Former PM Dr Manmohan Singh Passes Away : આર્થિક સુધારાના શિલ્પી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. પૂર્વ પીએમના નિધન બાદ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે અગાઉથી નિર્ધારિત તમામ સરકારી કાર્યક્રમો રદ કરી દીધા છે. દેશભરમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ચાલો હવે જાણીએ કે રાષ્ટ્રીય શોક શું છે અને જો તે જાહેર કરવામાં આવે છે, તો શાળા, કોલેજો અને સરકારી કચેરીઓમાં રજા હોય છે કે નહીં.
દેશમાં જ્યારે કોઈ મોટા નેતા, કલાકાર કે ફેમસ હસ્તીનું નિધન થાય, જેમણે પોતાના જીવનમાં રાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે, ત્યારે તેમના નિધન પર રાષ્ટ્રીય શોકની ઘોષણા કરવામાં આવે છે. દેશમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત અગાઉ ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ નિયમોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રાજ્ય સરકાર પણ રાજ્ય શોક જાહેર કરી શકે છે. દેશના તમામ રાજ્યો હવે પોતે જ નક્કી કરી શકે છે કે કોને રાજકીય સન્માન આપવું છે.
શું શાળા-કોલેજો અને સરકારી કચેરીઓ બંધ રહે છે?
હવે જો રાજ્ય શોક જાહેર કરવામાં આવે ત્યારે રજાની વાત કરીએ તો કોઇ શાળા કે સરકારી કચેરીમાં રજા હોતી નથી. 1997ના ભારત સરકારના જાહેરનામામાં જણાવાયું છે કે રાજ્યના શોક દરમિયાન કોઈ સરકારી રજા રહેશે નહીં. આ નિયમો મુજબ જો કોઈ રાષ્ટ્રપતિ કે પીએમ પદ પર હોય અને તે સમયે તેમનું નિધન થઈ જાય તો આવા સંજોગોમાં રજા જાહેર કરવામાં આવશે. જો કે કેન્દ્ર કે રાજ્ય સરકાર ઈચ્છે તો રજા જાહેર કરી શકે છે.
આ પણ વાંચો – પૂર્વ પીએમ ડો.મનમોહન સિંહનું નિધન, પીએમ મોદી અને રાહુલ ગાંધી સહિત રાજનેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
E
અડધી કાઠીએ ફરકશે રાષ્ટ્રધ્વજ
ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાના નિયમ મુજબ રાજ્ય શોક દરમિયાન વિધાનસભા, સચિવાલય સહિતની મહત્વની કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. આ સિવાય રાજ્યમાં કોઈ ઔપચારિક કે સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું નથી. આ સમય દરમિયાન, ફક્ત વિશેષ કાર્ય કરવામાં આવે છે. રાષ્ટ્રીય શોક, રાજ્ય શોકનું ખાસ વાત રાજકીય અંતિમ સંસ્કાર પણ છે.
કેટલા દિવસનો હોય છે શોક ?
રાજ્ય સરકાર તેની અનુકૂળતા અને વ્યક્તિ પ્રમાણે રાજ્ય શોક જાહેર કરે છે. ઉદાહરણ તરીકે સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવના નિધન બાદ ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. તે જ સમયે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો.