સોશિયલ મીડિયા ટ્વિટરે ગુરુવારે પોપ ફ્રાન્સિસ, ડોનાલ્ડ ટ્રમ્પ, બિલ ગેટ્સ, કિમ કાર્દાશિયન, રતન ટાટા, ગૌતમ અદાણી, વિરાટ કોહલી, શાહરૂખ ખાન, સલમાન ખાન અને રાહુલ ગાંધી સહિત ઘણા હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓ સહિત વિવિધ યુઝર્સની પ્રોફાઇલમાંથી બ્લુ-ટીક હટાવી દીધા છે. ટ્વિટર પર બ્લુ ટિકની માટે યુઝરે હવે ‘ટ્વિટર બ્લુ’ સબસ્ક્રાઇબ કરવું પડશે અને તેની માટે 650 રૂપિયા ચૂકવવા પડશે.
જોકે ટ્વિટર પર એવી કેટલીક હસ્તીઓ છે જેઓ દાવો કરે છે કે તેઓએ ટ્વિટર બ્લુ ટીકને સબ્સ્ક્રાઇબ કર્યું નથી, તેમ છતાં તેમની બ્લુ-ટિક યથાવત્ છે. વાસ્તવમાં, ટ્વિટરના માલિક એલોન મસ્કે પોતે કહ્યું છે કે, તે વિશ્વના ત્રણ અલગ-અલગ દેશોની ત્રણ શ્રેષ્ઠ હસ્તીઓની બ્લુ-ટીકને વ્યક્તિગત રીતે સબ્સ્ક્રાઇબ કરે છે એટલે કે તે પોતે ચાર્જ ચૂકવે છે.
કોણ છે આ 3 સેલિબ્રિટી?
ટ્વીટર યુઝર @PopBaseના કોમેન્ટ બોક્સમાં જવાબ આપીને એલોન મસ્કએ ખુલાસો કર્યો છે કે તે માત્ર ત્રણ સેલિબ્રિટીઝ – લેબ્રોન જેમ્સ, સ્ટીફન કિંગ, વિલિયમ શેટનરના બ્લુ-ટીક માટે ચાર્જ ચૂકવી રહ્યા છે. લેબ્રોન જેમ્સ એક પ્રખ્યાત બાસ્કેટબોલ ખેલાડી છે. સ્ટીફન કિંગ પ્રખ્યાત પુસ્તક ‘ધ શાઈનિંગ’ના લેખક છે. જ્યારે વિલિયમ શેટનરને સાયન્સ ફિક્શન ફિલ્મ સ્ટાર ટ્રેકના અભિનેતા તરીકે ઓળખવામાં આવે છે.
લેબ્રોન જેમ્સ અને સ્ટીફન કિંગે સાર્વજનિક રીતે ટ્વિટર બ્લુ ટીકનું સબ્સક્રિપ્શન લેવાનો એટલે કે ચાર્જ ચૂકવવાનો ઇન્કાર કર્યો હતો. હકીકતમાં એલોન મસ્કે જ્યારે ટ્વિટર બ્લુની ઘોષણા કરી હતી ત્યારે વેરિફાઇડ યુઝર્સની વચ્ચે વિવાદ છેડાયો હતો. તેમનો તર્ક હતો કે બ્લુ ટીક એક ચાર્જેબલ સબ્સક્રાઇબર્સના બદલે વેરિફાઇટનું નિશાન છે. એલોન મસ્ક દ્વારા ટ્વિટરના બ્લુ ટીક માટે ચાર્જ વસૂલવાની ઘોષણાની ટીકા કરનાર યુઝર્સમાં લેબ્રોન જેમ્સ પણ સામેલ હતા. તેમનું કહેવુ હતુ કે તેઓ વેરિફિકેશન માટે ચાર્જ ચૂકવશે નહીં.
કિંગની ટ્વિટ અને મસ્કનો જવાબ
સ્ટીફન કિંગે ભૂતકાળમાં ટ્વિટર પર મસ્કની ટીકા કરી છે. 21 એપ્રિલે, જ્યારે બ્લુ ટિક હટાવવાને લઈને ટ્વિટર પર હોબાળો મચ્યો હતો, તેમ છતાં હજી પણ કિંગની પ્રોફાઇલ પર બ્લુ ટીક યથાવત છે. આ જોઇને તેમણે ટ્વિટ કર્યું કે, ‘મારું ટ્વિટ એકાઉન્ટ દેખાડી રહ્યુ છે કે મે ટ્વિટર બ્લુ ટીક સબ્સક્રાઇબ કરી રાખ્યુ છે. મે આવું કર્યુ નથી. મારું ટ્વિટર એકાઉન્ટર દેખાડે છે કે મે પોતાનો નંબર આપી આપ્યો છે. મે આવું ક્યારેય કર્યુ નથી.’
થોડાક કલાકના વિવાદ બાદ કિંગે આ ટ્વિટની કમેન્ટમાં નમસ્કાર વાળી ઇમોજી સાથે એલોન મસ્કની કમેન્ટ આવે છે. તે લખે છે ‘તમારું સ્વાગત છે, નમસ્તે’
લેબ્રોન જેમ્સે શું કહ્યું?
લેબ્રોન જેમ્સે ટ્વિટર બ્લુની આલોચના કરતા કહ્યું કે, “માર્ટિન લોરેન્સના ટીવી શોના પાત્રની જેમ હું 5 ડોલરની ચૂકવણી કરનાર નથી.”
The vergeની એક રિપોર્ટ અનુસાર, ટ્વિટરના એક કર્મચારીએ તાજેતરમાં જેમ્સને ઈમેલ કરીને જાણ કરી હતી કે એલોન મસ્કનું ટ્વિટર બ્લુનું કોમ્પ્લિમેન્ટરી સબસ્ક્રિપ્શન તમારા એકાઉન્ટ સુધી એક્સટેન્ડ કરવામાં આવી રહ્યું છે.
The vergeએ લાંબા સમય સુધી જેમ્સના મીડિયા સલાહકાર રહેલા એડમ મેન્ડેલસોનનો સંપર્ક કર્યો. તેમણે પુષ્ટિ કરી કે જેમ્સે વેરિફિકેશન માટે કોઈ ચૂકવણી કરી નથી.
બ્લુ ટીક કેમ હટાવાયા?
ટ્વિટરને ટેકઓવર કર્યા બાદ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે ઘોષણા કરી હતી કે હવે બ્લુ ટીકની માટે ચૂકવણી કરવી પડશે. તેનો જબરદસ્ત વિરોધ થયો પરંતુ મસ્કે બ્લુ ટીક સર્વિસ રિ-લોન્ચ કરી. મસ્કનું માનવુ છે કે તેનાથી ટ્વિટર પર સમાનતા આવશે. તે ઉપરાંત કંપનીની આવકમાં પણ વધારો થશે.
આ પણ વાંચોઃ એલન મસ્કની કંપની SpaceX નું લોન્ચ કરેલું રોકેટ આકાશમાં જ ફાટી ગયું, જુઓ વીડિયો
ચૂકવવા પડશે. આનો ઘણો વિરોધ થયો હતો પરંતુ મસ્કે બ્લુ ટિક સર્વિસ ફરીથી શરૂ કરી હતી. મસ્કનું માનવું છે કે આનાથી ટ્વિટર પર સમાનતા આવશે. આ ઉપરાંત, આવક પેદા કરતું પાસું છે.
હવે ટ્વિટર પર ત્રણ પ્રકારની ટીક છે. સરકારી સંસ્થાઓ અને પદો માટે ગ્રે કલરની ટીક. વ્યવસાયિક સંસ્થાઓ માટે ગોલ્ડન કલરની ટીક. આ ઉપરાંત અન્ય તમામ યુઝર્સ માટે બ્લુ ટીક છે.