમેશા વધુ સરળતાથી દાન મળે છે, જ્યારે વિપક્ષમાં રહેલા પક્ષને વધુ પાપડ ચડાવવા પડે છે.

કોંગ્રેસે ઘણી વખત ફરિયાદ કરી છે કે ભાજપને સરળતાથી કોર્પોરેટ ડોનેશન મળી રહ્યું છે, પરંતુ તે ડોનેશન માટે તલપાપડ છે. તેણે પોતાના પક્ષના કાર્યકરો પાસેથી દાન એકત્ર કરવાનું હોય છે. પરંતુ હવે ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, તે જોવું રસપ્રદ રહેશે કે જમીન પર પરિસ્થિતિ કેટલી બદલાઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ