/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Gangster-Goldy-Brar-.jpg)
Gangster Goldy Brar : કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકાની એક ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે કે અમેરિકામાં ગોલ્ડી બરારની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે (ફાઇલ ફોટો)
Gangster Goldy Brar : ગેંગસ્ટર ગોલ્ડી બરારના અમેરિકામાં મોતના સમાચાર ફેલાયા હતા. આ સમાચાર સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકાની એક ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે કે અમેરિકામાં ગોલ્ડી બરારની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પ્રખ્યાત ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના કેસમાં ગોલ્ડી બરારનું નામ પ્રમુખ રુપથી સામે આવ્યું હતું.
જોકે આ રિપોર્ટ સાચા નથી ગોલ્ડી બરાર જીવિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકાના કેલિફોર્નિયામાં થયેલા ગોળીબારમાં એક આફ્રિકન વ્યક્તિનું મોત થયું છે. તે ગોલ્ડી બરાર જેવો દેખાય છે. જાણકારી અનુસાર જે સમયે આ ઘટના બની તે સમયે ત્યાંથી પસાર થઇ રહેલા એક પંજાબી વ્યક્તિએ ગોલ્ડી બરારની હત્યાના સમાચાર ફેલાવ્યા હતા.
કેલિફોર્નિયાના ફ્રેસ્નો પોલીસ ડિપાર્ટમેન્ટે અહેવાલોને નકારી કાઢ્યા હતા. લેફ્ટનન્ટ વિલિયમ જે. ડૂલેએ ગોલ્ડી બરારની હત્યા વિશેના પ્રશ્નના જવાબમાં એક ઇમેઇલ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે જો તમે ઓનલાઇન ચેટના કારણે દાવો કરી રહ્યા છો કે ગોળીબારનો ભોગ બનેલી વ્યક્તિ ગોલ્ડી બરાર છે. તો અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે આ બિલકુલ સાચું નથી.
શું જાણકારી સામે આવી હતી?
મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકાની એક વેબસાઈટે દાવો કર્યો હતો કે ગોલ્ડી બરારને થોડા દિવસ પહેલા જ ગોળી મારવામાં આવી હતી અને તેની સારવાર ચાલી રહી હતી. વેબસાઇટે વધુમાં દાવો કર્યો છે કે થોડા દિવસ પહેલા સેન્ટ્રલ ફરોઝોનામાં 2 લોકોને ગોળી મારવામાં આવી હતી, જેમાં ગોલ્ડી બરાર પણ સામેલ હતો. આ હુમલા દરમિયાન ઇજાગ્રસ્ત યુવકોને પોલીસે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાંથી એક ગોલ્ડી બરા પણ હતો, જેનું હવે મોત થયું છે.
આ પણ વાંચો - પ્રજ્વલ રેવન્ના પર સેંકડો અશ્લિલ વીડિયો બનાવવાનો આરોપ : વિદેશ ભાગી ગયાની આશંકા, કોણ જવાબદાર?
ગોલ્ડી બરાર પર ભારત સરકારે લગાવેલો છે UAPA
ભારત સરકારે ગોલ્ડી બરાર પર UAPA લગાવેલો છે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ગોલ્ડી બરાર પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે જોડાયેલા છે. તે ભારતમાં ઘણા મોટા ગુનાઓમાં સંડોવાયેલો છે. ગોલ્ડી બરાર પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાનો માસ્ટર માઇન્ડ પણ હોવાનું કહેવાય છે. પંજાબી ગાયક મુસેવાલાની હત્યા બાદ ગોલ્ડી બરારે આ હત્યાની જવાબદારી સ્વીકારી હતી.
ગોલ્ડી બરાર પંજાબના હાલના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર્સમાંથી એક છે અને હાલ કેનેડામાં રહે છે. માનવામાં આવે છે કે તે કોલેજ ડ્રોપઆઉટ સ્ટુડન્ટ છે અને અભ્યાસ છોડ્યા બાદથી તે ગુનાની દુનિયામાં સક્રિય છે. વર્ષ 2019માં ગોલ્ડી બરાર સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરવા માટે કેનેડા ગયો હતો. તે ભારતના અનેક નેતાઓને ધમકીભર્યા ફોન કરવા, ખંડણી માંગવા અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હત્યાના દાવા પોસ્ટ કરવા માટે પણ જાણીતો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us