Elon Musk On H 1B Visa Programme : ટેસ્લાના સીઈઓ એલન મસ્કનું માનવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ત્યાં સ્થાયી થયેલા કુશળ ભારતીયોથી અમેરિકાને ઘણો ફાયદો થયો છે. મસ્કે કહ્યું કે ભારતીય એન્જિનિયરો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકોએ અમેરિકાના ટેક્નોલોજી અને બિઝનેસ ડેવલપમેન્ટમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ઝેરોધાના સહ સ્થાપક નિખિલ કામથના પોડકાસ્ટ ‘WTF is’માં કામથે ચર્ચાની શરૂઆત કરતા કહ્યું હતું કે અમેરિકાએ હંમેશા દુનિયાભરના બુદ્ધિશાળી લોકોને આકર્ષિત કર્યા છે, જેના કારણે ભારતમાં ઘણા લોકો તેને પ્રતિભા પલાયન કહે છે. મસ્ક સંમત થયા કે ભારતીય કામદારોએ યુએસ ટેક ઉદ્યોગને મજબૂત બનાવ્યો છે. હા, મને લાગે છે કે અમેરિકા આવેલા પ્રતિભાશાળી ભારતીયોથી અમેરિકાને ઘણો ફાયદો થયો છે. ”
એલોન મસ્કે યુએસમાં વ્યાપક આ ચિંતાનો જવાબ આપ્યો હતો કે વિદેશી કામદારો સ્થાનિક નોકરીઓ છીનવી લે છે. “મને ખબર નથી કે તે કેટલું સાચું છે. મારો સીધો અનુભવ એ છે કે પ્રતિભાશાળી લોકોની હંમેશા અછત રહે છે. મુશ્કેલ કાર્યો પૂર્ણ કરવા માટે પૂરતા પ્રતિભાશાળી લોકોને શોધવામાં અમને મુશ્કેલી પડે છે, તેથી વધુ પ્રતિભાશાળી લોકો સારા હશે. તેમણે કહ્યું કે તેમની કંપનીઓ – ટેસ્લા, સ્પેસએક્સ, એક્સ અને એક્સએઆઈ – વિશ્વના સૌથી તેજસ્વી લોકોને શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આઉટસોર્સિંગ કંપનીઓનો ઉલ્લેખ કરતા ટેસ્લાના પ્રમુખે કહ્યું કે, મને લાગે છે કે એચ 1બી પ્રોગ્રામનો દુરુપયોગ થયો છે. કેટલીક કંપનીઓએ એચ 1બી મોરચે સિસ્ટમ સાથે ગડબડ કરી છે અને આપણે આ સિસ્ટમ સાથે રમવાનું બંધ કરવું પડશે.
જો કે, મસ્કે કહ્યું હતું કે તેઓ આ વીઝા પ્રોગ્રામ બંધ કરવાની તરફેણમાં નથી. તેમણે ઉમેર્યું કે, હું ચોક્કસપણે આ મંતવ્ય સાથે સહમત નથી કે આપણે એચ 1બી પ્રોગ્રામ બંધ કરવો જોઈએ. મને લાગે છે કે તેમને ખ્યાલ નથી કે તે ખરેખર એટલું ખરાબ હશે. ”





