Cyclone Fengal: ફેંગલ વાવાઝોડું તમિલનાડુમાં તબાહી મચાવશે, હવામાન વિભાગની ચેતવણી, પંજાબથી લઇ આંધ્રપ્રદેશ સુધી અસર થશે

Fengal Cyclone In Tamil Nadu IMD Alerts : ફેંગલ ચક્રવાત તમિલાનડુમાં આગામી બે દિવસ સુધી તબાહી મચાવી શકે છે. હવામાન વિભાગે ફેંગલ વાવાઝાડોની અસરે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.

Written by Ajay Saroya
Updated : November 27, 2024 14:21 IST
Cyclone Fengal: ફેંગલ વાવાઝોડું તમિલનાડુમાં તબાહી મચાવશે, હવામાન વિભાગની ચેતવણી, પંજાબથી લઇ આંધ્રપ્રદેશ સુધી અસર થશે
Fengal Cyclone Tamil Nadu IMD Alerts: ફેંગલ ચક્રવાતની અસરે તમિનલાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે પવન સાથે વરસાદ પડવાનું શરૂ થઇ ગયું છે. (Representative Image - Freepik)

Fengal Cyclone In Tamil Nadu IMD Alerts : તમિલનાડુ પર ચક્રવાત ફેંગલ તબાહી મચાવવા આવી રહ્યું છે. હવામાન વિભાગે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત ફેંગલને લઇ એલર્ટ જારી રહ્યું છે. ફેંગલ વાવાઝોડાની અસર ઉત્તર ભારતમાં દિલ્હી અને પંજાબ સુધી જોવા મળી રહી છે. શિયાળાની ઠંડી શરૂ થઇ ગઇ છે ત્યારે હવામાન વિભાગે ફેંગલ વાવાઝાડોની અસર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અે દિલ્હીમાં એર ક્વોલિટી વિશે આગાહી કરી છે.

Cyclone Fengal In Tamil Nadu : ફેંગલ ચક્રવાત તમિલનાડુમાં ટકારશે

બંગાળની ખાડી માંથી સર્જાયેલું તોફાન ફેંગલ ભયંકર ચક્રવાત બની ગયું છે. આગામી બે દિવસ 27 અને 28 નવેમ્બર તમિનલાડુ પર ફેંગલ ચક્રવાતનું જોખમ રહેસે. વાવાઝોડું ફેંગલ 28 નવેમ્બરે તમિલનાડુમાં ટકરાઇ શકે છે. ભારતીય વિભાગના મતે ફેંગલ ચક્રવાતના પગલે 75 થી 80 કિમીની ઝડપે પવન ફુંકાઇ શકે છે.

ચેન્નઇ, ચેંગલપેટ, કાંચીપુરુમ, તિરુવલ્લુર, કુડ્ડલોર, નાગાપટ્ટિનમમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આ 6 જિલ્લામાં શાળા કોલેજ બંધ છે. ચેન્નઇ એરપોર્ટ પર મંગળવારે 7 ફ્લાઇટ મોડી પડી હતી.

ફેંગલ ચક્રવાતને લઇ તમિલનાડુ સરકાર એક્શન મોડમાં

ફેંગલ વાવાઝોડું તમિલાડું તરફી આવી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. તોફાનની અગમચેતીને પગલે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને હાઇ લેવલ બેઠક યોજી હતી. એનડીઆરએફની 7 ટીમને તિરુવરુર, મથિલાદુથુરઇ, નાગાપટ્ટિનમ અને કુડ્ડાલોર જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે.

ફેંગલ ચક્રવાતની અસરે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ

ફેંગલ ચક્રવાતની અસરે તમિલનાડું ઉપરાંત દક્ષિણ ભારતના દરિયા કિનારના રાજ્ય આંધ્રપ્રદેશમાં પણ 27 થી 29 નવેમ્બર સુધી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની ચેતવણી

ફેંગલ ચક્રવાતની અસર દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છો તો બીજી બાજુ ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી અે ગાઢ ધુમ્મસ છવાઇ ગયો છે, હવામાન વિભાગે ચેતવણ આપી છે કે, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને ઉત્તર પ્રદેશના આસપાસના વિસ્તારોમાં 28 નવેમ્બર થી 1 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ છવાયેલો રહેશે. હિમાચલ પ્રદેશના અમુક વિસ્તારોમાં 27 થી 30 નવેમ્બર સુધી ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેશે, જેના કારણે જીનજીવન પ્રભાવિત થઇ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ