Explained: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ચૂંટણી જીત્યા છે અને તે આગામી રાષ્ટ્રપતિ બનશે. આ દરમિયાન એક મહત્વનો સવાલ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષ સાથે જોડાયેલો છે. હવે ટ્રમ્પ સરકારની ભૂમિકા શું હશે? તે જોવું મહત્વપૂર્ણ રહેશે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પની ફરી વાપસીને આવકારવામાં વિલંબ કર્યો ન હતો અને કહ્યું હતું કે આ ઈતિહાસનું સૌથી મોટી વાપસી છે. આ ઉપરાંત ઇઝરાયેલના અલગ અલગ મંત્રીઓ પણ ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
ફોન પર સૌથી પહેલા વાત કરનારામાં એક છે ઇઝરાયેલના પીએમ
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ એ પહેલા લોકોમાંના એક હતા જેમણે જીત પછી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોલ પર વાત કરી હતી. આ વાત તેમની ઓફિસે એક નિવેદનમાં કહી છે. જેમાં લખ્યું છે કે વાતચીત ઉષ્માપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ હતી અને બંને ઇઝરાયેલની સુરક્ષા માટે સાથે મળીને કામ કરવા સહમતિ વ્યક્ત કરી અને ઇરાનના ખતરા અંગે પણ ચર્ચા કરી હતી.
કમર્શિયલ ટીવી ચેનલ 12 દ્વારા પ્રકાશિત ચૂંટણી પછીના પોલ અનુસાર ઇઝરાયેલના 67 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ ટ્રમ્પની જીતથી ખુશ છે. આ ભાવના રસ્તાઓ ઉપર પણ સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. જેરૂસલેમના એક રાહદારીએ ડીડબ્લ્યુ સાથે વાત કરતા કહ્યું હતું કે અમને આશા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમારા દેશ માટે, અમેરિકા માટે પણ એક મહાન કાર્ય કરશે. પરંતુ મુખ્યત્વે તેઓએ ઘણા બધા વચનો આપ્યા છે અને જો તેઓ તેમાંથી અડધા વચનો પણ પૂરા કરીસ શકે તો તેમની પાસે કહેવા માટે કોઈ શબ્દો નહીં હોય. જોકે ટ્રમ્પની વાપસી નેતન્યાહૂની સરકારના કેટલાક ટીકાકારો માટે સારા સમાચાર નથી.
ઇઝરાયેલી થિંક ટેન્ક ઓફેકના સહ-સ્થાપક યેહુદા શોલે જણાવ્યું હતું કે મને લાગે છે કે આજે આપણી પાસે જે પ્રકારની ઇઝરાયેલ સરકાર છે, આ દેશના ઇતિહાસની સૌથી ઉગ્રવાદી સરકાર છે, ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં એન્ટ્રી તેમના માટે યુએસની લોટરી જીતવા જેવું છે.
ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં ઇઝરાયેલ પ્રત્યેનું વલણ કેવું હતું?
પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના સમર્થનમાં અનેક વિવાદાસ્પદ નીતિગત પગલાં ભર્યા હતા. વર્ષ 2017માં તેમણે જેરૂસલેમને ઇઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપી હતી અને તેલ અવીવથી ત્યાં અમેરિકી દૂતાવાસ ખસેડ્યું હતું. તે એક મોટું પગલું હતું કારણ કે આ કે આ કદમથી દાયકાઓની અમેરિકાની નીતિ અને આંતરરાષ્ટ્રીય અભિપ્રાય પલટી ગયા હતા. તેમણે કબજા હેઠળના ગોલન હાઇટ્સ પર ઇઝરાયેલના સાર્વભૌમત્વને પણ માન્યતા આપી હતી, જેને ઇઝરાયેલે 1967ના યુદ્ધ દરમિયાન સીરિયામાંથી કબજે કર્યો હતો અને 1981માં ગેરકાયદેસર રીતે ભેળવી દીધો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પને અબ્રાહમ સમજુતીના સર્જક પણ માનવામાં આવે છે. આ સમજૂતીઓની એક શ્રૃંખલા છે જેણે કેટલાક આરબ દેશો સાથેના સંબંધોને સામાન્ય બનાવ્યા હતા પરંતુ પેલેસ્ટાઇન-ઇઝરાયેલ સંઘર્ષના કોઈ પણ સમધાનને નજર અંદાજ કર્યું હતું. કેટલાક વિશ્લેષકો માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળમાં ઇઝરાયેલ અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવા માટે દબાણ કરી શકે છે.
આ પણ વાંચો – ગુજરાતી પરિવારમાં જન્મેલા કાશ પટેલ બની શકે છે CIA ના નવા ચીફ?
તે ડીલ ઓફ ધ સેન્ચ્યુરીને ફરીથી અમલમાં મુકવાનો પ્રયાસ પણ કરી શકે છે. જેને લઇને બે પક્ષ છે. એક આ મધ્ય પૂર્વમાં શાંતિ માટેનો પ્રયાસ છે અને બીજું આ સમજૂતી લાખો પેલેસ્ટીનીઓના અધિકારો છીનવી લેવા અને તેમની જમીન પર કબજાને માન્યતા આપવા માટે લાવવામાં આવ્યા હતા.
આજની સ્થિતિમાં ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચેના સંબંધો કેવા છે?
નેતન્યાહૂ અને ટ્રમ્પ વચ્ચેના સંબંધો તાજેતરના વર્ષોમાં ઠંડા થયા છે. જ્યારે ટ્રમ્પ 2020ની ચૂંટણી હારી ગયા હતા ત્યારે તેઓ નારાજ જોવા મળ્યા હતા જ્યારે નેતન્યાહૂએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનને રાષ્ટ્રપતિ પદ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસની આગેવાની હેઠળના આતંકવાદી હુમલા પછી ટ્રમ્પે તૈયારી વિના નેતન્યાહૂની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે જો તેઓ હજુ પણ રાષ્ટ્રપતિ હોત તો આવું ન થાત.
કેટલાક વિશ્લેષકોએ નેતન્યાહૂના ટ્રમ્પ સાથેના સંબંધોને જટિલ ગણાવ્યા છે, જેને અપ્રત્યાશિત બતાવવામાં આવે છે. ન્યૂયોર્કમાં ઇઝરાયેલના ભૂતપૂર્વ રાજદ્વારી એલન પિનકસે જણાવ્યું હતું કે મને લાગે છે કે તે ટ્રમ્પથી કંઈક અંશે ડરેલાછે. તેમને લાગે છે કે તેઓ તેમને પોતાના હિસાબથી અનુકૂળ કરી શકે છે, પરંતુ તેમને ડર છે કે જો તેઓ તેમના પર નજર રાખશે તો ટ્રમ્પ ખૂબ ગુસ્સે થઈ શકે છે. જ્યારે બિડેને કોઈ કારણોસર તેમના પર ક્યારેય દબાણ કર્યું ન હતું, તેમની ચાલાકી ક્યારેય રોકી ન હતી.
શું ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષ હવે ઉકેલાશે?
મધ્ય પૂર્વની પરિસ્થિતિ પર ચોક્કસપણે આગામી યુ.એસ. વહીવટીતંત્રને ધ્યાન આપવાની જરૂર રહેશે. ટ્રમ્પે આ ક્ષેત્ર માટે કોઈ મોટી નીતિગત યોજના રજૂ કરી નથી, સિવાય કે તેમણે દાવો કર્યો છે કે તેઓ ગાઝા અને લેબેનોનમાં યુદ્ધોનો અંત લાવશે, પરંતુ તેમણે તે કેવી રીતે કરશે તે જણાવ્યું નથી. જોકે એવું માનવામાં આવે છે કે નેતન્યાહૂ ખુશ છે કારણ કે તેમને લાગે છે કે ટ્રમ્પ આ મુદ્દે તેમના પર દબાણ નહીં કરે.





