/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Mukhtar-Ansari-.jpg)
Mukhtar Ansari : જેલમાં બંધ ગેંગસ્ટર રાજકારણી મુખ્તાર અંસારી (60)નું ગુરુવારે મોત થયું (ફાઇલ ફોટો)
Gangster-politician Mukhtar Ansari death : જેલમાં બંધ ગેંગસ્ટર રાજકારણી મુખ્તાર અંસારી (60)નું ગુરુવારે મોત થયું છે. અંસારીના વકીલે ગુરુવારે જણાવ્યું હતું કે અન્સારીની તબિયત ફરી બગડતાં તેમને બાંદા જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે પેટમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને બાંદા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં તેમને રજા આપવામાં આવી હતી.
પરિવારના સભ્યો અને ખુદ અંસારીએ અગાઉ દાવો કર્યો હતો કે તેને ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે. એવું પણ કહેવામાં આવતું હતું કે તેના ખોરાકમાં ઝેરી પદાર્થો આપવામાં આવી રહ્યા છે. પરંતુ જેલ પ્રશાસને તે દાવાઓને પહેલાથી જ ફગાવી દીધા હતા. એવો આગ્રહ રાખવામાં આવ્યો હતો કે અંસારીને પીરસવામાં આવતું ભોજન બાંદા જેલના અન્ય કેદીઓ દ્વારા પણ ખાવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓ પણ જમતા હતા, આવી સ્થિતિમાં ભોજનમાં કંઇ મિક્સ કરીને આપવામાં આવતું ન હતું.
અંસારીના મોત બાદ યુપીમાં હાઈ એલર્ટ છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ મહત્વની બેઠક બોલાવી છે. તે બેઠકમાં તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર છે અને કાયદો અને વ્યવસ્થાનું મંથન કરવામાં આવી રહ્યું છે. હાલ તો અંસારીનો મેડિકલ રિપોર્ટ પણ સામે આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે અંસારીનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું.
આ પણ વાંચો - મુખ્તાર અંસારી : દાદા સ્વાતંત્ર્ય સેનાની, નાના દેશ માટે શહીદ થયા, તો માફિયા ડોન કેવી રીતે બન્યો?
#WATCH | Uttar Pradesh: People gathered outside the residence of Gangster-turned-politician Mukhtar Ansari in Ghazipur.
Mukhtar Ansari has been admitted to Banda Medical College hospital in Banda after his health deteriorated. pic.twitter.com/WQ0T8LFQGg— ANI (@ANI) March 28, 2024
પીટીઆઈ દ્વારા ટાંકવામાં આવેલા જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે સાંજે મુખ્તાર અંસારીની તબિયત બગડી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પાંચ વખતના ભૂતપૂર્વ ધારાસભ્યને છેલ્લા બે વર્ષમાં આઠ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તે બાંદા જેલમાં બંધ હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us