Crime News : 14 વર્ષની સગીરા પર 10 સગીરોએ કર્યો સામૂહિક બળાત્કાર, એક તો માત્ર 11 વર્ષનો

Belgium Gang raped Case : બેલ્જિયમના કોર્ટ્રિજક શહેરમાં બનેલી સામુહિત બળાત્કારની આ ઘટનામાં યુવતીનો બોયફ્રેન્ડ પણ સામેલ છે, આ સિવાય એક 11 વર્ષનો સગીર પણ આરોપી છે. આ ઘટના બાદ દરેક લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા

Written by Kiran Mehta
May 10, 2024 11:41 IST
Crime News : 14 વર્ષની સગીરા પર 10 સગીરોએ કર્યો સામૂહિક બળાત્કાર, એક તો માત્ર 11 વર્ષનો
બેલ્જિયમ સગીર યુવતી સાથે ગેંગરેપનો કેસ (પ્રતિકાત્મક તસવીર)

Crime News : યુરોપિયન દેશ બેલ્જિયમમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં 14 વર્ષની બાળકી પર 10 સગીરાઓએ ગેંગરેપ કર્યો હતો. આ ગેંગરેપમાં સામેલ 10 આરોપીઓમાંથી 9ની ઉંમર 11થી 16 વર્ષની વચ્ચે છે, જ્યારે 10મો એક આરોપી માત્ર 11 વર્ષનો છે.

બેલ્જિયમના કોર્ટ્રિજક શહેરમાં બનેલી આ ઘટનામાં યુવતીનો બોયફ્રેન્ડ પણ સામેલ છે. યુવતીનો બોયફ્રેન્ડ કથિત રીતે યુવતીને ઘરની નજીક આવેલી ઝાડીમાં લઈ ગયો હતો. જ્યાં તેના ઘણા મિત્રો પહેલાથી જ હાજર હતા. આ દરમિયાન તમામે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, ઈસ્ટન રજાઓ દરમિયાન, 2 થી 6 એપ્રિલની વચ્ચે દસ સગીરોએ એક પછી એક છોકરી પર ત્રણ વખત બળાત્કાર કર્યો. આ ઘટનામાં સામેલ સૌથી નાનો આરોપી 11 વર્ષનો છે. બળાત્કારમાં સંડોવાયેલા દસમાંથી છ આરોપીઓને કેદ કરવામાં આવ્યા છે, જ્યારે ચારને નજરકેદ કરવામાં આવ્યા છે.

બળાત્કાર કેસમાં સજાને લઈને ચર્ચા શરૂ થઈ

આ ઘટના બાદ દરેક લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ત્રણ વર્ષ પહેલા પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી. તે સમયે ઈસ્ટ ફ્લેન્ડર્સના ઘેન્ટથી આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ લોકોએ ભારે વિરોધ કર્યો હતો. જો કે, આ મામલાએ હવે ફ્લેમિશ પાર્લામેન્ટમાં જાતીય અપરાધોને લગતા કેસોમાં સજાને લઈને ચર્ચા શરૂ કરી છે.

આ અંગે ન્યાય પ્રધાન જુહાલ ડેમિરે સજાની શરતો વધારવા માટે ગૃહમાં પ્રસ્તાવ પણ મૂક્યો છે. 14 વર્ષથી ઓછી ઉંમરના અપરાધીઓ માટે બે વર્ષની સજા, 14 થી 16 વર્ષની વયના અપરાધીઓ માટે પાંચ વર્ષ અને 16 વર્ષથી વધુ ઉંમરના અપરાધીઓ માટે સાત વર્ષ સુધીની સજા હોવી જોઈએ.

આ પણ વાંચો – GSEB General Stream Result 2024 : ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2024, તમામ માહિતી

જુવેનાઈલ ક્રાઈમ એક્ટમાં 2021માં સુધારો કરવામાં આવ્યો હતો

આ પહેલા વર્ષ 2021માં બેલ્જિયમ સરકારે જુવેનાઈલ ક્રાઈમ કાયદામાં સુધારો કર્યો હતો. જેમાં 12 વર્ષથી ઓછી ઉંમરના સગીરોને બળાત્કાર અને ગેંગરેપના કેસમાં દોષિત ઠરે તો તેમને લાંબા સમય સુધી જેલમાં રાખવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે વર્ષ 2022 થી, 16 વર્ષથી વધુ વયના આરોપીઓ પર બળાત્કાર અથવા ગેંગ સંબંધિત હિંસાના કેસમાં સામાન્ય પુખ્ત તરીકે કેસ ચલાવવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ