Harshita Kejriwal-Sambhav Jain: આમ આદમી પાર્ટી (આપ)ના વડા અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતાના લગ્ન સંભવ જૈન સાથે થયા છે. આ લગ્ન દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં થયા હતા. આ પહેલા ગુરુવારે રાત્રે સંગીત સેરેમનીમાં કેજરીવાલ અને તેમના પત્ની ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને તેમના પત્ની સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
આ કાર્યક્રમમાં માત્ર થોડા ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. હર્ષિતા અને સંભવ જૈનનું રિસેપ્શન 20 એપ્રિલના રોજ યોજાશે. આ કાર્યક્રમમાં ઘણા ખાસ લોકો હાજર રહે તેવી શક્યતા છે.
20 એપ્રિલે રિસેપ્શન
લગ્ન સમારંભમાં મર્યાદિત સંખ્યામાં જ લોકો હાજર રહ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર હર્ષિતા કેજરીવાલ અને સંભવ જૈનનું રિસેપ્શન 20 એપ્રિલના રોજ યોજાશે. રિસેપ્શનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
કોણ છે હર્ષિતા કેજરીવાલના પતિ સંભવ જૈન?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેજરીવાલની દીકરી હર્ષિતાએ આઈઆઈટીમાં અભ્યાસ કર્યો છે. તેના પતિ સંભવે પણ આઈઆઈટી દિલ્હીથી હર્ષિતા સાથે અભ્યાસ કર્યો છે. સંભવ જૈન અને હર્ષિતાએ થોડા મહિના પહેલા જ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. હાલ સંભવ જૈન એક ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યો છે.
આ પણ વાંચો – કટરાથી કાશ્મીર જનાર વંદે ભારત ટ્રેનમાં કોણ કરી શકશે મફત યાત્રા? કેટલું હોઇ શકે છે ભાડું
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલે નોઇડા સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી સ્કૂલનું શિક્ષણ લીધું હતું અને વર્ષ 2014માં આઇઆઇટી-જેઇઇ એડવાન્સ્ડ એક્ઝામમાં 3,322મો રેન્ક મેળવ્યો હતો. આ પછી હર્ષિતાએ આઈઆઈટી દિલ્હીથી કેમિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું, જ્યાં તે તેના વિભાગમાં ત્રીજા સ્થાને રહી હતી. અભ્યાસ દરમિયાન તેને ઘણી જાણીતી કંપનીઓ તરફથી નોકરીની ઓફર મળી હતી.
શું કરે છે સંભવ જૈન?
સંભવ જૈન એક ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંભવ જૈન અને હર્ષિતાએ થોડા મહિના પહેલા જ એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. બંને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે અને હવે લગ્ન કરી લીધા છે. લગ્નના કાર્યક્રમમાં બંને પરિવારના નજીકના લોકો જ હાજર રહ્યા હતા. સગાઈના કાર્યક્રમમાં કોઈ પણ સેલિબ્રિટીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, આપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી આતિશી પણ આ સમારંભમાં હાજર ન હતા.





