Gautam Adani Son Jeet Adani Wedding With Diva Shah: ગૌતમ અદાણીના આંગણે રૂડો અવસર આવ્યો છે. અદાણી ગ્રૂપના ચેરમેન અને ભારતની બીજા સૌથી ધનિક ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીના લગ્ન થવાના છે. ગૌતમ અદાણી તેમના પત્ની પ્રીતિ અદાણી, મોટા પુત્ર કરણ અને પુત્રવધૂ પરિધિ અને નાના પુત્ર જીત સાથે થોડા દિવસ પહેલા ત્રિવેણી સંગમ પહોંચ્યા હતા. મહાકુંભ મેળા 2025માં અદાણીએ પોતાના પુત્રના લગ્નના સમાચારની પુષ્ટિ કરી હતી અને માહિતી આપી હતી.
અદાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, “અમે સામાન્ય લોકોની જેમ જ છીએ. જીત અદાણી પણ અહીં માતા ગંગાના આશીર્વાદ લેવા આવ્યો છે. તેના લગ્ન ખૂબ જ સરળ અને પરંપરાગત હશે. લગ્ન અને હાઈ-પ્રોફાઇલ ઇવેન્ટમાં ભાગ લેનારા સ્ટાર્સ વિશે પૂછવામાં આવતા અદાણીએ સ્પષ્ટતા કરી હતી કે, બિલકુલ નહીં. તે ખૂબ જ સરળ, પરંપરાગત અને કૌટુંબિક કાર્યક્રમ હશે.
Who Is Jeet Adani? : જીત અદાણી શું કરે છે?
વર્ષ 1997માં જન્મેલા જીત અદાણી ગૌતમ અને પ્રીતિ અદાણીના સૌથી નાના પુત્ર છે. જીત અદાણી હાલમાં અદાણી એરપોર્ટ્સના ડિરેક્ટર છે. પેન્સિલ્વેનિયાની સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સ માંથી સ્નાતક થયા બાદ જીત અદાણી વર્ષ 2019માં અદાણી ગ્રુપમાં જોડાયો હતો. તેમની કારકિર્દીની શરૂઆત અદાણી ગ્રૂપમાં સીએફઓ (CFO)ની ઓફિસથી થઇ હતી અને તેમણે સ્ટ્રેટેજિક ફાઇનાન્સ, કેપિટલ માર્કેટ અને સરકારી નીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
જીત અદાણી હાલમાં અદાણી એરપોર્ટના વ્યવસાયના વડા છે અને અદાણી ડિજિટલ લેબ્સ પર પણ ધ્યાન આપી રહ્યા છે. આ પહેલનો હેતુ ખાસ કરીને અદાણી ગ્રૂપના ગ્રાહકો માટે એક સુપર એપ્લિકેશન બનાવવાનો છે.
રિપોર્ટ્સ અનુસાર જીત અદાણી એક ટ્રેઈન્ડ પાયલટ છે અને તેમને લક્ઝરી સ્પોર્ટ્સ કારનો પણ ખૂબ શોખ છે. તેમને સમય મળે ત્યારે ગિટાર વગાડવું ગમે છે.
જીત અદાણીની મંગેતર દીવા શાહ કોણ છે?
માર્ચ 2023માં, જીત અદાણીએ ગુજરાતના અમદાવાદમાં એક ખાનગી સમારોહમાં દીવા જૈમિન શાહ સાથે સગાઈ કરી હતી. જૈમિન શાહ એક જાણીતા હીરાના વેપારી અને સી.દિનેશ એન્ડ કંપની પ્રા.લિ.ના હીરાના વેપારીની છે. જૈમીન શાહ બિઝનેસ જગતમાં જાણીતું નામ છે. દીવા અને તેનો પરિવાર સામાન્ય જીવન જાળવે છે.
Jeet Adani Diva Shah Wedding Date : જીત અદાણી અને દીવા શાહની લગ્ન તારીખ
સગાઈના લગભગ બે વર્ષ બાદ જીત અદાણી અને દીવા શાહના લગ્ન 7 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતના અમદાવાદમાં થશે. આ લગ્નમાં અદાણી અને શાહ પરિવારની નજીકના લોકો હાજર રહેશે.





