પૂર્વ પીએમ મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Former PM Manmohan Singh Passes Away : પૂર્વ પીએમ મનમોહન સિંહ 92 વર્ષે નિધન પામ્યા છે. તેઓની તબિયત લથડતા તેમને દિલ્હીની એમ્સમાં દાખલ કરાયા હતા. જોકે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

Written by Ashish Goyal
Updated : December 27, 2024 00:24 IST
પૂર્વ પીએમ મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Former PM Manmohan Singh : પૂર્વ પીએમ મનમોહન સિંહની ગુરુવારે તબિયત લથડતા તેમને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા

Former PM Manmohan Singh Passes Away: પૂર્વ પીએમ મનમોહન સિંહનું ગુરુવારે નિધન થયું છે. તેમણે 92 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. મનમોહન સિંહની તબિયત લથડતા તેમને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બેલગાવીથી દિલ્હી પરત ફર્યા છે. કોંગ્રેસે આવતીકાલે યોજાનારી બેલગાવીમાં પોતાની રેલી રદ કરી દીધી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનના સમાચારથી દેશભરમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર આવતીકાલે યોજાનારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવશે. કાલે સવારે 11 વાગ્યે કેબિનેટની બેઠક મળશે. ડો.મનમોહનસિંહના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મનમોહન સિંહ 10 વર્ષ ભારતના પીએમ રહ્યા

મનમોહન સિંહ 2004થી 2014 વચ્ચે કોંગ્રેસના નેતૃત્વવાળી યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યુપીએ) સરકારના વડાપ્રધાન હતા. 1991-96 દરમિયાન જ્યારે દેશમાં વ્યાપક આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમણે પી.વી. નરસિંહરાવના નેતૃત્વવાળી સરકારમાં નાણાં મંત્રી તરીકે પણ સેવા આપી છે.

મનમોહન સિંહ 2004થી 2014 વચ્ચે કોંગ્રેસના નેતૃત્વવાળી યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યુપીએ) સરકારના વડાપ્રધાન હતા. 1991-96 દરમિયાન જ્યારે દેશમાં વ્યાપક આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમણે પી.વી. નરસિંહરાવના નેતૃત્વવાળી સરકારમાં નાણાં મંત્રી તરીકે પણ સેવા આપી છે.

આ પણ વાંચો – CWC અધિવેશનમાં ભારતનો ખોટો નકશો લાગ્યો, PoK ગાયબ તો ભાજપે કર્યો પ્રહાર, કહ્યું – કોંગ્રેસ નવી મુસ્લિમ લીગ

મનમોહન સિંહનો જન્મ 1932માં થયો હતો, જે હવે પાકિસ્તાનનો ભાગ છે તેમાં થયો હતો. નરસિંહરાવની આગેવાની હેઠળની સરકાર દરમિયાન એલપીજી (ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ) સુધારાના મુખ્ય ઘડવૈયા તરીકે તેમને શ્રેય આપવામાં આવે છે.

1991ના ઐતિહાસિક બજેટના 30 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મનમોહન સિંહે કહ્યું હતું કે કોરોના મહામારીથી ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગળનો રસ્તો તે સમય કરતાં વધુ પડકારજનક છે અને આવી સ્થિતિમાં એક રાષ્ટ્ર તરીકે ભારતે તેની પ્રાથમિકતાઓને નવેસરથી વ્યાખ્યાયિત કરવી પડશે.

મનમોહન સિંહ 1991માં નરસિંહ રાવની સરકારમાં નાણામંત્રી હતા

મનમોહન સિંહ 1991માં નરસિંહ રાવના નેતૃત્વવાળી સરકારમાં નાણામંત્રી હતા અને તેમણે 24 જુલાઈ 1991ના રોજ પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટને દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો માનવામાં આવે છે. ત્રીસ વર્ષ પહેલાં 1991માં કોંગ્રેસ પક્ષે ભારતના અર્થતંત્રમાં મહત્ત્વના સુધારાઓની શરૂઆત કરી હતી અને દેશની આર્થિક નીતિ માટે એક નવો માર્ગ મોકળો કર્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ