Global Wind Day 2024 : કેમ ઉજવવામાં આવે છે વિશ્વ પવન દિવસ, જાણો ઇતિહાસ અને મહત્વ

Global Wind Day 2024 : દર વર્ષે 15 જૂનના રોજ ગ્લોબલ વિન્ડ ડે અટલે કે વિશ્વ પવન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જાણો કેમ મનાવવામાં આવે છે આ દિવસ

Written by Ashish Goyal
Updated : June 14, 2024 21:31 IST
Global Wind Day 2024 : કેમ ઉજવવામાં આવે છે વિશ્વ પવન દિવસ, જાણો ઇતિહાસ અને મહત્વ
Global Wind Day 2024 : દર વર્ષે 15 જૂનના રોજ ગ્લોબલ વિન્ડ ડે અટલે કે વિશ્વ પવન દિવસની ઉજવણી કરવામાં આવે છે (Express/File Photo)

Global Wind Day 2024 : દર વર્ષે 15 જૂનના રોજ ગ્લોબલ વિન્ડ ડે અટલે કે વિશ્વ પવન દિવસની ઉજવણી કરવામાં આવે છે. સ્વચ્છ હવાનું મહત્વ સમજાવવા આ દિવસ ઉજવાય છે. આ દિવસની ઉજવણી પવન ઊર્જાના મહત્વને દર્શાવવા અને આ નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત વિશે જાગૃતિ લાવવા માટે કરવામાં આવે છે જે પ્રદૂષણનું કારણ નથી અને ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન કરતું નથી.

તે તેલ અને ગેસ જેવા અશ્મિભૂત ઇંધણ પરની આપણી નિર્ભરતાને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ દિવસ દ્વારા આપણે લોકોને આ સ્વચ્છ ઉર્જા સ્ત્રોત અપનાવવા અને ટકાઉ ભવિષ્ય બનાવવા માટે સાથે મળીને કામ કરવા માટે પ્રેરણા આપી શકીએ છીએ.

વિશ્વ પવન દિવસ ઇતિહાસ

વિશ્વ પવન દિવસ દર વર્ષે 15 જૂને ઉજવાય છે. વર્ષ 2007માં યુરોપિયન પવન ઉર્જા સંગઠન દ્વારા પહેલીવાર ગ્લોબલ વિન્ડ ડે એટલે કે વિશ્વ પવન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેના થોાડક સમય બાદ ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલની મદદથી આ દિવસની વૈશ્વિક સ્તરે ઉજવણી કરવાની શરૂઆત થઇ હતી. વર્ષ 2009થી 15 જૂને વિશ્વ પવન દિવસ ઉજવવાનું શરૂ થયુ છે.

આ પણ વાંચો – વર્લ્ડ રક્તદાન દિવસ કેમ ઉજવવામાં આવે છે? જાણો ઈતિહાસ અને મહત્વ

આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય સ્વચ્છ અને ચોખી હવાના મહત્વપૂર્ણ વિશે લોકોને જાગૃત અને વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડની ખરાબ અસરો વિશે લોકોને માહિતગાર કરવાનો છે. ઉપરાંત હવા એ ઉર્જાનો એક સ્ત્રોત છે. આથી પવન ઉર્જાના વિવિધ ઉપયોગો અને તેની સંભવિત ઉપયોગીતા અંગે જાગૃતિ ફેલાવવા આ દિવસની ઉજવણી કરાય છે.

વૈશ્વિક પવન દિવસ મહત્વ

વૈશ્વિક પવન દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય પવન ઊર્જાના મહત્વ અને તેના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. પવન ઉર્જા એ સ્વચ્છ અને નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત છે જે પર્યાવરણને પ્રદૂષિત કરતું નથી. વીજળી ઉત્પન્ન કરતી વખતે પવન ઊર્જા ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન કરતી નથી, જે આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદ કરે છે. તેમજ પવન ઉર્જા એક નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત છે, જેનો અર્થ છે કે તે સમાપ્ત થશે નહીં.

પવન ઊર્જા ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે અને ઊર્જા સુરક્ષા પૂરી પાડે છે. પવન ઉર્જા ઉદ્યોગે હજારો લોકોને રોજગારી પૂરી પાડી છે અને વૈશ્વિક અર્થતંત્રને વેગ આપ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ