/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Bali-Tour-Plan.jpg)
Bali Tour Plan: ઈન્ડોનેશિયાનું બાલી દુનિયાનું સૌથી સુંદર આઈલેન્ડમાં સ્થાન ધરાવે છે. (Photo: Freepik)
Budget Foreign Trips From India: ભારત નજીક આવેલું ઈન્ડોનેશિયા સુંદર દરિયા કિનારાના બીચ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. પરિવાર, મિત્રો અને હનિમૂન માટે ઈન્ડોનેશિયા ફરવા માટે શ્રેષ્ઠ છે. ઈન્ડોનેશિયાના આકર્ષક બીચ, સુંદર મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળો દર વર્ષે લાખો પ્રવાસીઓને ખેંચી લાવે છે. જો તમે ફોરેન ટુર પ્લાન બનાવી રહ્યા છો તો એક વાર ઈન્ડોનેશિયા બાલીના આ સુંદર સ્થળોની મુલાકાત લેવી જ જોઇએ.
ગોવાના બજેટમાં વિદેશ પ્રવાસ એટલે બાલી
ઈન્ડોનેશિયાના બાલી ફરવાનો ખર્ચ ગોવા ફરવા જેટલો થાય છે. 1 વ્યક્તિ માટે 3 થી 4 દિવસ માટે બાલી ફરવાનો ખર્ 50000 રૂપિયા આસપાસ આવે છે. જેમા 50 ટકા રકમ ફ્લાઇટ ટિકિટની હોય છે. ઈન્ડોનેશિયા પ્રવાસીઓને વિઝા ઓન અરાઇવલ સુવિધા આપે છે. આ
બાલીના જોવા લાયક પ્રખ્યાત સ્થળ
બાલીમાં ફરવા માટે ઘણા પ્રખ્યાત સ્થળો આવેલા છે જેા ઉલુવાતુ મંદિર, પાણીનું મંદિર, ઉલુન દાનુ બ્રાતન, બેસકિહ માતાનું મંદિર, ઉબુદ અને અન્ય સ્થળો જોવાલાયક છે. તમે સ્નોર્કિંલિંગ, સ્કૂબા ડ્રાઇવિંગ, સર્ફિંગ અને જેટ સ્કીઇંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણી શકો છો.
ઉબુદ
ઉબુદ ફરવા આવનાર પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઇ જાય છે. ઉબુદમાં સંસ્કૃતિ થી લઇ પ્રકૃતી સુધી ખેતર થી લઇ મંદિરો અને સ્ટ્રીટ ડાંસ સુધી ઘણું બધુ છે. અહીં એક ખાસ મ્યુઝિયમ છે, જે ઈન્ડોનેશિયાની સંસ્કૃતિને રજૂ કરે છે. ઉબુદના પ્રખ્યાત સ્થળોમાં અહીંનું આર્ટ માર્કેટ, ગોઆ ગજાહ હાથી ગુફા અને કેંપુહન રિજ વોક ફેમસ છે.
ઉલવાતું મંદિર
ઉલવાતું મંદિર, જેને પુરા લુહુર ઉલુવાતુ મંદિર તરીકે પણ ઓળખાય છે, તે ઇન્ડોનેશિયાના બાલીના દક્ષિણ પશ્ચિમમાં હિંદ મહાસાગર કિનારે 70 મીટર ઉંચા એક પહાડ પર આવેલું છે. આ મંદિર તે 6 મુખ્ય મંદિરો પૈકીનું એક છે, જેને બાલીનું આધ્યાત્મિક સ્તંભ માનવામાં આવે છે. સૂર્યાસ્ત સમયે અહીંનો નજારો જોવાલાયક હોય છે. જો કે અહીંના ચાલાક વાંદરાથી સંભાળીને રહેવું પડે છે.
તનહા લોટ
તનહા લોટ ઈન્ડોનેશિયાના બાલીમાં આવેલું એક પ્રસિદ્ધ હિંદુ મંદિર છે, જે દરિયાની વચ્ચે એક ખડક આવેલું છે. અહીંથી સૂર્યારતનો નજારો જોવો અદભત અનુભવ બની રહે છે.
બાલી સફારી અને મરીન પાર્ક
બાલી સફારી અને મરીન પાર્ક એક ફેમસ પ્રાણી સંગ્રહાલય છે. આ ઝૂમાં ઘણા પ્રકારના પ્રાણીઓ રાખવામાં આવે છે. બાળકો માટે આ ખાસ સ્થળ છે, જ્યાં તેમને નેચર અને વન્ય જીવો વિશે જાણકારી મળે છે. આ મરીન પાર્કમાં સફારી ટુર, એનિમલ શો અને હાથીની સવારી જેવી વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ પણ થાય છે.
વોટરબોમ પાર્ક
વોટરબોમ પાર્ક બાલીનું એક ફેમસ વોટર પાર્ક છે, જ્યાં વોટર એક્ટિવિટીની ભરપૂજ મજા માણી શકાય છે. બાળકોના રમવા માટે આ એક અદભુત સ્થળે છે, જ્યાં લગભગ 22 વોટક સ્લાઇડ્સ છે. જ્યારે પણ ઇન્ડોનેશિયા જાઓ આ વોટરબોમ પાર્કની મુલાકાત અવશ્ય લેવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us