Fake Nude Calls Scam : વિદેશમાં નોકરીની લાલચે ફેક ન્યૂડ કોલ કરાવવાના સ્કેમનો પર્દાફાશ, યુવકે જણાવી દર્દનાક આપવિતી

Fake Nude Calls Scam China Gang : ફેક ન્યુડ કોલ સ્કેમ માં ચાઈના ગેંગના લોકો સામેલ હોવાનો ખુલાસો થયો છે. એક પીડિતે આપવીતી કહેતા કહ્યું છે કે, ભારતીય છોકરીઓ પણ બ્લેકમેલિંગનો શિકાર બનેલી છે.

Fake Nude Calls Scam China Gang : ફેક ન્યુડ કોલ સ્કેમ માં ચાઈના ગેંગના લોકો સામેલ હોવાનો ખુલાસો થયો છે. એક પીડિતે આપવીતી કહેતા કહ્યું છે કે, ભારતીય છોકરીઓ પણ બ્લેકમેલિંગનો શિકાર બનેલી છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Fake Nude Calls Scam China Gang

ભારતીયછોકરીઓ સાથે ખોટા કામ કરાવી રહ્યા ચીની અપરાધી?

Fake Nude Calls Scam | ફેક ન્યુડ કોલ સ્કેમ : ફેક ન્યૂઝ કોલ પછી બ્લેકમેલિંગના ઘણા કિસ્સાઓ સામે આવ્યા બાદ લોકોમાં આ અંગે જાગૃતિ વધી છે. હવે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં આવા કોલ સંબંધિત એક મોટો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કંબોડિયા મોકલવામાં આવેલી ઘણી ભારતીય છોકરીઓને ચીની સાયબર ગુનેગારો દ્વારા બળજબરીથી હની-ટ્રેપ કરવા મજબૂર કરવામાં આવી રહી છે. ચીની સાયબર ગુનેગારો ભારતીય મહિલાઓને ભારતમાં ન્યૂડ કોલ કરવા દબાણ કરે છે.

Advertisment

આ મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ તેલંગાણાના રહેવાસી મુનશી પ્રકાશે કર્યો હતો. અહેવાલો અનુસાર, મુનશી પોતે ચીની છેતરપિંડીનો ભોગ બન્યો હતો. સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક ગ્રેજ્યુએટ થયેલા મુનશી પ્રકાશ હૈદરાબાદમાં એક આઈટી કંપનીમાં કામ કરતો હતો. તેણે વિદેશમાં નોકરીની શોધમાં જોબ સાઇટ્સ પર તેની પ્રોફાઇલ પોસ્ટ કરી હતી.

મુનશી પ્રકાશે જણાવ્યું કે, એક દિવસ કંબોડિયાથી એક એજન્ટ વિજયે મને ફોન કર્યો અને ઓસ્ટ્રેલિયામાં નોકરીની ઓફર કરી. મુનશીએ આપેલી માહિતી મુજબ વિજયે તેને કહ્યું કે, ઓસ્ટ્રેલિયા જતા પહેલા તેને તેની ટ્રાવેલ હિસ્ટ્રીની જરૂર હતી અને તેથી તેણે તેને મલેશિયાની ટિકિટ આપી. મુનશી પ્રકાશ તેલંગાણાના મહબૂબાબાદના બેયારામ મંડલનો વતની છે.

તેણે કહ્યું, “કુઆલાલંપુરથી મને 12 માર્ચે નોમ પેન્હ લઈ જવામાં આવ્યો હતો. વિજયના સ્થાનિક પ્રતિનિધિએ મારી પાસેથી 85,000 રૂપિયાના યુએસ ડોલર લીધા હતા. પછી, ચીની નાગરિકોએ મારો પાસપોર્ટ જપ્ત કર્યો અને મને ક્રોંગ બાવેટ લઈ ગયા. તે ટાવર્સ સાથેનું વિશાળ સંકુલ છે. મને અન્ય ભારતીયો સાથે ટાવર સીમાં રાખવામાં આવ્યો હતો. "અમને તેલુગુ અને અન્ય ભાષાઓમાં છોકરીઓની નકલી સોશિયલ મીડિયા પ્રોફાઇલ બનાવવા અને તેનો ઉપયોગ કરવા માટે 10 દિવસની તાલીમ આપવામાં આવી હતી."

Advertisment

મુનશી પ્રકાશે જણાવ્યું કે, ચીનના લોકોએ તેમને એક અઠવાડિયા સુધી અંધારા રૂમમાં રાખ્યા અને અત્યાચાર ગુજાર્યો. તેણે કહ્યું, “જ્યારે હું બીમાર પડ્યો ત્યારે તેઓ મને બહાર લઈ ગયા પરંતુ, તેઓ મને કૌભાંડો આવા દબાણ કરતા રહ્યા. હું કોઈક રીતે મારો સેલ્ફી વિડિયો રેકોર્ડ કરવામાં સફળ રહ્યો, જેમાં મેં મારા પીડાદાયક અનુભવને વર્ણવ્યો. મેં તમિલનાડુમાં રહેતી મારી બહેનને ઈમેલ મોકલ્યો, જેણે આ અંગે વહીવટીતંત્રને જાણ કરી.”

માહિતી મળ્યા બાદ સરકાર એક્શનમાં આવી હતી

મુનશી પ્રકાશની બહેને વહીવટીતંત્રને જાણ કર્યા બાદ ભારતીય દૂતાવાસ એક્શનમાં આવ્યું અને તેને ત્યાંથી બચાવી લેવામાં આવ્યો. પ્રકાશને 16 એપ્રિલે કંબોડિયન પોલીસે દાણચોરોના ચંગુલમાંથી બચાવી લીધો હતો પરંતુ, ચીનની ગેંગે તેની સામે બનાવટી કેસ દાખલ કર્યા બાદ તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. તેને 12 દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. પ્રકાશે જણાવ્યું કે, જ્યારે ત્યાંના વહીવટીતંત્રને આરોપો ખોટા હોવાનું જણાયું તો તેને 5 જુલાઈએ દિલ્હી મોકલી દેવામાં આવ્યો.

આ પણ વાંચો - PM Modi Russia Visit : પીએમ મોદી રશિયા પ્રવાસ, ત્રીજા ટર્મની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત ભારત રશિયા માટે કેમ છે ખાસ?

મુનશી પ્રકાશની સાથે અન્ય નવ લોકોને પણ બચાવી લેવાયા હતા. તેમણે કહ્યું કે, લગભગ ત્રણ હજાર ભારતીયો કંબોડિયામાં ફસાયેલા છે. તેમાંથી ઘણા આંધ્રપ્રદેશ અને તેલંગાણાના છે. આમાં છોકરીઓનો પણ સમાવેશ થાય છે, જેમને ડિટેન્શન કેમ્પમાંથી ન્યૂડ કોલ કરવા માટે મજબૂર કરવામાં આવે છે. પ્રકાશ ત્યાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મુંબઈ અને દિલ્હીના લોકોને મળ્યો. આ તમામને વિદેશમાં નોકરીના નામે છેતરપિંડી કરીને ત્યાં લાવવામાં આવ્યા હતા. આ ચાઈનીઝ ગેંગ લોકો સાથે ગેરવર્તન કરીને જે પૈસા કમાય છે, તે પહેલા ક્રિપ્ટોકરન્સીમાં, પછી યુએસ ડોલરમાં અને અંતે ચાઈનીઝ યુઆનમાં ફેરવાય છે.

ચીન ગુજરાતી ન્યૂઝ india વિશ્વ દેશ