Epstein Files Controversy : ટેસ્લાના માલિક એલોન મસ્કે Epstein Files વાળું ટ્વિટ ડિલીટ કરી દીધું છે. માનવામાં આવે છે કે તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પહેલા મસ્ક દ્વારા Epstein Files ને લઇને કરવામાં આવેલા દાવાઓના કારણે ટ્રમ્પ પ્રશાસનમાં હલચલ મચી ગઇ હતી, રાષ્ટ્રપતિ પોતે પણ ઘણા નારાજ હતા. પરંતુ હવે તે ટ્વિટ ડિલીટ કરી દેવામાં આવ્યું છે, તેના વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તે ચોક્કસપણે એક મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવે છે.
Epstein Files શું છે?
અમેરિકાના રાજકારણમાં Epstein Files એક હાઇ-પ્રોફાઇલ કેસ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર સતત કહેતું આવ્યું છે કે તે એપસ્ટીન સાથે સંબંધિત તમામ ફાઇલોને રિલીઝ કરશે. આ તમામ ફાઇલો જેફરી એપસ્ટીન સાથે સંબંધિત છે, જેણે વર્ષ 2019માં જેલમાં ફાંસી લગાવી હતી. તેમના પરિવારે આરોપ લગાવ્યો હતો કે તેણે આત્મહત્યા કરી નથી અને તે હત્યા છે. ત્યાર બાદ અમેરિકાના રાજકારણમાં આ મુદ્દો વધારે વકર્યો હતો.
એપસ્ટીન પર આરોપ હતો કે તે ઘણા બાળકોનું જાતીય શોષણ કર્યું, તેમને રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ સુધી તેમને પહોંચાડ્યા હતા. આ વિવાદમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે એલોન મસ્કે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ એપસ્ટીન ફાઇલ્સમાં પણ છે. જ્યારે આ વિશે વધુ વિવાદ તો મસ્કે તે ટ્વિટને ડિલીટ કરી દીધું. અત્યાર સુધી ટ્રમ્પે આ અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી.
આ પણ વાંચો – પીએમ મોદીને કેનેડાથી G-7 નું આમંત્રણ મળ્યું, ઘણા દિવસોથી ચાલી રહ્યું હતું સસ્પેન્સ
બિગ બ્યૂટીફુલ બિલ પર વિવાદ
આમ જોવા જઈએ તો મસ્ક અને ટ્રમ્પ વચ્ચે સંઘર્ષ ત્યારે શરૂ થયો જ્યારે રાષ્ટ્રપતિ ‘બિગ બ્યુટીફૂલ બિલ’ લાવ્યા હતા, આને ટેક્સ અને ખર્ચ બિલ પણ કહી શકાય છે. એલોન મસ્કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ બિલને લઇને આપત્તિજનક ટિપ્પણી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ જનતાના પૈસાનો નકામો બગાડ છે, આ એક શરમજનક બિલ છે. મસ્કે એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ બિલ મોડી રાત્રે ચર્ચા કર્યા વિના પસાર કરવામાં આવ્યું હતું અને તેમની સલાહ પણ લેવામાં આવી ન હતી.
ટ્રમ્પનો વળતો પ્રહાર
હવે મસ્કે આટલો ગંભીર આરોપ લગાવ્યો તો રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ આવી જ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે તેઓ તે કોમેન્ટથી ઘણા નિરાશ છે. ટ્રમ્પ આટલેથી જ ન અટક્યા, તેમણે દાવો કર્યો કે એલોન મસ્કે આ બિલ પર પહેલા કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ જેવી તેમને ખબર પડી કે આ બિલથી ઇલેક્ટ્રિક વ્હીકલની સબસિડીમાં ઘટાડો થઈ શકે છે, જેના કારણે તેમને ડર હતો કે તેમની કંપનીઓને મોટું નુકસાન ઉઠાવવું પડશે.