/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/kala-jathedi-and-lady-don-anuradha.jpg)
ગેંગસ્ટર કાલા જઠેડી અને લેડી ડોન અનુરાધા ચૌધરી દિલ્હીના દ્વારકામાં લગ્ન કરવા જઈ રહ્યા છે (File Photo)
Gangster Couple Kala Jathedi Wedding : ગેંગસ્ટર કાલા જઠેડી અને લેડી ડોન અનુરાધા ચૌધરી દિલ્હીના દ્વારકામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન 12 માર્ચના રોજ યોજાવાના છે. આ લગ્ન સંતોષ ગાર્ડનમાં થવાના છે. આ માટે સંતોષ ગાર્ડન બેન્ક્વેટ હોલ બુક કરવામાં આવ્યો છે. ગાર્ડનને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. લગ્ન પ્રસંગે ગાર્ડનના ખૂણે ખૂણા પર નજર રાખવામાં આવશે. લગ્ન માટે 200થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ગેંગસ્ટર સંદીપ ઉર્ફે જઠેડી અને અનુરાધા ચૌધરી ઉર્ફે મેડમ મિન્ઝ 12 માર્ચે લગ્નના બંધનમાં બંધાશે.
આ લગ્નમાં લગભગ 150થી 200 લોકો સામેલ થશે
આ ગાર્ડન દ્વારકા સેક્ટર-3માં છે. આ બેન્ક્વેટ હોલને સંદીપના વકીલે ₹51,000માં બુક કરાવ્યો છે. લગ્નની સુરક્ષા માટે હાઈટેક હથિયારો રાખનાર સ્વાટ (સ્પેશિયલ વેપન્સ એન્ડ ટેકનિક), કમાન્ડો અને 250 જેટલા પોલીસકર્મીઓ તૈનાત રહેશે. દિલ્હી પોલીસના જવાનોમાં હરિયાણાની સ્પેશિયલ સેલ, ક્રાઈમ બ્રાન્ચ અને સીઆઈએની ટીમો સામેલ હશે. આ લગ્નમાં લગભગ 150થી 200 લોકો સામેલ થશે. લગ્નમાં આવનારા મહેમાનોની ઓળખ વોટર આઈડી અને આધાર કાર્ડથી કરવામાં આવશે. આ લગ્નમાં અનુરાધા વતી તેની બહેન અને ભાઈ પણ હાજર રહેશે. કાલા જેઠેડીને લગ્ન માટે 6 કલાકની કસ્ટડી પેરોલ આપવામાં આવી છે. લગ્ન બાદ 14 માર્ચે સોનીપતમાં ગૃહપ્રવેશ છે.
આ પણ વાંચો - આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું – રાહુલ ગાંધીના ડુબતા જહાજમાંથી કુદવા ઘણા નેતા આતુર
કોણ છે સંદીપ ઉર્ફે કાલા જઠેડી?
સંદીપ ઉર્ફે કાલા જઠેડી હાલ તિહાર જેલમાં બંધ છે. તે એક વખત હરિયાણા પોલીસની કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો છે. તેણે તેના એક સાથીને દિલ્હી પોલીસની કસ્ટડીમાંથી છટકી જવાનું કાવતરું પણ ઘડ્યું હતું. એક સમયે તે વોન્ટેડ હતો. પોલીસે તેના પર સાત લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. દિલ્હીની એક કોર્ટે તેને લગ્ન માટે 6 કલાકની પેરોલ આપી છે. તે લેડી ડોન અનુરાધાને પરણશે. અનુરાધાની સામે પણ ઘણા ગુનાહિત રેકોર્ડ નોંધાયેલા છે. અનુરાધા અગાઉ અપહરણ અને બળજબરીથી વસૂલીના અનેક કેસોમાં સામેલ રહી હતી. તે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની નજીકની સહયોગી છે.
કાલા જઠેડી પર દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં લૂંટ, હત્યા, હત્યાની કોશિશ, ખંડણી અને આર્મ્સ એક્ટના ડઝનથી વધુ કેસ ચાલી રહ્યા છે. આ ઉપરાંત તે વેપારીઓ સાથે કોન્ટ્રાક્ટ કિલિંગ અને ખંડણીમાં પણ સામેલ રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us