Elon Musk Launch Grokipedia : એલોન મસ્કે રજૂ કર્યું નવું વિશ્વકોશ ગ્રોકીપીડિયા, જાણો વિકિપીડિયા કરતા કેટલી સચોટ માહિતી આપશે?

Elon Musk's Grokipedia : ગ્રોકીપીડિયાના હોમપેજ અનુસાર, હાલમાં ગ્રોકીપીડિયા પર લગભગ 8,85,000 આર્ટીકલ છે, જે વિકિપીડિયા પર ઉપલબ્ધ લેખોની સંખ્યા કરતા ઘણા ઓછા છે.

Written by Ajay Saroya
October 28, 2025 12:04 IST
Elon Musk Launch Grokipedia : એલોન મસ્કે રજૂ કર્યું નવું વિશ્વકોશ ગ્રોકીપીડિયા, જાણો વિકિપીડિયા કરતા કેટલી સચોટ માહિતી આપશે?
Grokipedia vs Wikipedia : એલોન મસ્કે એઆઈ જનરેટેડ વિશ્વકોશ ગ્રોકીપીડિયા રજૂ કર્યું છે, જે વિકિપીડિયાને ટક્કર આપશે.

Grokipedia AI Generated Encyclopedia : એલન મસ્ક વિકિપીડિયાના લાંબા સમયથી ટીકાકાર છે અને તે ડેટાને હેન્ડલ કરવાની રીત સાથે અસંમત છે. આ જ કારણ છે કે હવે તેમની એઆઈ કંપની xAI એ વિકિપીડિયા કરતાં વધુ સારો એન્સાઇક્લોપીડિયા (વિશ્વકોશ) બનાવવાનું નક્કી કર્યું છે. ઓછામાં ઓછું એલોન મસ્ક આ દાવો કરે છે. તેનું નામ ગ્રોકીપીડિયા રાખવામાં આવ્યું છે અને નામ સૂચવે છે તેમ, તે ગ્રોકની એઆઈ ટેકનોલોજી પર આધારિત છે જે માહિતીથી ભરપૂર વિશ્વકોશ પ્રદાન કરશે – તે પણ કોઈ રાજકીય પૂર્વગ્રહ વિના.

ગ્રોકીપીડિયા આજથી એટલે કે મંગળવારની સવારથી સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જો કે, લોન્ચિંગના થોડા સમય પછી, વેબસાઇટ થોડા સમય માટે ક્રેશ થઈ ગઈ. પરંતુ ટૂંક સમયમાં તે ફરીથી સામાન્ય રીતે કામ કરવા લાગ્યું. ગ્રોકિપીડિયા આ શ્રેણીમાં પ્રથમ પ્રોડક્ટ છે (AI Encyclopedia કેટેગરી). તે માહિતી એકત્રિત કરવા અને પ્રસ્તુત કરવા માટે લાર્જ લેંગ્વેજ મોડલ્સ Large Language Models (LLMs) નો ઉપયોગ કરે છે.

Grok, ChatGPT થી કેવી રીતે અલગ Grokipedia

પરંપરાગત એઆઈ ચેટબોટ ચેટજીપીટી અથવા ગ્રોકથી વિપરીત, ગ્રોકિપીડિયા એક યુનિક શોધ પદ્ધતિ સાથે કામ કરે છે. તે હાલમાં 0.1 મોડેલ સ્ટેજ સુધી મર્યાદિત છે. સંપૂર્ણપણે નેચરલ લેગ્વેજ પ્રોમ્પ્ટનો ઉપયોગ કરવાને બદલે (દા.ત., “મને બાર્સેલોના વિશે કંઈક કહો”), યુઝર્સ ફક્ત તે વિષયનું નામ ટાઇપ કરવું પડશે જે વિશે તેઓ માહિતી ઇચ્છે છે (દા.ત., Barcelona).

તેના હોમપેજ અનુસાર, હાલમાં ગ્રોકીપીડિયા પર 8,85,000 લેખ ઉપલબ્ધ છે, જે વિકિપીડિયા પર ઉપલબ્ધ લેખોની સંખ્યા કરતા ઘણા ઓછા છે. પ્લેટફોર્મ માહિતી પેદા કરવા માટે હાઇબ્રિડ મોડેલનો ઉપયોગ કરે છે જેમાં પ્રાથમિક સ્ત્રોતોની માહિતી તેના સમુદાય દ્વારા પ્રદાન કરેલી માહિતી સાથે જોડાય છે. ત્યારબાદ આ બંનેનું સંશ્લેષણ કરવામાં આવે છે અને xAI અલ્ગોરિધમ દ્વારા રજૂ કરવામાં આવે છે.

એલન મસ્ક ઇચ્છે છે કે ગ્રોકીપીડિયા નિષ્પક્ષ હોય

એલોન મસ્કે જાહેર આક્ષેપો કર્યા પછી ગ્રોકીપીડિયાનો વિકાસ શરૂ થયો હતો કે વિકિપીડિયામાં રાજકીય રીતે પ્રેરિત માહિતી છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, વિકિપીડિયા પર રાજકીય પક્ષપાતનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગ્રોકીપીડિયા દ્વારા, મસ્કનું લક્ષ્ય એક પ્લેટફોર્મ બનાવવાનું છે જે તથ્યો પર આધારિત છે અને સંપૂર્ણપણે નિષ્પક્ષ દૃષ્ટિકોણથી માહિતી આપે છે.

જો કે, ગ્રોકીપીડિયાનું લોન્ચિંગ સંપૂર્ણપણે વિવાદમુક્ત નહોતું અને તે લોન્ચ થતાંની સાથે જ વિવાદોમાં ફસાઈ ગયું હતું. લોન્ચિંગના થોડા સમય પછી, સોશિયલ મીડિયા પરના ઘણા વપરાશકર્તાઓએ એઆઈ દ્વારા બનાવવામાં આવેલી સામગ્રીમાં કેટલીક વિચિત્ર બાબતોની નોંધ લીધી. ઉદાહરણ તરીકે, એલન મસ્ક વિશે લખાયેલા લેખમાં તેમના 20 કિલો ગ્રામ વજન ઘટાડવા જેવી બિન આવશ્યક વ્યક્તિગત માહિતી શામેલ છે, જેણે ગ્રોકીપીડિયાની ઉદ્દેશ્યતા વિશે પ્રશ્નો ઉભા કર્યા છે.

બીજી બાજુ, એલોન મસ્કે સ્વીકાર્યું છે કે ગ્રોકિપીડિયા હજી પણ તેના પ્રારંભિક તબક્કામાં છે (version 0.1) . તેમણે વચન આપ્યું છે કે આગામી version 1.0) માં રિઝલ્ટ 10 ગણા સારા હશે.

ગ્રોકીપીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો?

ગ્રોકીપીડિયાનો ઉપયોગ કરવા માટે, પ્રથમ https://grokipedia.com/ પર જાઓ અને તમારા એક્સ એકાઉન્ટ સાથે લોગ ઇન કરો. ઉલ્લેખનીય છે કે, xAI એન્ડ્રોઇડ અથવા આઇઓએસ યુઝર્સ માટે હજુ સુધી કોઈ ઓફિશિયલ એપ રિલીઝ કરી નથી. તેથી ધ્યાનમાં રાખો કે જો કોઈ એપ્લિકેશન તમને ગ્રોકીપીડિયા જેવી લાગે છે, તો સાવચેત રહો કારણ કે તે નકલી હશે અને તમારી માહિતી ચોરી કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ