Europea Ariane 6 Rocket Test Flight: યુરોપિયન સ્પેસ એજન્સીએ ગુરુવારે જણાવ્યું કે, યુરોપ દ્વારા નિર્મિત એરિયાન 6 (Ariane 6) રોકેટે તેની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટની તૈયારીમાં તેનું મહત્વપૂર્ણ પ્રથમ ફુલ-સ્કેલ રિહર્સલ પૂર્ણ કર્યું. ટેસ્ટિંગ દરમિયાન, ક્રૂ સંપૂર્ણ લોન્ચિંગ કાઉન્ટડાઉનમાંથી પસાર થયું, ત્યારબાદ સાત મિનિટ માટે રોકેટના કોર સ્ટેજ એન્જિનને સંપૂર્ણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
એરિયાન 6 રોકેટ એરિયાનેસ્પેસ દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જે યુરોપિયન સ્પેસ એજન્સી વતી એરબસ અને સેફ્રાનની સહ-માલિકી ધરાવે છે.
એન્જિન-ફાયરિંગ ટેસ્ટે એરિયાન 6 રોકેટનું કોર સ્ટેજે અવકાશમાં સામાન્ય ઉડાન દરમિયાન કેવી રીતે ફાયર થશે તે દર્શાવ્યું હતુ. રોકેટને ટેકઓફ માટે જમીન પર બાંધવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવિક લોન્ચિંગ દરમિયાન, મુખ્ય એન્જીન તે સમયના અંતે બંધ થઈ જશે, અને કોર સ્ટેજ ઉપરના સ્ટેજથી અલગ થઈ જશે. ઉપરના સ્ટેજ પછી મિશનના પરીક્ષણ માટે પ્રોપલ્શનનું સ્થાન લેશે.
એરિયાન 6 પરનું વલ્કેન 2.1 એન્જિન લગભગ 150 ટન પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજન દ્વારા બળી ગયું હતું. તે Vulcain 2 એન્જિનની એડવાન્સ ટેકનોલોજી છે જેનો ઉપયોગ Ariane 5 રોકેટ પર કરવામાં આવ્યો હતો, જે એજન્સીના મતે, યુરોપની અત્યાર સુધીની સૌથી સફળ લોન્ચ સિસ્ટમ છે. અપગ્રેડ કરેલ એન્જિનનું સંચાલન સસ્તું હોવા છતાં તે વધુ સારું પ્રદર્શન કરવા માટે સરળ ડિઝાઇન ધરાવે છે.
એરિયાન 6 રોકેટનું ટેસ્ટિંગ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હતું, તે યુરોપિયન સ્પેસ પ્રોગ્રામની અણઘડ પરિસ્થિતની અટકળોને ફગાવી કાઢે છે – એરિયાન 5 સિસ્ટમ નિવૃત્ત થઈ ગઈ છે, અને તેનું સ્થાન એરિયાન 6 લેશે તેવું માનવામાં આવે છે, જો કે હજી તે તૈયાર થયું નથી. નાનું વેગા સી રોકેટ પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે અને આ વર્ષે માર્ચમાં તેની બીજી વખતના લોન્ચ દરમિયાન નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો.
Ariane 6 નું પ્રથમ પ્રક્ષેપણ 2020માં થવું જોઈતું હતું, પરંતુ બહું મોડું થયુ છે અને હવે તે વર્ષ 2024માં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આનો અર્થ એ છે કે યુરોપ તેની ઓલ્ડ જનરેશન અને ફ્યૂચર હેવી – લિફ્ટ લોન્ચ વ્હીકલ વચ્ચે રફ ટ્રાન્ઝિશન કરી રહ્યું છે. યુક્રેન- રશિયા યુદ્ધમા યુરોપિયન દેશોએ યુક્રેનને સમર્થન આપ્યું હતુ જેના પરિણામે તેમણે રશિયાના સોયુઝ લોન્ચ વ્હીકલની ઍક્સેસ ગુમાવી દીધી હતી.
સ્પેસ એજન્સીએ ઉલ્લેખ કર્યો છે તેમ, પાછલી જનરેશન એરિયાન 5 રોકેટ ખૂબ જ સફળ રહ્યા હતા – તેણે 117 થી વધુ મિશન પૂર્ણ કર્યા હતા. આર્સ ટેકનીકા અનુસાર , જો કે તેમાં એક સમસ્યા એ હતી કે તે બજારના ઘણા નવા રોકેટ, ખાસ કરીને સ્પેસએક્સના ફરીથી વાપરી શકાય તેવા ફાલ્કન 9 રોકેટ કરતાં ઘણું મોંઘું હતું.
ફાઇનાન્સિયલ ટાઇમ્સના એક અહેવાલ અનુસાર વિલંબિત અને મુશ્કેલીમાં મુકાયેલા એરિયાન 6 રોકેટ મિશનને મદદ કરવા માટે, ફ્રાન્સ, જર્મની અને ઇટાલીએ આ મહિનાની શરૂઆતમાં વર્ષમાં 34 કરોડ યુરો વધુ ખર્ચવા માટે એક ડીલ કરી હતી. ભવિષ્યમાં યુરોપને અવકાશમાં સાર્વત્રિક પ્રવેશ મળે તેની ખાતરી કરવાનો પણ આ એક પ્રયાસ હતો.
તેનો અર્થ એ પણ થઈ શકે છે કે Ariane 6 લૉન્ચ પ્રારંભિક હેતુ કરતાં વધુ ખર્ચાળ હશે. Ariane રોકેટ લોન્ચિંગના વાસ્તવિક ખર્ચ વિશે હંમેશા લોકોને જાણકારી આપવામાં આવી નથી. જો કે આર્સની ધારણા મુજબ, એરિયાન 5 રોકેટના લોન્ચિંગ પાછળ લગભગ 15 કરોડ યુરોનો ખર્ચ થયો હતો. યુરોપિયન સ્પેસ એજન્સી એરિયાન 6 સિસ્ટમમાં આ ખર્ચ ઘટાડીને અડધો કરવા માંગતી હતી.
આમ 7.5 કરોડ યુરોનું બજેટ એરિયાન 6 રોકેટ ફાલ્કન 9 સાથે એકદમ સ્પર્ધાત્મક હશે, જેની કિંમત લગભગ 6.3 કરોડ યુરો છે. પરંતુ ખર્ચમાં 50 ટકાનો ઘટાડો હવે પ્રાપ્ત કરી શકાતો નથી, અને સ્પેસ એજન્સી હવે 40 ટકા ખર્ચ ઘટાડવાનું લક્ષ્ય ધરાવે છે.
ફ્રેન્ચ અખબાર લે ફિગારોએ આ મહિનાની શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે યુરોપિયન સ્પેસ એજન્સીના સભ્યો રોકેટને લોન્ચિંગ કરવાની એકદમ નજીક છે. ઘણા સભ્ય દેશોને રોકેટ વિકસાવવા માટે એરિયનસ્પેસને પેમેન્ટ કરવામાં સમસ્યા છે કારણ કે મોટા ભાગનું ઔદ્યોગિક કામ જર્મની અને ફ્રાન્સમાં થાય છે.
આ પણ વાંચો | ઉત્તર કોરિયાએ સ્પાય સેટેલાઇટ લોન્ચ કર્યો; કેવી રીતે કામગીરી કરે છે? તેની ખાસિયતો અને જોખમ જાણો
યુરોપિયન સ્પેસ એજન્સીનો “જીયોગ્રાફિકલ રિટર્ન રૂલ” પણ બાબતોને વધુ જટિલ બનાવે છે. આનો અર્થ એ છે કે દરેક સભ્ય દેશે તેના યોગદાનના પ્રમાણમાં સ્પેસ પ્રોગ્રામ માટે ઔદ્યોગિક કરાર મેળવવો જોઈએ. સ્પેસ એજન્સીના ડાયરેક્ટર જનરલ જોસેફ એશબેકરે આ વર્ષે માર્ચમાં લખ્યું હતું કે જીઓ-રીટર્ન પોલિસી ખંડના અવકાશ ઉદ્યોગને જરૂરી સ્પર્ધાત્મકતા સાથે સુસંગત છે કે કેમ તે અંગે વધુ તપાસ કરવામાં આવી છે.





