/indian-express-gujarati/media/media_files/2026/02/05/how-to-reduce-excess-salt-in-food-2026-02-05-15-52-03.jpg)
Kitchen Tips For Reduce Excess Salt : દાળ શાક માં મીઠું પડી જાય તો ખારાશ ઘટાડવાની કિચન ટીપ્સ. Photograph: (Freepik)
/indian-express-gujarati/media/media_files/2026/02/05/kitchen-tips-2026-02-05-15-52-25.jpg)
દાળ શાકમાં મીઠું વધારે પડી જાય તો શું કરવું?
મીઠું એટલે કે નમક વગરનું ભોજન બેસ્વાદ લાગે છે. જો કે ભોજનને સ્વાદિષ્ટ બનાવનાર મીઠું વધારે હોય તો તેની ખારાશ ભોજનને ખારું બનાવે છે, જે ખાવું બહુ મુશ્કેલ હોય છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/05/kitchen-tips-and-tricks-2026-02-05-15-52-58.jpg)
દાળ શાક માંથી વધારાનું મીઠું દૂર કરવાની કિચન ટીપ્સ
ઘણી વખત દાળ, શાક કે ગ્રેવીમાં વધારે મીઠું જાય છે. આવી સ્થિતિમાં તેના સ્વાદને સંતુલિત કરવા માટે અહીં આપેલી 5 કુકિંગ ટીપ્સ અજમાવી શકાય છે. જે દાળ શાકની વધારાની ખારાશ ઓછી કરે છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/05/yogurt-2026-02-05-15-53-37.jpg)
દહીં
સબ્જીમાં વધારે મીઠું પડી જાય તો તેની ખારાશ ઘટાડવા માટે તમે દહીંનો ઉપયોગ કરી શકો છો. આ માટે સબ્જીમાં એક થી બે ચમચી દહીં ઉમેરો. પછી તેને સારી રીતે મિક્સ કરી લો. આમ કરવાથી સબ્જીમાં નમકનો સ્વાદ સંતુલિત થઈ જશે
/indian-express-gujarati/media/media_files/2026/02/05/gram-flour-2026-02-05-15-55-22.jpg)
ચણાનો લોટ
જો દાળ શાકમાં મીઠું વધારે પડી જાય તો સ્વાદને સંતુલિત કરવા માટે ચણાના લોટનો ઉપયોગ કરો છો. તેમા શેકેલા ચણાનો લોટ પણ ઉમેરી શકાય છે. તેની માટે સૌ પ્રથમ કઢાઇમાં ચણાનો લોટ સારી રીતે શેકી લો. પછી તેને દાળ, સબ્જી કે ગ્રેવીમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
/indian-express-gujarati/media/media_files/2026/02/05/bread-2026-02-05-15-55-44.jpg)
બ્રેડ
જો ગ્રેવી વાળી સબ્જીમાં વધારે મીઠું પડી જાય છે, તો તેની ખારાશ ઓછી કરવામાં બ્રેડ મદદરૂપ થશે. આ માટે બ્રેડના નાના ટુકડા કરી સબ્જીમાં ઉમેરો. બ્રેડના ટુકડા વધારાની ખારાશ શોષી લેશે.
/indian-express-gujarati/media/media_files/2026/02/05/wheat-dough-2026-02-05-15-56-29.jpg)
ઘઉંનો લોટ
જો દાળ શાક કે ગ્રેવીવાળી સબ્જીમાં મીઠું વધારે હોય તો, ઘઉંના લોટના લુઆ બનાવી તેમા નાંખો. લોટના લુઆ સબ્જી માંથી વધારાની ખારાશ શોષી લેશે. લોટના લુઆ 15 થી 20 મિનિટ સુધી સબ્જીમાં રહેવા દો. પીરસતા પહેલા ઘઉંના લુઆ સબ્જીમાંથી બહાર કાઢી લો.
/indian-express-gujarati/media/media_files/2026/02/05/boil-potato-2026-02-05-15-56-55.jpg)
બાફેલા બટાટા
તમે બાફેલા બટાકાનો ઉપયોગ કરીને દાળ શાક માંથી વધારાનું મીઠું ઓછું શકો છો. બાફેલા બટાકા મસળીને દાળ શાકમાં નાંખો અને સારી રીતે મિક્સ કરો. તેનાથી સબ્જીનો સ્વાદ સંતુલિત થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us