Written By – Anonna Dutt : Gaganyaan mission, ગગનયાન મિશન : ભારતે ચંદ્ર પર પોતાનું ચંદ્રયાન ઉતારીને અવકાશમાં ઇતિહાસ રચી દીધો હતો. ત્યારબાદ હવે ભારત દેશ પોતાના ગગનયાન મિશન માટે તૈાયરી કરી રહ્યો છે. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે ચાર ભારતીય અવકાશયાત્રીઓના નામની જાહેરાત કરી ત્યારે દરેક જણ આનંદિત હતા. આ મિશન માટે ભારતીય વાયુસેનાના ચાર અધિકારીઓ ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાનો આત્મવિશ્વાસ જોવા જેવો હતો.
આ જાહેરાત બાદ આ ચારેયના નામ કેવી રીતે પસંદ કરવામાં આવ્યા અને તેની પાછળની કહાની શું છે તે જાણવા માટે બધાને ઉત્સુકતા હતી. ભારતનું ગગનયાન મિશન ભારતીયને અવકાશમાં મોકલનાર પ્રથમ મિશન હશે. આ ચાર સૈનિકોની તૈયારી પાછળનું કારણ સખત તાલીમ છે જે બેંગલુરુમાં ઈસરોની અવકાશયાત્રી તાલીમ સુવિધા હેઠળ પૂર્ણ થઈ રહી છે.
યોગના વર્ગોથી લઈને ઉત્તમ શિસ્તની તાલીમ
ISROની અવકાશયાત્રી તાલીમ સુવિધા સ્પેસ ફ્લાઇટ પર ધ્યાન કેન્દ્રિત કરીને એન્જિનિયરિંગ વિષયોમાં ઉત્તમ તાલીમ પ્રદાન કરે છે. તાલીમ દરમિયાન યોગના વર્ગો અને એકાગ્રતાની અન્ય પદ્ધતિઓ પણ અપનાવવામાં આવી રહી છે. ખાસ કરીને, તાલીમને અવકાશ યાત્રાના તે વિષયો સાથે જોડવામાં આવી છે જેના દ્વારા મુસાફરો મુસાફરી દરમિયાન થતી હિલચાલથી પોતાને પરિચિત કરી શકે છે. આ તાલીમ રશિયાના મોસ્કો ઓબ્લાસ્ટમાં ગાગરીન કોસ્મોનૉટ ટ્રેનિંગ સેન્ટરમાં ચાલી રહેલી તાલીમ જેવી જ છે.
આ પણ વાંચોઃ- Gaganyaan Mission Astronauts: ભારતના આ ચાર જવાન ‘ગગનયાન’ માં બેસી અવકાશમાં જશે, PM મોદીએ નામ કર્યા જાહેર
આ પણ વાંચોઃ- રોકેટ ભારતનું, મિશન ઇસરોનુ અને ધ્વજ ચીનનો, તમિલનાડુ સરકાર વિવાદમાં ફસાઇ
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે અવકાશયાત્રીઓ હાલમાં નેવિગેશન સિસ્ટમ અને બાયો-ટોઇલેટ જેવી વિવિધ સિસ્ટમો પર તાલીમ લઈ રહ્યા છે. આ તાલીમનો પ્રારંભિક ભાગ રશિયામાં થયો હતો કારણ કે જ્યારે માનવ અવકાશ ઉડાન કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી ત્યારે ભારત પાસે તેની પોતાની અવકાશયાત્રી તાલીમ સુવિધા ન હતી.
બીજી તરફ, એક મુદ્દો એ પણ હતો કે રશિયા અવકાશયાત્રીઓને સતત મોકલે છે અને તેની પાસે ઉત્તમ તાલીમ સુવિધાઓ છે. અવકાશમાં જનારા પ્રથમ ભારતીય રાકેશ શર્મા અને સ્ટેન્ડબાય પર રહેલા અવકાશયાત્રી રવીશ મલ્હોત્રાએ પણ 1980ના દાયકામાં મોસ્કોના ગાગરીન સેન્ટરમાં તાલીમ લીધી હતી.
ભારતીય સૈનિકો શરુઆતમાં શીખ્યા કે માનવ વર્તન કેવું હોવું જોઈએ
રશિયામાં ચાર ભારતીય સૈનિકોએ શરૂઆતમાં શીખ્યા કે પ્રવાસ દરમિયાન માનવ વર્તન કેવું હોઈ શકે છે. તે પોતાની જાતને કેવી રીતે અનુકૂલિત કરી શકે? આ તાલીમ દરમિયાન, તેઓએ તેમની અવકાશ ઉડાન પછી પૃથ્વી પર પાછા ફરતી વખતે ઉતરાણની વિવિધ પરિસ્થિતિઓ વિશે પણ શીખ્યા.