Goa Fire Incident Video: ગોવા નાઇટ ક્લબમાં આગ પહેલાનો વીડિયો, નીચે ડાન્સ અને ઉપરથી આગના તણખા, જુઓ Viral Video

Goa Night Club Fire Incident Video : ગોવા નાઇટ ક્લબમાં આગ લાગવાથી 25 લોકોના મોત થયા છે. ગોવા મુખ્યમંત્રીએ આ દૂર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ દરમિયાન નાઇટ ક્લબમાં આગ લાગી તેની પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે.

Written by Ajay Saroya
December 07, 2025 14:08 IST
Goa Fire Incident Video: ગોવા નાઇટ ક્લબમાં આગ પહેલાનો વીડિયો, નીચે ડાન્સ અને ઉપરથી આગના તણખા, જુઓ Viral Video
Goa Night Club Fire Incident Video : ગોવામાં નાઇટ ક્લબમાં આગ લાગી તેની પહેલાનો વીડિયો વાયરલ થયો છે.

Goa Night Club Fire Incident Video : ગોવામાં નાઇટ ક્લબમાં લાગેલી આગની ઘટનામાં કુલ મૃત્યુઆંક 25 પર પહોંચી ગયો છે. શનિવારની મધ્યરાત્રિએ બનેલી ભયાનક દુર્ઘટનાના સેકંડ પહેલા શું બન્યું તેનો વીડિયો હવે સામે આવ્યો છે. તેમાં આગના તણખા પડતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ઘટના સ્થળે હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટેજ પર એક મહિલા ડાન્સ કરી રહી છે. પછી ઉપરથી આગના તણખા પડવા લાગે છે. નજીકમાં ડ્રમ વગાડનાર કલાકાર આ જોખમની અનુભૂતિ કરનાર પ્રથમ છે. આ પછી તરત જ ડાન્સ અને મ્યુઝિક બંધ કરી દેવામાં આવે છે. વીડિયોમાં કેટલાક લોકો આગ વિશે વાત કરતા પણ સાંભળી શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, પોલીસે હજુ સુધી આ વીડિયોની પુષ્ટિ કરી નથી.

ગોવાના નાઇટ ક્લબમાં આગ લાગતા 25 લોકોના મોત

ગોવાની એક પ્રખ્યાત ક્લબમાં લાગેલી આગમાં ચાર પ્રવાસી અને 14 કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, નાઇટ ક્લબના ભોંયરામાં લાગેલી આગ બાદ મોટાભાગના પીડિતોનું મોત ગૂંગળામણથી થયું હતું. પોલીસને શરૂઆતમાં સિલિન્ડર બ્લાસ્ટની માહિતી મળી હતી, પરંતુ પીડિતોની ઇજાઓ કંઈક બીજી તરફ નિર્દેશ કરી રહી છે. ગોવાના ડીજીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે ક્લબે ફાયર સેફ્ટીના ધોરણનું પાલન કર્યું હતું કે નહીં.

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગવાથી 25 લોકોના મોતની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. ગોવાના મુખ્યમંત્રીએ કહ્યું કે આ કેસમાં ક્લબના મેનેજરો અને અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ક્લબના માલિકો વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ દિવસ છે. ગોવાના ઈતિહાસમાં આટલી મોટી આગ લાગી હોય એવું પહેલીવાર બન્યું છે. 25 લોકોના મોત થયા હતા. હું રાત્રે સાડા બે વાગ્યે ઘટના સ્થળે પહોંચ્યો, મારી સાથે સ્થાનિક ધારાસભ્ય માઇકલ લોબો પણ હતા. તમામ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અડધા કલાકમાં આગ બુઝાવવામાં આવી હતી, પરંતુ કેટલાક લોકો ક્લબમાંથી બહાર દોડી ગયા હતા જ્યાં આ ઘટના બની હતી, પરંતુ કેટલાક આવું કરી શક્યા નહીં. આથી કેટલાક લોકોના ગૂંગળામણથી મોત નીપજ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ 4 લોકો પ્રવાસી હતા અને બાકીના ક્લબના કર્મચારી હતા. ”

સીએમ સાવંતે તપાસના આદેશ આપ્યા

ગોવાના સીએમ પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે, “હોસ્પિટલમાં દાખલ 6 લોકોને ગોવા મેડિકલ કોલેજમાં સારવાર આપવામાં આવી રહી છે. મેં કોલેજના ડીન સાથે વાત કરી છે. અમે આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. ક્લબે શું પરવાનગી લીધી અને કોણે પરવાનગી આપી? તેની તપાસ કરવામાં આવશે. ફાયર સેફ્ટીના ધોરણનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. નાઇટ ક્લબ માલિકો વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. મેનેજરો અને અન્યની ધરપકડ કરવામાં આવી છે. જે પણ દોષી સાબિત થશે તેને જેલની સજા પાછળ ધકેલી દેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે મને ફોન કર્યો હતો અને સંપૂર્ણ વિગતો માંગી હતી. તેમણે ઘાયલોની માહિતી પણ માંગી હતી. મેં વડાપ્રધાનને વિગતવાર માહિતી આપી હતી. ”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ