/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Samosa-Jalebi-Warning-Sign-Fact-Check.jpg)
Samosa Jalebi Warning Sign Fact Check : સમોસા જલેબી જેવી વાનગીઓ માટે હેલ્થ વોર્નિંગ બોર્ડ લગાડવાના સમાચાર વાયરલ થયા હતા. (Photo: Freepik)
Fact Check Samosa Jalebi Warning Sign : જલેબી સમોચા કચોરી જેવી વાનગીઓ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે? તાજેતરમાં સોશિયલ મીડિયા એક સમાચાર વાયરલ થયા હતા જેમા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, કેન્દ્ર સરકાર સિગારેટ જેમ સમોસા જલેબી જેવી વાનગીઓ માટે પણ વોર્નિંગ બોર્ડ એટલે કે ચેતવણી બોર્ડ લાગુ કરશે. મતલબ કે સમોસા જબેલીમાં કેટલું તેલ, ખાંડ, કેલેરી છે જેવી વિગતો દર્શાવવી પડશે. આ સમાચાર વાંચી લોકો મૂંઝવણમાં મૂકાયા હતા. આ વાયરલ સમાચારમાં કેટલી હકીકત છે? ચાલો જાણીયે
સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી
સોશિયલ મીડિયામાં વાયરલ સમાચાર અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી કે આ સમાચાર ખોટા અને ભ્રામક છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં જણાવાયું છે કે, તેલ અને ખાંડ માટે વોર્નિંગ લેવલ લગાવા માટે જારી કરાયેલી સલાહ, સ્વાસ્થ્યપ્રદ આહાર સંબંધિત ટેવોને પ્રોત્સાહન આપવાની એક પહેલ છે. આ ચેતવણી બોર્ડ વિવિધ ખાદ્ય ચીજોમાં રહેલી ચરબી અને વધારાની ખાંડ અંગે ચેતવણી આપવા માટે છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, એડવાઇઝરીમાં અમુક ખાસ ચીજો પર 'વોર્નિંગ લેબલ' લગાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો નથી.
#HealthForAll
Advisory issued by Union Health Ministry to display Oil and Sugar Boards in workplaces is an initiative to promote healthier dietary habits
These Boards serve as behavioural nudges regarding hidden fats and excess sugar in various food products
The Advisory does… pic.twitter.com/UleZY8eGVj— Ministry of Health (@MoHFW_INDIA) July 15, 2025
PIB એ ફેક્ટ ચેકમાં શું કહ્યું ?
Media reports have claimed that @MoHFW_INDIA has directed all central government institutions to issue Warning Labels on food products such as samosa, jalebi and laddoo.#PIBFactCheck
❌ This claim is Fake
✅ The Advisory does not direct carrying of Warning Labels on certain… pic.twitter.com/0OLwpwLi9H— PIB Fact Check (@PIBFactCheck) July 16, 2025
સમોસા અને જબેલી વિશેના વાયરલ સમાચાર વિશે પીઆઈબી એ ફેક્ટ ચેક કર્યું. PIB એ પોતાના X એકાઉન્ટ પર લખ્યું કે, અમુક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સ્વાસ્થ્ય મંત્રાલય સમોસા, જબેલી અને લાડુ જેવી ખાદ્ય ચીજો પર હેલ્થ વોર્નિંગ લેબલ જારી કર્યું છે. PIB એ આ દાવાને ખોટો ગણાવ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us