Dhanteras General Knowledge Questions and Answers: ધનતેરસના અવસર પર સોનાની ખરીદીનો રિવાજ ઘણો જૂનો છે. લોકોને ચાંદી ખરીદવી પણ ગમે છે, પરંતુ સોનાને લઈને ઉત્સાહ અલગ છે. સોનાના ભાવનો ઇતિહાસ શું છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે સોનું કેવી રીતે બને છે, ક્યારેય વિચાર્યું છે કે સોનાની પહેલી ખાણ ક્યારે મળી આવી હતી? આજે ધનતેરસના દિવસે આવા જ કેટલાક રસપ્રદ સવાલોના જવાબ જાણીએ.
કેવી રીતે બને છે સોનું?
સોનું બનવાને લઇને એક થિયરી કહે છે કે જ્યારે પણ તીવ્ર ધરતીકંપો આવે છે ત્યારે પૃથ્વીના ક્રસ્ટમાં નાના ખાડાઓ રચાય છે. તે ખાડાઓ સોના અને સિલિકેટ મિનરલ્સના પ્રવાહીથી ભરાઇ જાય છે. પછી એ જ પ્રવાહીમાંથી સોનું બને છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 20 કરોડ વર્ષ પહેલા ધરતી પર ક્ષુદ્ર ગ્રહોનો બોમ્બમારો થયો હતો. તે જેવા ધરતી સાથે ટકરાતા ત્યારે જ તેના નાના-નાના ટુકડા થઇ જતા હતા. એવું માનવામાં આવે છે કે તેનાથી સોનાનો જન્મ થયો હતો. સોનાની એક ખાસ વાત એ છે કે તેની ચમક ક્યારેય જતી નથી.
સોનું એક એવી ધાતુ છે જે કુદરતી રીતે સોનેરી રંગની હોય છે. જો સોનામાં કોઈ પણ પ્રકારની ભેળસેળ હશે તો તે એક રીતે સફેદ થઈ જશે. સોના જેવી ધાતુ પર ઓક્સિજનની અસર થતી ન હોવાથી તે તેની અસર સામે પ્રતિક્રિયા આપતી નથી. આ કારણે તેની ચમક અકબંધ રહે છે.
સોનાનો ઈતિહાસ શું છે?
પ્રાચીન કાળથી સોનાને લઈને અનેક વાતો ચાલી રહી છે. એક કહાની કહે છે કે સેંકડો વર્ષો પહેલા એક બાળકે નદીમાં એક ચળકતો ખડક જોયો હતો. એવું માનવામાં આવે છે કે આ પહેલીવાર છે જ્યારે કોઈ વ્યક્તિએ તેની આંખોથી સોનાની ધાતુ જોઈ હોય. તો બીજી તરફ વૈજ્ઞાનિક ઈતિહાસ કહે છે કે અંતરિક્ષના માધ્યમથી પૃથ્વી પર સોનું પહોંચ્યું હતું.
આ પણ વાંચો – ગુજરાતનું એક માત્ર કુબેર ભંડારી મંદિર, જ્યાં ધનતેરસ અને દિવાળી પર ભક્તોનું આવે છે ઘોડાપૂર
હવે પ્રાચીન કાળથી ઘણી વસ્તુઓમાં સોનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ક્યાંકને ક્યાંક તમે તેનો ચલણ તરીકે ઉપયોગ થતો જોશો, જ્યારે 16મી સદીમાં યુરોપમાં જમ્યા બાદ સોનાના પાનથી ઢંકાયેલી કેન્ડી ખાવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. એ જ રીતે હડપ્પીય સંસ્કૃતિ દરમિયાન દક્ષિણ ભારતમાં પણ સોના જેવી ધાતુનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારે પહેલી વખત સોના દ્વારા દાગીના બનાવવામાં આવતા હતા. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સોનાની ખાણને કેવી રીતે ઓળખવી તે વિશે પણ વાત કરવામાં આવી છે.
સોનાની પહેલી ખાણ ક્યાંથી મળી?
1885માં ઓસ્ટ્રેલિયન મજૂર દ્વારા સોનાની પ્રથમ ખાણની શોધ કરવામાં આવી હતી. આ કામદારનું નામ જ્યોર્જ હેરિસન હતું. તે દક્ષિણ આફ્રિકાના જોહાનિબર્ગમાં એક ઘર ખોદી રહ્યો હતો. કહેવાય છે કે તે ખોદકામ દરમિયાન ત્યાં સોનાની એક ખાણ મળી આવી હતી. એક કહાની એવી પણ પ્રચલિત છે કે રોમના રાજા જુલિયસ સીઝરે ગોલનું યુદ્ધ જીત્યા બાદ પોતાના સૈનિકોને 200 સોનાના સિક્કા વહેંચ્યા હતા.
કયા દેશ પાસે છે કેટલું સોનું?
સોનાનો ભંડાર કોઈ પણ દેશની લાઇફલાઇન હોય છે. જ્યારે પણ સંકટને દૂર કરવાની જરૂર પડે છે ત્યારે સોનું હંમેશા કામમાં આવે છે. આવી સ્થિતિમાં એક પ્રશ્ન ચોક્કસપણે મનમાં આવે છે કે કયા દેશ પાસે કેટલું સોનું છે.
દેશ કેટલું સોનું (ટનમાં) અમેરિકા 8133 જર્મની 3352 ઇટાલી 2452 ફ્રાન્સ 2437 રશિયા 2336 ચીન 2264 જાપાન 846 ભારત 841 નેધરલેન્ડ્સ 612 તુર્કી 585