Gaza Peace Summit Updates : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલની સંસદને સંબોધિત કરી હતી. તેમનું સંબોધન ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ વચ્ચે આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલની સંસદને સંબોધિત કરતા કહ્યું કે આ નવા મધ્ય પૂર્વ માટે ઐતિહાસિક શરૂઆત છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આવનારી ઘણી પેઢીઓ આ ક્ષણને તે રુપે તરીકે યાદ કરશે જ્યારે બધું બદલવાનું શરૂ થયું હતું, તે પણ વધુ સારા માટે. ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ માટે તેમણે કહ્યું કે સૌથી સરળ વ્યક્તિ નથી, પરંતુ તે જ વાત તેમને મહાન બનાવે છે. સંસદમાં સંબોધન દરમિયાન ટ્રમ્પને વામપંથી ઇઝરાયેલ નેસટ સદસ્યના વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો.
ઇઝરાયેલના શક્તિશાળી બનવાથી શાંતિ સ્થાપિત થઈ – ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે ઇઝરાયેલ મજબૂત અને શક્તિશાળી બન્યું છે, જેના કારણે શાંતિ આવી છે. તેમણે કહ્યું કે માત્ર ઇઝરાયલીઓ માટે જ નહીં, પરંતુ પેલેસ્ટાઇનીઓ માટે પણ લાંબા દુઃસ્વપ્નનો અંત આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇઝરાયલ અને મધ્ય પૂર્વ માટે આ ખૂબ જ રોમાંચક સમય છે. આ વિસ્તારમાં અરાજકતા ફેલાવનારી તાકાતો સંપૂર્ણ રીતે પરાજિત થઈ ગઈ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલની સંસદમાં બીજું શું કહ્યું?
- જો ઈરાન પાસે પરમાણુ હથિયાર હોત તો આરબ દેશો આ સમજુતીથી લઇને સહન ન હોત.
- અમે મધ્ય પૂર્વ અને ઇઝરાયલમાંથી એક મોટું સંકટ દૂર કર્યું છે.
- જો આપણે ઈરાન સાથે શાંતિ કરાર કરી શકીએ તો તે ઘણું સારું રહેશે.
- પહેલા રશિયા પર ધ્યાન આપો, અમે તે પૂર્ણ કરીશું.
- મારું વહીવટીતંત્ર લેબનાનની સરકારને હિઝબુલ્લાહને નિઃશસ્ત્ર કરવામાં મદદ કરી રહ્યું છે.
- સમગ્ર પ્રદેશે હમાસને નિઃશસ્ત્ર કરવાની યોજનાને ટેકો આપ્યો છે. ઇઝરાયલે અમારી મદદથી પોતાની બધી તાકાત સાથે જીત મેળવી છે.
- હવે તમે યુદ્ધમાં નથી, બીબી (બેન્જામિન નેતન્યાહુ) તમે વધુ સારું કરી શકો છો.
- સાઉદી અરેબિયાએ પણ કહ્યું હતું કે ઉગ્રવાદથી મુક્ત ભવિષ્યનું નિર્માણ કરવાનો સમય આવી ગયો છે.
- થોડી જ વારમાં હું વિશ્વના સૌથી શક્તિશાળી દેશોને મળીશ. આ અદ્ભુત લોકો છે જેમણે આ બધું શક્ય બનાવ્યું છે.
- સંયુક્તપણે આપણે દર્શાવ્યું છે કે, શાંતિ એ માત્ર આશા નથી, પણ હકીકત છે. જો તમે બધા અબ્રાહમ કરારમાં જોડાશો તો તમે મારા પર ઉપકાર કરશો.
હમાસે કહ્યું – બધા જીવિત ઇઝરાયેલી બંધકોને મુક્ત કરી દીધા
હમાસે જણાવ્યું છે કે તેણે બધા જીવિત ઇઝરાયેલી બંધકોને મુક્ત કરી દીધા છે. મૃત બંધકોના મૃતદેહ પછીથી સોંપવામાં આવશે. ઇઝરાયેલી મીડિયા અનુસાર હમાસે દક્ષિણ ગાઝામાં 13 ઇઝરાયલી બંધકોના બીજા જૂથને રેડ ક્રોસને સોંપ્યા છે. રેડ ક્રોસના અધિકારીઓ આ બંધકો સાથે ઇઝરાયેલ પહોંચ્યા છે. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું છે કે હમાસ દ્વારા મુક્ત કરાયેલા ઇઝરાયલી બંધકોના બીજા જૂથનું આગમન થયું છે.
આ પણ વાંચો – જો રશિયા ટૂંક સમયમાં યુદ્ધનો અંત નહીં લાવે તો ટ્રમ્પે પુતિનને ટોમહોક મિસાઇલોથી ધમકી આપી
અગાઉ હમાસે સોમવારે સાત ઇઝરાયેલી બંધકોના પ્રથમ જૂથને રેડ ક્રોસ અધિકારીઓને સોંપ્યા હતા. ઇઝરાયેલી સૈન્યએ કેટલાક બંધકોના પ્રથમ ફોટોગ્રાફ્સ પણ જાહેર કર્યા છે. ઇઝરાયલ હવે પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. ઇઝરાયેલી બંધકોના બદલામાં ઇઝરાયેલ 250 પેલેસ્ટિનિયન કેદીઓને અને 1,700 થી વધુ ગાઝાના કેદીઓને મુક્ત કરશે.