Facebook Instagram : ટ્વિટર બાદ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ લાવી શકે છે બ્લુ ટિક, યુઝર્સ પાસેથી વસૂલશે ચાર્જ

Facebook Instagram : એલોન મસ્કના (elon musk) ટ્વિટરની (Twitter) જેમ હવે હવે ફેસબુક (Facebook) અને ઇન્સ્ટાગ્રામની (Instagram) માલિકીની કંપની મેટા ઇન્ક (Meta Inc) પણ બ્લુ ટિક વેરિફિકેશન (blue tick verification)શરૂ કરવાની અને ચાર્જ (blue tick charge) વસૂલવાની યોજના બનાવી રહી હોવાના અહેવાલ આવ્યા છે. વાંચો વિગતવાર

Written by Ajay Saroya
February 19, 2023 15:17 IST
Facebook Instagram : ટ્વિટર બાદ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ લાવી શકે છે બ્લુ ટિક, યુઝર્સ પાસેથી વસૂલશે ચાર્જ

ટ્વિટર બાદ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે પણ ગમે ત્યારે માઠા સમાચાર આવી શકે છે. એલોન મસ્કે માઇક્રો બ્લોલિંગ સાઇટ ટ્વિટરને ટેકઓવર કર્યા બાદ તેના બ્લુ ટીક વેરિફિકેશન માટે યુઝર્સ પાસેથી ચાર્જ વસૂલવાની શરૂઆત કરી દીધી છે, ત્યારે હવે એવા સમાચાર મળી રહ્યા છે કે મેટા ઇન્ક એટલે કે ફેસબુકની માલિકીની કંપની પણ આવી વિચારણા કરી રહી છે. તમે બરાબર વાંચી રહ્યા છો. આગામી સમયમાં ટ્વિટરની જેમ Facebook અને Instagram પર બ્લુ ટિક મેળવવા માટે યુઝર્સે ચાર્જ ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

સ્ક્રીનશોટ વાયરલ થયો!

TechDroider એ કથિત મેટા હેલ્પ સેન્ટર પેજ પરથી કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા છે. તેઓ ટ્વિટર બ્લુ ટીકની જેમ મેટા-વેરિફાઈડ મેમ્બરશિપના સંકેત આપે છે. તેની મેમ્બરશિપ લઈને, વપરાશકર્તાઓ તેમની પ્રોફાઇલ માટે એક વેરિફિકેશન બેઝ મેળવી શકે છે. પેજ ઉપર આપેલી જાણકારી અનુસાર મેટા વેરિફાઈડનો બ્લુ ચેક પેજ માત્ર પ્રોફાઈલ માટે રિડિમ કરવા યોગ્ય હશે. જો કે, પેજ હાલની ચેનલ પર આધાર રાખવાનું ચાલુ રાખશે, જ્યાં ક્રિયેટરો, પબ્લિક પર્સનાલિટીઝ, સેલિબ્રિટી અથવા ગ્લોબલ બ્રાન્ડને વેરિફિકેશન ફોર્મ ભર્યા બાદ વેરિફિકેશન બેઝ આપવામાં આવે છે.

હાલ સત્તાવાર ઘોષણા બાકી

સૌથી રસપ્રદ વાત એ છે કે તે જ પેજમાં “મેટા વેરિફાઈડ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતાના માપદંડ” લિંક પર ક્લિક કરવાથી, તમને ઓટોમેટિક એક પેજ પર લઇ મોકલવામાં આવશે. આવું એટલા માટે પણ બનતું હોય કારણ કે આ પેજ અમારા સ્પેજમાં અનુપલબ્ધ છે. જો કે, હજી સુધી META વેરિફાઇડ જેવી કોઇ બાબત નથી અને એવી પણ શક્યતા હોઇ શકે કે META તેની તૈયારી કરી રહ્યું હોય. મેટાએ હજુ સુધી તેના પ્લેટફોર્મ પર ચાર્જ લઈને બ્લુ ટિક આપવા અંગે સત્તાવાર રીતે કોઈ સંકેત આપ્યા નથી. અત્યારે કોઈને એ પણ ખબર નથી કે મેટા વેરિફાઈડ સબસ્ક્રિપ્શનમાં બ્લુ ટિક સિવાય બીજું શું સામેલ હશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ