અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી ના મળી રાહત, ED ના સમન્સ પર કાલે કોર્ટમાં હાજર થવું પડશે

કોર્ટે કહ્યું હતું કે જો તે શારીરિક હાજર રહેવામાંથી છૂટ ઇચ્છે છે તો સંબંધિત કોર્ટ સમક્ષ એક વિનંતી કરી શકાય છે, જેના માટે તેમણે આવતીકાલે કોર્ટમાં હાજર થવું પડશે

Written by Ashish Goyal
March 15, 2024 19:05 IST
અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી ના મળી રાહત, ED ના સમન્સ પર કાલે કોર્ટમાં હાજર થવું પડશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (તસવીર - આપ ટ્વિટર સ્ક્રીનગ્રેબ)

arvind kejriwal : દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે સમન પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો અને કેજરીવાલની વચગાળાની રાહત પર રોક લગાવવાની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કેજરીવાલને હાજર રહેવાની મુક્તિ માટે ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. કેજરીવાલ તરફથી એક અરજી દાખલ કરવામાં આવી હતી અને જેમાં માંગ કરવામાં આવી હતી કે તેમને 16 માર્ચે ED સમક્ષ હાજર ન થવું પડે. તેમના વકીલે ઘણી દલીલો કરી હતી પણ કોર્ટે બધી દલીલ ફગાવીને હાજર થવાનો આદેશ આપ્યો છે.

કેજરીવાલે દારૂની નીતિમાં કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર તેમને સમન્સ પાઠવવાના મેજિસ્ટ્રેટના આદેશને પડકાર્યો હતો.

કોર્ટે કહ્યું કે જો અરવિંદ કેજરીવાલ છૂટ ઈચ્છે છે તો તેમણે જારી કરેલા સમન્સમાં હાજર થવું પડશે. કેજરીવાલને કોર્ટના આદેશના પાલનમાં હાજર થવું પડશે. કોર્ટે કહ્યું હતું કે જો તે શારીરિક હાજર રહેવામાંથી છૂટ ઇચ્છે છે તો સંબંધિત કોર્ટ સમક્ષ એક વિનંતી કરી શકાય છે, જેના માટે તેમણે આવતીકાલે કોર્ટમાં હાજર થવું પડશે.

આ પણ વાંચો – ઇલેક્ટોરલ બોન્ડ ના યુનિક કોડ પર કેમ થઇ રહ્યો છે હંગામો? સુપ્રીમ કોર્ટે SBI પાસે કેમ માંગી તેની જાણકારી

કેજરીવાલે સમન્સને પડકાર્યો

અરવિંદ કેજરીવાલે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા તેમને જારી કરવામાં આવેલા સમન્સને પડકાર આપ્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને 16 માર્ચે કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું. કેજરીવાલે પોતાની અરજીમાં 16 માર્ચ માટે હાજર રહેવામાંથી મુક્તિ અને તેમના વકીલને રજૂઆત કરવાની મંજૂરી આપવાની માંગ કરી હતી. કેજરીવાલની અરજીનો ઈડી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

ઇડીનો વિરોધ

ઇડીએ ગુરુવારે કોર્ટમાં જારી કરવામાં આવેલા સમન્સ સામે અરવિંદ કેજરીવાલની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રીએ પોતે કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ 16 માર્ચે હાજર થશે. રાઉઝ એવન્યુ કોર્ટે ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી બે અલગ અલગ ફરિયાદો સામે કેજરીવાલની અરજી પર સુનાવણી કરી હતી. ઇડીએ આરોપ લગાવ્યો છે કે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં અનેક સમન્સ હોવા છતાં તેઓ તપાસ એજન્સી સમક્ષ હાજર થઇ રહ્યા નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ