Gaza ceasfire, ગાઝા સિઝફાયર : ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રમાં ગાઝાને લઈને યુદ્ધવિરામનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આ દરમિયાન મહત્વની વાત એ છે કે અમેરિકા યુએનમાં વોટિંગથી દૂર રહ્યું હતું. જેનાથી ઈઝરાયેલ નારાજ થઈ ગયું. પ્રસ્તાવને વીટો ન આપવા બદલ ઈઝરાયેલ અમેરિકા પર નારાજ છે.
ઈઝરાયેલના પ્રતિનિધિમંડળે અમેરિકાનો પ્રવાસ રદ્દ કર્યો
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મતદાનથી દૂર રહેવાના અમેરિકન નિર્ણયને પગલે તેમના પ્રતિનિધિમંડળની યુએસ મુલાકાત રદ કરી છે, એમ બે ઇઝરાયેલના અધિકારીઓએ જણાવ્યું હતું. અમેરિકાએ અગાઉ પણ યુદ્ધવિરામની માંગ કરતા આવા જ ઠરાવોને વીટો કર્યો હતો. અમેરિકાના આ પગલા વિશે ઈઝરાયેલે પૂછ્યું કે અમેરિકાએ શા માટે વીટો લગાવ્યો?
શુક્રવારે અમેરિકાએ બંધકોને મુક્ત કરવા સંબંધિત યુદ્ધવિરામ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જ્યારે રશિયા અને ચીને વીટો કર્યો ત્યારે આ પ્રસ્તાવ પસાર થયો ન હતો. તેથી માવારના મતદાનમાં અમેરિકાની ગેરહાજરીને કારણે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ- ચૂંટણી કાર્ડ વગર પણ લોકસભા ચૂંટણીમાં કરી શકો છો મતદાન, જાણો શું છે પ્રક્રિયા
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું, “જ્યારે અલ્જેરિયા અને અન્ય દેશો સાથે મળીને પ્રસ્તાવ લાવ્યા ત્યારે રશિયા અને ચીન પણ તેમની સાથે જોડાયા. આ પ્રસ્તાવ માત્ર યુદ્ધવિરામની વાત કરે છે. બંધકોની મુક્તિ સાથે સંબંધિત કંઈ નથી; અમેરિકાએ વીટો પાવરનો ઉપયોગ કરવો જોઈએ. અફસોસની વાત એ છે કે અમેરિકાએ તેની નીતિ છોડી દીધી અને મતદાનથી દૂર રહી.”
ઈઝરાયેલે કહ્યું કે વીટોનો ઉપયોગ ન કરીને અમેરિકા શરૂઆતથી જ UNSCમાં પોતાના સ્ટેન્ડથી દૂર ભાગવા માંગે છે. તેમણે કહ્યું કે હવે હમાસની આશા વધશે કે ઈઝરાયેલ આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ યુદ્ધવિરામ માટે સહમત થવા માટે મજબૂર થશે. ઈઝરાયેલે કહ્યું કે હવે બંધકોને મુક્ત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી.
ગાઝા સિઝફાયર : અમેરિકાએ ઈઝરાયેલના આરોપોને ફગાવી દીધા હતા
અમેરિકાએ ઈઝરાયેલના તમામ આરોપોને ફગાવી દીધા છે. અમેરિકાએ કહ્યું કે તેણે તેની નીતિમાં કોઈ ફેરફાર કર્યો નથી.અમેરિકાએ કહ્યું કે અમે રફાહ બોર્ડર પર ચાલી રહેલા યુદ્ધના વિકલ્પ પર ચર્ચા કરવા માગતા હતા પરંતુ ઈઝરાયેલે ના પાડી દીધી. રફાહ પર જમીન પર હુમલો નુકસાનકારક હોઈ શકે છે.





