બિહારમાં વંશવાદી નેતાઓની બોલબાલા, આરજેડીના 42 ટકા ધારાસભ્યો નેતાના પુત્ર, જેડીયુ, ભાજપ અને કોંગ્રેસની શું છે સ્થિતિ, જાણો

EXCLUSIVE : બિહાર ઘણા પ્રગતિશીલ આંદોલનોનો ગઢ છે, પરંતુ રાજકારણમાં ભાઇ-ભત્રીજાના મામલે પણ રાજ્ય આગળ છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર વર્તમાન 243 સભ્યોની વિધાનસભામાં વંશવાદી નેતાઓનું પ્રભુત્વ છે. 243 સભ્યોની વિધાનસભામાં વંશવાદી નેતાઓની સંખ્યા 70 એટલે કે 28.81 ટકા છે, જે કુલ સંખ્યાના એક ચતુર્થાંશ કરતા વધુ છે

Written by Ashish Goyal
Updated : October 23, 2025 18:54 IST
બિહારમાં વંશવાદી નેતાઓની બોલબાલા, આરજેડીના 42 ટકા ધારાસભ્યો નેતાના પુત્ર, જેડીયુ, ભાજપ અને કોંગ્રેસની શું છે સ્થિતિ, જાણો
બિહારમાં 243 સભ્યોની વિધાનસભામાં વંશવાદી નેતાઓની સંખ્યા 70 એટલે કે 28.81 ટકા છે (ફાઇલ ફોટો)

EXCLUSIVE : બિહાર ઘણા પ્રગતિશીલ આંદોલનોનો ગઢ છે, પરંતુ રાજકારણમાં ભાઇ-ભત્રીજાના મામલે પણ રાજ્ય આગળ છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર વર્તમાન 243 સભ્યોની વિધાનસભામાં વંશવાદી નેતાઓનું પ્રભુત્વ છે. 243 સભ્યોની વિધાનસભામાં વંશવાદી નેતાઓની સંખ્યા 70 એટલે કે 28.81 ટકા છે, જે કુલ સંખ્યાના એક ચતુર્થાંશ કરતા વધુ છે.

આરજેડીના 42 ટકા ધારાસભ્યો વંશવાદી

લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીના 71 ધારાસભ્યોમાંથી 30 વંશવાદી છે, એટલે કે આરજેડીના કુલ 42.25 ટકા ધારાસભ્યો વંશવાદી છે. જ્યારે જેડીયુના 44 ધારાસભ્યો છે, જેમાંથી 16 વંશવાદી છે, એટલે કે જેડીયુના 36.36 ટકા ધારાસભ્યો વંશવાદી છે. ભાજપના 80 માંથી 17 ધારાસભ્યો છે, એટલે કે 21.25 ટકા ધારાસભ્યો વંશવાદી છે. કોંગ્રેસના 17 ધારાસભ્યોમાંથી ચાર વંશવાદી ધારાસભ્યો છે.

નીતીશ કુમાર સહિત બિહારના 23 મુખ્યમંત્રીઓમાંથી ઓછામાં ઓછા સાત મુખ્યમંત્રીઓનો વારસો તેમના પરિવારના સભ્યો અને સંબંધીઓ દ્વારા આગળ વધાર્યો છે. જેમાં લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ (વિપક્ષના નેતા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી), તેજ પ્રતાપ યાદવ (પૂર્વ મંત્રી) અને કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીની પુત્રવધૂ દીપા માંઝીનો સમાવેશ થાય છે. આ યાદીમાં ભાજપના બે મંત્રી નીતીશ મિશ્રા અને અમરેન્દ્ર પ્રતાપ સિંહનો પણ સમાવેશ થાય છે, જે અનુક્રમે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા અને હરિહર સિંહના પુત્ર છે .

જેડીયુ-ભાજપ સરકારના વંશવાદી નેતાઓ

હાલની વિધાનસભામાં વંશવાદની રાજનીતિની યાદીમાં જેડીયુ-ભાજપ રાજ્ય સરકારના અન્ય સાત મંત્રીઓ પણ છે. જેમાં વિજય કુમાર ચૌધરી (જેડીયુ), નીતિન નવીન (ભાજપ), મહેશ્વર હઝારી (જેડીયુ), શીલા કુમારી (જેડીયુ), સુમિત કુમાર સિંહ (જેડીયુ), સુનીલ કુમાર (જેડીયુ) અને જયંત રાજ (જેડીયુ)નો સમાવેશ થાય છે. આ નેતાઓમાં લગભગ 57 ધારાસભ્યો બીજી પેઢીના છે અને ત્રણ ધારાસભ્યો ત્રીજી પેઢીના છે.

આ પણ વાંચો – પ્રશાંત કિશોરે અમિત શાહ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું – બીજેપીના દબાણમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી

ત્રીજી પેઢીના વંશવાદી નેતાઓ પણ વિધાનસભામાં છે. જેડીયુના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી સુમિત કુમાર સિંહના પિતા અને દાદા ધારાસભ્ય અને મંત્રી હતા. સુદર્શન કુમાર જેડીયુના ધારાસભ્ય છે અને તેમના માતા-પિતા અને દાદા ધારાસભ્ય હતા. આરજેડીના યુસુફ સલાહુદ્દીનના પિતા મહેબૂબ અલી કૈસર સાંસદ હતા અને દાદા ચૌધરી સલાહુદ્દીન મંત્રી હતા. માત્ર વિધાનસભા જ નહીં, પરંતુ વિધાન પરિષદ પણ વંશવાદની બોલબાલા છે, જ્યાં રાબડી દેવી સહિત કુલ 12 પ્રતિનિધિઓ છે.

સમ્રાટ ચૌધરીના પિતા પણ મોટા નેતા

નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સમ્રાટ ચૌધરી શકુની ચૌધરીના પુત્ર છે, જે સમતા પાર્ટીના સ્થાપકોમાંથી એક હતા. હિન્દુસ્તાની અવામ મોરચાના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીના પુત્ર સંતોષ કુમાર સુમન મંત્રી છે. આ ધારાસભ્યોમાં પૂર્વ મુખ્યમંત્રી ભાગવત ઝા આઝાદના પુત્ર રાજવર્ધન આઝાદ અને જેડીયુના મંત્રી અશોક ચૌધરી સામેલ છે, જે પૂર્વ મંત્રી મહાવીર ચૌધરીના પુત્ર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ