AI Fashion Show Video : ટેક અબજોપતિ એલોન મસ્કે તાજેતરમાં AI-જનરેટેડ ફેશન શોનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં યુએસ પ્રમુખ જો બિડેન, ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય ઘણા લોકો સહિત વિશ્વના નેતાઓનો સમાવેશ થાય છે. વાયરલ વીડિયોમાં આ અગ્રણી નેતાઓ અતિ આધુનિક પોશાકમાં રેમ્પ વોક કરતા જોવા મળે છે.
આ વીડિયો AI જનરેટેડ છે
એલોન મસ્ક દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો એઆઈ જનરેટેડ છે. આ વીડિયોમાં બધા દિગ્ગજોને એક યુનિક આઉટફિટ પહેરાવ્યા છે. મસ્કે આ વીડિયો શેર કરવાની સાથે એક કેપ્શન પણ લખી છે. આ વીડિયોને મસ્કે High time for an AI fashion show કેપ્શન સાથે પોસ્ટ કર્યો છે. એટલે કે એઆઈ ફેશન શો નો સમય આવી ગયો.
આ વીડિયો પોપ ફ્રાન્સિસ સાથે શરૂ થાય છે, ત્યારબાદ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન, યુએસ પ્રમુખ બિડેન વ્હીલચેરમાં આવે છે. વીડિયોમાં પીએમ મોદી બહુરંગી લાંબો કોટ પહેરેલા જોવા મળે છે. તેમના લુકમાં બ્લેક સનગ્લાસ પણ જોવા મળે છે.
આ પણ વાંચો – જો બિડેનનો ચૂંટણીમાંથી ખસી જવાનો અર્થ શું છે? કેમ ભારત અમેરિકા પર નજર રાખી રહ્યું?
કમલા હેરિસ, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન, ભૂતપૂર્વ હાઉસ સ્પીકર નેન્સી પેલોસી, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, એપલના સીઈઓ ટિમ કૂક, મેટાસના માર્ક ઝકરબર્ગ, હિલેરી ક્લિન્ટન અને બરાક ઓબામા પણ વીડિયોમાં દેખાયા હતા.
વાયરલ વિડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સે કરી કોમેન્ટ
આ વાયરલ વીડિયોને X પર 34 મિલિયનથી વધારે વ્યૂઝ મળ્યા છે. વાયરલ વિડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સે પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે કહ્યું કે AI ગડબડ છે. તેણે હિલેરી ક્લિન્ટનને ખૂબ પાતળા બતાવી દીધા. તે તેના કરતા ઘણા મોટા છે. અન્ય એક યુઝરે કહ્યું કે પ્રથમ તો મને લાગ્યું કે કલાકારો સાથે તે વાસ્તવિક છે, વાહ એઆઈએ કેટલી પ્રગતિ કરી છે.





