Express Adda : 'ઇન્ટરનેટ પર હસવા માટે કંઈક તો હોવું જોઈએ', સેમ ઓલ્ટમેન ડારિયો અમોદેઇ સાથે હાથ ના મિલાવવા પર આપી સ્પષ્ટતા

OpenAI CEO Sam Altman Interview at Express Adda : ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને એક્સપ્રેસ અડ્ડામાં ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કા સાથે ખાસ વાતચીત કરી

OpenAI CEO Sam Altman Interview at Express Adda : ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને એક્સપ્રેસ અડ્ડામાં ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કા સાથે ખાસ વાતચીત કરી

author-image
Ashish Goyal
New Update
Sam Altman at Express Adda

OpenAI ના સીઈઓ સેમ ઓલ્ટમેન નવી દિલ્હીમાં એક્સપ્રેસ અડ્ડા ખાતે ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કા સાથે વાતચીત કરી Photograph: (Express)

OpenAI CEO Sam Altman at Express Adda Updates :  OpenAI ના સીઈઓ સેમ ઓલ્ટમેન નવી દિલ્હીમાં એક્સપ્રેસ અડ્ડામાં ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કા સાથે ખાસ વાતચીત કરી હતી. સેમ ઓલ્ટમેને કહ્યું કે રોજગાર પર એઆઈના પ્રભાવનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. તેમણે કહ્યું કે મને ટેકનોલોજીનો ઇતિહાસ વાંચવાનું પસંદ છે. ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન લોકો નોકરીઓ વિશે ખૂબ ચિંતિત હતા અને તેમનું અનુમાન સંપૂર્ણપણે ખોટું હતું. આ પરિવર્તન એટલું ઝડપી નહીં હોય જેટલું સમાજમાં કેટલાક અંદાજ લગાવી રહ્યા છે. પરંતુ આખરે લોકો નવી વસ્તુઓ શોધી કાઢશે.

Advertisment

સેમ ઓલ્ટમેને ડારિયો અમોડેઇ સાથેની વિચિત્ર ઘટના પર કહ્યું કે ઇન્ટરનેટ પર હસવા માટે કંઈકને કંઇક હોવું જોઈએ. તે એક અજીબ પ્રકારની  નાની દુનિયા છે પરંતુ વ્યવસાયિક રીતે ખૂબ જ સ્પર્ધાત્મક છે. તેમાં વધુ કંઇ ઉમેરવાની જરૂર નથી.  દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી ઈન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026ના મંચ પર સેમ ઓલ્ટમેન અને એન્થ્રોપિકના ડારિયો અમોદેઇ હતા. આ કાર્યક્રમમાં જ્યારે દરેકને એકતા દર્શાવવા માટે હાથ પકડવાની વિનંતી કરવામાં આવી ત્યારે બંનેએ ખચકાટ અનુભવ્યો હતો અને હાથ મિલાવવાને બદલે હવામાં મુઠ્ઠી લહેરાવી હતી.

સેમ ઓલ્ટમેને એલન મસ્કના વખાણ કર્યા

એલન મસ્ક વિશે વાત કરતા સેમ ઓલ્ટમેને કહ્યું કે મસ્ક ભૌતિક એન્જિનિયરિંગમાં ખૂબ જ કુશળ છે અને લોકોને તેમના કામમાં અવિશ્વસનીય રીતે સારું કરવા માટે પ્રેરિત કરવામાં પારંગત છે.

એઆઈ મનોવિકાર પર ઓલ્ટમેને કહ્યું કે વિશ્વમાં કેટલાક લોકો એવા હશે જેમને  એઆઈ સાથે પ્રેમ થઇ જશે, જે વિશ્વની એક નાની ટકાવારી હશે. સમાજના અંત વિશે સનસનાટીભર્યા લેખો લખવામાં આવશે પરંતુ લગભગ દરેક માટે, માનવીય સંબંધ સૌથી મૂલ્યવાન વસ્તુઓમાંથી એક રહેશે.

Advertisment

સેમ ઓલ્ટમેન ચેટજીપીટીને કયો સવાલ ક્યારેય પૂછશે નહીં. તે પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું કે હું ચેટજીપીટીને ક્યારેય ખુશ રહેવાની રીત પુછીશ નહીં. થેરેપી અને જીવન સંબંધી સલાહ જેવી બાબતો માટે સારું હોઈ શકે છે, પરંતુ જીવન ફિલસૂફી માટે નહીં.

આ પણ વાંચો - હિમાચલ પ્રદેશમાં ફરવા જઇ રહ્યા છો તો તમારા માટે મહત્વના સમાચાર, જાણો શું આવ્યો નવો નિયમ

ઓલ્ટમેન કદાચ આજના સૌથી પ્રભાવશાળી ટેકનોલોજી નેતાઓમાંના એક છે, જેમણે એક નવી ડિજિટલ ક્રાંતિ લાવવામાં મદદ કરી છે અને વિશ્વને ભવિષ્ય કેવું દેખાશે તેની ઝલક આપી છે. તેમણે 2015 માં આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ (AGI) ને અનુસરવા માટે OpenAI ની સહ-સ્થાપના કરી હતી, જે ટેકનોલોજીકલ પરિપક્વતાની એક એવી સ્થિતિ છે જેમાં મશીનો માનવી કરી શકે તે દરેક કાર્ય વધુ ચોકસાઇ, કાર્યક્ષમતા અને ઝડપ સાથે કરવા સક્ષમ બને છે.

એઆઈમાં આવ્યા ફેરફારો

એઆઈમાં આવેલા ફેરફાર પર ઓલ્ટમેને કહ્યું કેએક વર્ષ પહેલા એઆઈ હાઇ સ્કૂલ-સ્તરના ગણિતને હલ કરવામાં સક્ષમ હતું અને લોકો તેના પર વિશ્વાસ કરી શકતા ન હતા. તેના થોડા વર્ષો પહેલાં સુધી એઆઈ પ્રાથમિક સ્તરના ગણિતને પણ હલ કરી શક્યું ન હતું. ગયા અઠવાડિયે સંશોધકોએ પ્રથમ પુરાવા બહાર પાડ્યા અને અમારા નવીનતમ એઆઈએ તે સાત પ્રશ્નોને યોગ્ય રીતે હલ કર્યા. ભૌતિકશાસ્ત્રમાં પણ આવું જ થયું છે. તે એક વર્ષમાં એક અદ્ભુત પરિવર્તન છે. 

ભારતમાં ChatGPTનો ઉપયોગ

ભારત ચેટજીપીટીના સૌથી વધુ વપરાશકર્તાઓ ધરાવતા દેશોમાંથી એક તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. OpenAI એ OpenAI સિગ્નલ્સ નામની નવી જાહેર ડેટા પહેલ હેઠળ ખુલાસો કર્યો છે કે ભારતમાં વપરાશકર્તાઓ માત્ર સામાન્ય પ્રશ્નો માટે જ નહીં પરંતુ કોડિંગ, ડેટા વિશ્લેષણ, શીખવા વગેરે જેવા ઘણા કાર્યો માટે પણ ચેટજીપીટીનો ઉપયોગ કરી રહ્યા છે. આ બધું વૈશ્વિક એવરેજ કરતા ઘણા ઊંચા દરે થઈ રહ્યું છે.

AI એક્સપ્રેસ અડ્ડા દિલ્હી