Excise Policy Case : સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. આ પહેલા ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેજરીવાલને વચગાળાના જામીન આપવાના પગલાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેમને કોઈપણ વિશેષ છૂટ કાયદાના શાસન અને સમાનતા માટે ક્ષતિ સમાન હશે. જેનાથી દેશમાં બે અલગ વર્ગોનું નિર્માણ થશે. સામાન્ય લોકો જેઓ કાયદાના શાસન તેમજ દેશના કાયદાઓથી બંધાયેલા છે અને રાજકારણીઓ જે કાયદામાંથી મુક્તિ માંગી શકે છે.EDએ એક્સાઇઝ પોલિસી કેસમાં 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી.
કેજરીવાલે આ નિયમોનું કરવું પડશે પાલન
- કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય અને દિલ્હી સચિવાલયમાં જઈ શકશે નહીં.
- કેજરીવાલ તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદનથી બંધાયેલા રહેશે કે તેઓ સત્તાવાર ફાઇલો પર હસ્તાક્ષર નહીં કરે. જ્યાં સુધી દિલ્હીના ઉપરાજ્યપાલની મંજૂરી નહીં મળે.
- તે હાલના કેસમાં તેમની ભૂમિકા અંગે કોઈ ટિપ્પણી કરશે નહીં.
- કોઈ પણ સાક્ષી સાથે વાતચીત કરશે નહીં અને કેસ સાથે જોડાયેલ કોઈપણ બાબતની ચર્ચા કરશે નહીં.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી લડ્યા વગર જ દેશના વડાપ્રધાન બન્યા, એક નેતાએ 10 વર્ષ પીએમ પદે રહી બનાવ્યો રેકોર્ડ, જુઓ યાદી
ઇડીએ કહ્યું હતું કે ચૂંટણી માટે પ્રચાર કરવાનો અધિકાર ન તો મૂળભૂત અધિકાર છે કે ન તો બંધારણીય અધિકાર છે અને તે કાનૂની અધિકાર પણ નથી. ED એ તે પણ જાણકારી આપી હતી કે કોઈ પણ રાજકીય નેતાને પ્રચાર માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા નથી.
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજકીવાલ તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીના તે આગ્રહને ફગાવી દીધો હતો. જેમાં તેમેન 4 જૂન સુધી પરિણામ જાહેર થાય ત્યા સુધી વચગાળાના જામીન આપવાની માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી એએસજી રાજુએ કહ્યું હતું કે સંજય સિંહના કેસની જેમ તેમને આ મેટર પર ના બોલવા દેવામાં આવે. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે તેને મજબૂત તર્કોના આધારે કાઉન્ટર કરી શકો છો.