Exclusive | બોન્ડી બીચ હુમલો : સાજિદ અકરમ યુરોપિયન મહિલા સાથે નિકાહ કરવા હૈદરાબાદ આવ્યો હતો

Bondi Beach Attack : પરિવારની પૂછપરછ કરનારા તપાસકર્તાઓએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેઓ સહયોગ કરી રહ્યા છે અને 1998માં ઓસ્ટ્રેલિયા ગયા ત્યારથી સાજિદની હૈદરાબાદ મુલાકાતોની વિગતો શેર કરી છે

Bondi Beach Attack : પરિવારની પૂછપરછ કરનારા તપાસકર્તાઓએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેઓ સહયોગ કરી રહ્યા છે અને 1998માં ઓસ્ટ્રેલિયા ગયા ત્યારથી સાજિદની હૈદરાબાદ મુલાકાતોની વિગતો શેર કરી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Bondi Beach shooter house in Hyderabad

બોન્ડી બીચ પર ગોળીબાર કરનાર સાજિદનો પુત્ર નવીદ અકરમ અને હૈદરાબાદના ટોલીચૌકી વિસ્તારમાં બે માળનું ઘર (Source: Special Arrangement)

Bondi Beach Attack : બોન્ડી બીચ પર ગોળીબાર કરનાર સાજિદ અકરમ 2001માં નિકાહ કરવા માટે તેની યુરોપિયન મૂળની પત્નીને હૈદરાબાદ લાવ્યો હતો. આતંકવાદી હુમલાના સહ-આરોપી પુત્ર નવીદ અકરમને 2004-05ની આસપાસ તેના માતાપિતા સાથે પરિચય કરાવવા માટે લાવ્યો હતો. ધ ઇન્ડિયન એક્સપ્રેસને નજીકના સંબંધીઓની પૂછપરછ કરનારા તપાસકર્તાઓ સાથેની વાતચીતના આધારે આ માહિતી મળી છે.

Advertisment

સિડનીમાં હનુક્કા ઉજવણી દરમિયાન થયેલા આતંકી હુમલામાં 15 લોકોના મોત થયા બાદ પોલીસે બંદૂકધારીઓની ઓળખ સાજિદ (50) અને તેના પુત્ર નવીદ (24) તરીકે કરી છે. સાજિદ 1998 માં ઓસ્ટ્રેલિયા ગયો હતો, ત્યારે બાદમાં નવીદનો જન્મ ત્યાં થયો હતો.

અમને અત્યાર સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી - અધિકારી

તેલંગાણાના ઇન્ટેલિજન્સ અધિકારીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે સાજિદના પરિવારની પૂછપરછ કરવી પડી કારણ કે અમને જાણવાની જરૂર હતી કે શું તેમને હુમલા વિશે કોઈ શંકા હતી. તેઓએ સહયોગ આપ્યો હતો. અમને અત્યાર સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.

અધિકારીએ કહ્યું કે તેઓ (સાજિદ) આવું કંઈક કરી શકે છે તે જાણીને ચોંકી ગયા. તેમણે તરત જ અમને તેની હૈદરાબાદ મુલાકાતો વિશે જે કંઈ જાણ્યું હતું તે બધું કહ્યું હતું.

Advertisment

ભારતીય પાસપોર્ટ ધરાવતો સાજિદ કોમર્સમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કર્યા પછી રોજગારની શોધમાં ઓસ્ટ્રેલિયા ગયો હતો. ત્યાં તેણે યુરોપિયન મૂળની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો - નવીદ અને એક પુત્રી છે.

2001માં નિહાક માટે હૈદરાબાદ આવ્યો હતો

ઇન્ટેલિજન્સ અધિકારીએ જણાવ્યું હતું કે 2001માં તે તેની પત્નીને તેના માતાપિતા સાથે પરિચય કરાવવા હૈદરાબાદ આવ્યો હતો. તેમણે અહીં નિકાહ કર્યા હતા. એક ઇન્ટેલિજન્સ સૂત્રએ જણાવ્યું કે 2004-05 માં તે નવીદ સાથે ટોલીચોકી સ્થિત ઘરે ગયો હતો. તે ઇચ્છતો હતો કે તેના માતાપિતા તેના પુત્રને મળે. સાજિદના પિતાનું 2009માં અવસાન થયું હતું.

ઇન્ટેલિજન્સ અધિકારીએ જણાવ્યું હતું કે 2012 અને 2016માં તે પૈતૃક મિલકતમાં પોતાનો હિસ્સો વેચવા માટે હૈદરાબાદ આવ્યો હતો . ટોલીચોકીમાં તેના ભાઈના ઘર સિવાય તેની પાસે રહેવા માટે કોઈ ઘર નથી.

આ પણ વાંચો - એક હુમલાખોરે ભારતીય પાસપોર્ટ પર કરી હતી ફિલિપાઇન્સની યાત્રા

તેલંગાણાના ડીજીપી બી શિવધર રેડ્ડીએ મંગળવારે એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતમાં સાજિદના રોકાણ દરમિયાન તેના નામે કોઈ પણ પ્રકારનો પ્રતિકૂળ રેકોર્ડ નથી. એક ઇન્ટેલિજન્સ સૂત્રએ દાવો કર્યો હતો કે સાજિદ અને તેનો પુત્ર ઓસ્ટ્રેલિયામાં કટ્ટરપંથી બન્યા હોવાનું માનવામાં આવે છે.

તેલંગાણાના ઇન્ટેલિજન્સ અધિકારીઓ માટે એક રહસ્ય એ છે કે સાજિદને ક્યારેય ઓસ્ટ્રેલિયન નાગરિકતા કેમ ન મળી. ઇન્ટેલિજન્સ સૂત્રએ કહ્યું કે તેના પરિવારે કહ્યું કે તેણે નાગરિકતા માટે અરજી કરી હતી પરંતુ તેને ક્યારેય મળી નહીં. અમે હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી.

હૈદરાબાદના ટોલીચૌકીમાં પરિવારનું બે માળનું ઘર હાલ આકર્ષણ બની ગયું છે, બુધવારે ફરીથી ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી. સાજિદનો મોટો ભાઈ, જે એક જનરલ ફિઝિશિયન છે તે 2002 થી આ ઘરમાં રહે છે.

આતંકી હુમલો તેલંગાણા આતંકવાદી ઓસ્ટ્રેલિયા india દેશ