Elon Musk China Visit: એલોન મસ્કના અચાનક ચીન પ્રવાસના અહેવાલથી દુનિયાભરમાં આશ્ચર્ય ફેલાયું છે. ખાસ કરીને દુનિયાના સૌથી અબજોપતિ અને ટેસ્લ કંપનીના માલિક એલોન મસ્કની ઓચિંતિ ચીન મુલાકાત ભારત માટે બહુ મહત્વ ધરાવે છે. મસ્ક ચીનના બેઈજિંગની યાત્રા પર જઈ રહ્યા છે. ટેસ્લા કંપની માટે ચીન સૌથી મહત્વપૂર્ણ બજાર છે, કારણ કે ઇલેક્ટ્રિક વ્હીકલ નિર્માતા કંપની ટેસ્લા માટે ચીન બીજા નંબરનું સૌથી મોટું બજાર છે. એલોન મસ્કની અચાનક ચીન મુલાકાતથી નવી અટકળો શરૂ થઈ છે. જાણકારી અનુસાર મસ્ક ચીનના ટેસ્લા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ અધિકારીઓ સાથે મુલાકાત કરશે.
તમને જણાવી દઈએ કે એલોન મસ્કે એક અઠવાડિયા પહેલા જ પોતાની ભારત યાત્રા સ્થગિત કરી દીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ ભારત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા આવી રહ્યા છે અને ભારતીય બજારમાં પ્રવેશવાના યોજનાની જાહેરાત કરવાના છે, પરંતુ તેમની આ મુલાકાત મુલતવી રહેવાને કારણે ઘણા પ્રશ્નો ઊભા થયા છે.
જાણકારી અનુસાર ટેસ્લાના સીઈઓ ચીનના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કરશે, જેથી તે ફુલ સેલ્ફ ડ્રાઈવિંગ (એફએસડી) સોફ્ટવેર પર ચર્ચા કરી શકે. આ સાથે જ તે ચીનને ફુલ સેલ્ફ ડ્રાઈવિંગ સાથે જોડાયેલા ડેટાને અમેરિકામાં ટ્રાન્સફર કરવા માટે તૈયાર કરવાનો પ્રયાસ કરશે.
એલોન મસ્કે સોશિયલ મીડિયા X પર પ્રત્યુત્તર આપ્યો
મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સવાલના જવાબમાં કહ્યું કે ટેસ્લા બહુ જલ્દી ચીનમાં ગ્રાહકોને એફએસડી ઉપલબ્ધ કરાવી શકે છે. એક વાત નોંધવા જેવી છે કે ટેસ્લાએ ચીનના નિયમનકારો દ્વારા 2021 થી શાંઘાઈમાં તેના ચીની કાફલા દ્વારા એકત્રિત કરવામાં આવેલા તમામ ડેટાનો સ્ટોર કર્યો છે.
ટેસ્લાને ચીનમાં પડકારનો સામનો કરવો પડી રહ્યો છે?
ખાસ વાત એ છે કે આ સ્ટોક કરાયેલા ડેટા અમેરિકામાં કોઈને પણ પરત ટ્રાન્સફર કરવામાં આવ્યો નથી. નોંધનિય છે કે, એક્સપેંગ જેવા હરીફ ચીની ઓટો કંપનીઓ આવા પ્રકારના સોફ્ટવેર રજૂ કરીને ટેસ્લાથી આગળ નીકળવા માગે છે. મસ્કની ચીન યાત્રાને સાર્વજનિક રીતે ચિહ્નિત કરવામાં આવી ન હતી અને લોકોએ નામ ન આપવાની શરતે વાત કરી હતી કારણ કે તેઓ મીડિયા સાથે વાત કરવા માટે અધિકૃત ન હતા.
ટેસ્લાની વાત કરીએ તો ચીન અને અમેરિકા બંને દેશોમાં તેના ઓછા વેચાણથી પરેશાન છે. રોઇટર્સના અહેવાલ સૂચવે છે કે એલોન મસ્ક તેમના વાહનોનું વેચાણ વધારવા અંગે પણ ચર્ચા કરી શકે છે.





