/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/mahatma-gandhi-statue-vandalised-in-italy.jpg)
ઈટાલીમાં ખાલિસ્તાની સમર્થકોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી નાખી છે (તસવીર સૌજન્ય/ટ્વિટર/@Seems3r)
G-7 Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ભાગ લેવા માટે ગુરૂવારે ઇટાલી જવા રવાના થવાના છે. પીએમની મુલાકાત પહેલા ઈટાલીમાં ખાલિસ્તાની સમર્થકોની નાપાક હરકત સામે આવી છે. તેઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી નાખી છે. એટલું જ નહીં તેમણે હરદીપસિંહ નિજ્જરના સ્લોગન પણ લખી દીધા છે.
જી-7 સમિટ 13 થી 15 જૂન દરમિયાન ઇટાલીમાં યોજાવાની છે. આ પહેલા ખાલિસ્તાની સમર્થકોએ આ પ્રકારના નાપાક ઘટનાને અંજામ આપી દીધો છે. આ ઘટનાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં જોવા મળે છે કે ખાલિસ્તાની સમર્થકો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી નાખ્યા બાદ ત્યાં વિવાદિત સુત્રો પણ લખવામાં આવ્યા છે.
મહાત્મા ગાંધીની પ્રતિમા તોડવાથી ભારત નારાજ
ખાલિસ્તાની સમર્થકોએ આવી ઘટનાને અંજામ આપ્યા બાદ ભારતે આ ઘટના પર સખત નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં આ મામલે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ ઘટનાથી ભારતના લોકોને ઘણું દુઃખ થયું છે. આ ઘટના ફરી એકવાર ખાલિસ્તાની આતંકવાદના ખતરાને ઉજાગર કરે છે.
આ પણ વાંચો - કુવૈતમાં એક બિલ્ડીંગમાં ભીષણ આગ, ભારતીય કામદારો સહિત 41 ના મોત
ખાલિસ્તાનીનું લક્ષ્ય ભારતમાં અશાંતિનું વાતાવરણ ઊભું કરવાનું છે. વિદેશ સચિવે કહ્યું કે મહાત્મા ગાંધીની પ્રતિમા તોડવાના મામલે ઇટાલિયન અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. મહાત્મા ગાંધી માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ માટે એક આઇકોન છે. તેમનો સંદેશ અહિંસા, સત્ય અને પ્રેમનો છે. તેમની પ્રતિમાની તોડફોડ કરવી એ માત્ર ગુનો જ નથી, પરંતુ ગાંધીના મહત્વ અને સંદેશનું અપમાન પણ છે.
પીએમ મોદી ગુરુવારે ઈટાલી જવા રવાના થશે
પીએમ નરેન્દ્ર મોદી 13થી 15 જૂન વચ્ચે યોજાનારી જી-7 સમિટમાં ભાગ લેવા માટે ઇટાલી જવાના છે. આ વર્ષે આ કાર્યક્રમ ઈટાલીના અપુલિયા વિસ્તારમાં આવેલા બોર્ગો અગ્નાઝિયાના લક્ઝરી રિસોર્ટમાં યોજાવાનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી કાલે એટલે કે ગુરુવારે રવાના થઈને 14 જૂનની સાંજે ભારત પરત ફરશે.
એક પ્રતિનિધિમંડળ પણ વડા પ્રધાન સાથે ઇટાલી જશે. તેમાં વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ સચિવ વિનય ક્વાત્રા અને એનએસએ અજીત ડોભાલ સામેલ થઈ શકે છે. પીએમ મોદી પોતાની મુલાકાત દરમિયાન અનેક દ્વિપક્ષીય બેઠકો કરશે. જેમાં ઇટાલીના વડાપ્રધાન સાથે મીટિંગ પણ સામેલ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us