Pakistan Economic Crisis | 370 હટાવ્યા બાદ PoK ના લોકો જમ્મુ-કાશ્મીર સાથે કરે છે પોતાની તુલના : વિદેશ મંત્રી જયશંકર

PoK Violence and Pakistan economic crisis : પાકિસ્તાન આર્થિક સંકટ બાદ પીઓકે માં હિસા અને વિરોધ પ્રદર્શન પર વિદેશમંત્રી એસ જયશંકરે નિવેદન આપી કહ્યું, 370 કલમ હટ્યા બાદ પીઓકેના લોકો જમ્મુ કાશ્મીર સાથે પોતાની તુલના કરે છે.

PoK Violence and Pakistan economic crisis : પાકિસ્તાન આર્થિક સંકટ બાદ પીઓકે માં હિસા અને વિરોધ પ્રદર્શન પર વિદેશમંત્રી એસ જયશંકરે નિવેદન આપી કહ્યું, 370 કલમ હટ્યા બાદ પીઓકેના લોકો જમ્મુ કાશ્મીર સાથે પોતાની તુલના કરે છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
india canada news, india canada conflict, ભારત કેનેડા સંબંધ

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર. (Express Photo)

Pakistan Economic Crisis : પાકિસ્તાન આર્થિક સંકટ વચ્ચે હાલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં જમીન પર સ્થિતિ તંગ છે, લોકો મોંઘવારી અને વીજળીને લઈને રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઘણી જગ્યાએ ભારતીય ત્રિરંગો પણ દિવાલ પર લગાવવામાં આવ્યો છે. હવે આ માહોલ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રીએ આ હંગામા પર વિગતવાર વાત કરી છે.

Advertisment

PoK પર જયશંકરનો મોટો દાવો

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, આ મુદ્દાનું વિશ્લેષણ જટિલ લાગે છે, પરંતુ મને કોઈ શંકા નથી કે, પીઓકેના લોકો ચોક્કસપણે જમ્મુ-કાશ્મીરમાં રહેતા લોકોના જીવન સાથે પોતાની તુલના કરશે. તેઓએ પણ જોયું જ હશે કે, જમ્મુ-કાશ્મીરમાં કેટલી પ્રગતિ થઈ રહી છે, તેઓએ અનુભવ્યું જ હશે કે, તેમની સાથે કેટલું ખરાબ વર્તન કરવામાં આવે છે, તેમની સાથે કેટલો ભેદભાવ કરવામાં આવે છે. તેઓ કબ્જા હેઠળ જીવવા માટે મજબૂર છે.

કલમ 370નો ઉલ્લેખ અને પાકિસ્તાન પર નિશાન

આ પછી, એસ જયશંકરે બેફામપણે કહ્યું કે, PoK હંમેશાથી ભારતનો અભિન્ન હિસ્સો રહ્યો છે, જ્યારથી કલમ 370 દૂર કરવામાં આવી છે, ત્યારથી આ મુદ્દા પર વધુ ચર્ચા થવા લાગી છે. ઈતિહાસની કેટલીક ઘટનાઓને યાદ કરતાં વિદેશ મંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, 1990 ના દાયકામાં પશ્ચિમી દેશોના દબાણમાં POK ને લઈને સંસદમાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ આટલા લાંબા સમય સુધી કલમ 370 ના અસ્તિત્વને કારણે અલગતાવાદ અને આતંકવાદમાં વધારો થયો છે.

પાકિસ્તાનમાં ખરાબ સ્થિતિ

જો પીઓકેની વાત કરીએ તો, આવનારી ચૂંટણીમાં ભાજપ માટે તે ચોક્કસપણે મોટો મુદ્દો બની ગયો છે. થોડા દિવસો પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ કહ્યું હતું કે થોડા સમય પછી PoK પોતે ભારતમાં જોડાઈ જશે, તે ભારતનો એક ભાગ છે.

Advertisment

આમ પણ, જ્યારથી પીઓકેમાં વિરોધ ઉગ્ર બન્યો છે, ત્યારથી પાકિસ્તાન સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને ત્યાંની સરકાર માટે પરિસ્થિતિને નિયંત્રિત કરવી મુશ્કેલ બની રહી છે.

આ પણ વાંચો - Pakistan Economic Crisis | પાકિસ્તાન આર્થિક સંકટ : કેમ PoK ઉકળી રહ્યું? હિંસક પ્રદર્શન, 90 થી વધુ ઘાયલ

વધુમાં, વધતી જતી મોંઘવારી અને દેવાની જાળને કારણે પણ જમીન પર સ્થિતિ વધુ ખરાબ થઈ છે. તમામ મોટી એજન્સીઓ એવી આશંકા વ્યક્ત કરી રહી છે કે, પાકિસ્તાનમાં દેવાળિયુ ફૂકાઈ શકે છે, તેથી જ ત્યાંની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.

india ગુજરાતી ન્યૂઝ દેશ પાકિસ્તાન વિશ્વ