Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
સમાચાર

Google Account Recovery : ગૂગલ એકાઉન્ટ અને જીમેલનો પાર્સવર્ડ ભૂલી ગયા છો? જીમેલ રિકવર માટે આ પગલાં અનુસરો

Google એકાઉન્ટ પુનઃપ્રાપ્તિ: Google વપરાશકર્તાની ઓળખ ચકાસવા માટે કેટલાક સુરક્ષા પ્રશ્નો પૂછીને એકાઉન્ટ પુનઃપ્રાપ્તિમાં મદદ કરે છે.

Written byAjay Saroya

Google એકાઉન્ટ પુનઃપ્રાપ્તિ: Google વપરાશકર્તાની ઓળખ ચકાસવા માટે કેટલાક સુરક્ષા પ્રશ્નો પૂછીને એકાઉન્ટ પુનઃપ્રાપ્તિમાં મદદ કરે છે.

author-image
Ajay Saroya
02 Oct 2023 20:40 IST
પર અપડેટ કર્યું 02 Oct 2023 20:40 IST

Follow Us

New Update
Google Account Recovery | Google | Gmail | Gmail Recovery Tips

ગૂગલ એકાઉન્ટ અને જીમેલ રિકવરની ટીપ્સ (Photo - Canva)

Google Account And Gmail Recovery Trick : જો તમને ગૂગલ એકાઉન્ટમાં સાઇન ઇન કરવામાં મુશ્કેલી પડી રહી છે અને જીમેલ (Gmail), ફોટા (Photos), ગૂગલ પ્લે (Google Play) જેવી સર્વિસનો ઉપયોગ કરી શકતા નથી, તો તમે ગૂગલ રિકવરી પ્રોસેસનો ઉપયોગ કરી શકો છો. તમે ગૂગલ એકાઉન્ટ રિકવરી પ્રોસેસનો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટની ઍક્સેસ ફરીથી મેળવી શકો છો. જો તમે તમારી ઈમેલ સર્વિસ જીમેલનો પાસવર્ડ અને યુઝરનેમ, વેરિફિકેશન કોડ વગેરે ભૂલી ગયા હો, તો અમે તમને અહીયાં જીમેલ રિકવરી પ્રોસેસ જણાવી રહ્યા છીએ…

Advertisment

Gmail Tips : ધ્યાનમાં રાખો કે, સિક્યોરિટી સંબંધિત પ્રશ્નોના ખોટા જવાબો આપવાથી એકાઉન્ટ રિકવરી પ્રોસેસ પૂર્ણ થશે નહીં. Google એ એકાઉન્ટ રિકવરી કરવાના પ્રયત્નો માટે કોઈ લિમિટ નક્કી કરી નથી.

જો તમે તમારી ઓફિસ, શાળા અથવા અન્ય ગ્રૂપ દ્વારા એકાઉન્ટનો ઉપયોગ કરો છો, તો આ પ્રોસેસ કામ કરશે નહીં. આ માટે તમારે તમારા એડમિનિસ્ટ્રેટરની મદદ લેવી પડશે.

જો આપણે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું એકાઉન્ટ રિકવર કરવાની વાત કરીએ તો તમે બાળકનો પાસવર્ડ રિસેટ કરી શકો છો.

Advertisment

જીમેલનો પાસવર્ડ ભૂલી ગયા છો, હવે શું કરવું? (gmail password forgot reset)

જો તમે તમારા ગૂગલ એકાઉન્ટ અથવા જીમેલનો પાસવર્ડ ભૂલી ગયા છો તો આ સ્ટેપ્સ ફોલો કરો…

જીએમલ એકાઉન્ટ તમારું છે તેની પુષ્ટિ કરવા માટે સૌ પ્રથમ તમને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે. તમામ પ્રશ્નોના સાચા જવાબ આપવાનો પ્રયાસ કરવો.

જો તમને મુશ્કેલી હોય, તો જીમેલ એકાઉન્ટ રિકવરીના સ્ટેપ્સ પૂર્ણ કરવા માટે Googleની ટીપ્સને અનુસરો.

જીમેલ રિકવરી ટીપ્સ (Gmail Recovery Tips)

  • સૌથી પહેલા g.co/recover પર જાઓ અને પછી Gmail એડ્રેસ ટાઇપ કરો
  • જીમેલ એકાઉન્ટ રિકવરીને શક્ય તેટલું સરળ બનાવવા માટે આ પગલાં અનુસરો
  • જીએમલ એકાઉન્ટ રિકવરી માટે એવા કોઇ કોમ્પ્યુટર, ફોન અથવા ટેબ્લેટનો ઉપયોગ કરો કે જેમાં તમે અગાઉ તમારું જીમેલ સાઇન ઇન કર્યું હોય
  • ક્રોમ અથવા સફારી જેવા વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરો
  • જે લોકેશનપર તમે સામાન્ય રીતે સાઇન ઇન રહો છો, જેમ કે, ઘર, ઓફિસ - ત્યાંથી જ પ્રયત્નો કરવા.
  • આ પગલાંને અનુસરવાથી તમને તમને તમારું જીમેલ એકાઉન્ટ રિકવર કરવામાં મદદ મળે છે.

જીએમ એકાઉન્ટ રિકવરીની પ્રક્રિયા દરમિયાન Google તમને અમુક પર્સનલાઇઝ્ડ સિક્યોરિટી પ્રશ્નો પૂછશે. આ પ્રશ્નો તમારા એકાઉન્ટના સિક્યોરિટી લેવલ અને અગાઉ સેટઅપ કરેલા રિકવરીના વિકલ્પો પર આધાર રાખે છે.

જીએમલ રિકવરી ટીપ્સ : જો તમને તમારો જૂનો પાસવર્ડ પૂછવામાં આવે, તો તમને યાદ હોય તે લેટેસ્ટ પાસવર્ડ દાખલ કરો.

  • જો તમને જૂનો પાસવર્ડ યાદ ન હોય તો તમને જે પાસવર્ડ યાદ હોય તે દાખલ કરો.
  • જો તમને અગાઉના કોઈપણ પાસવર્ડ યાદ ન હોય, તો તેનો અનુમાન લગાવવાનો પ્રયાસ કરો

તમારા જીમેલ એકાઉન્ટ સેટિંગ્સના આધારે, Google તમને કોડ દાખલ કરવા અથવા સંકેતોની પુષ્ટિ કરવા માટે કહી શકે છે. જીમેલ રિકવરી પ્રક્રિયા દરમિયાન Google દ્વારા ઉપયોગમાં લેવાતા સંકેતો અને કોડ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો…

  • જીમેલ રિકવરી માટે તમારા ઇમેઇલ અથવા ફોન નંબર પર કોડ મોકલવામાં આવશે
  • તમને Authenticator એપમાંથી એક કોડ માટે પૂછવામાં આવશે
  • તમને સીધું તમારા ડિવાઇસમાં પ્રોમ્પ્ટ મળશે
  • જો તમને કોઈ કોડ અથવા પ્રોમ્પ્ટ પૂછવામાં આવે કે જેને તમે ઍક્સેસ કરી શકતા નથી, તો Try Again અથવા I Don't Have My Phoneને સિલેક્ટ કરો અને આગળના પ્રશ્ન પર આગળ વધો.

નોંધ : Google ક્યારેય યુઝર્સને ઈમેલ, ફોન કૉલ કે મેસેજ પર પાસવર્ડ કે વેરિફિકેશન કોડ માટે પૂછતું નથી.

તમને એક ઇમેલ એડ્રેસ દાખલ કરવા માટે પણ કહેવામાં આવી શકે છે જેથી કરીને તમારી એકાઉન્ટ રિકવરી રિકવેસ્ટ વિશે ત મારો સંપર્ક કરી શકાય.તમે ચેક/એક્સેસ કરી શકો તેવું ઈમેલ એડ્રેસ દાખલ કરો. જો તમારી પાસે બીજું ઇમેલ એડ્રેસ નથી, તો નવું ઇમેલ એડ્રેસ બનાવવાનો પ્રયાસ કરો.

ટીપ્સ : જો તમે ગૂગલ ટીમ તરફથી ઈમેલ મેળવવાની રાહ જોઈ રહ્યા છો પરંતુ મેલ પ્રાપ્ત થતો નથી, તો તમારી Google support inquiry ટાઇટલથી તમારા સ્પામ અથવા જંક ફોલ્ડરને તપાસો.

જીમેલ પાસવૉર્ડ રીસેટ કરો (gmail password reset trick)

  • હવે પ્રોમ્પ્ટ આવે ત્યારે તમારે જીમેલનું પાસવર્ડ રિસેટ કરવાનું રહેશે. ધ્યાનમાં રાખો કે નવો પાસવર્ડ મજબૂત હોય અને ગૂગલ એકાઉન્ટમાં પહેલા ઉપયોગ કરેલો પાસવર્ડને રિપીટ કરવો નહીં.
  • ત્યારબાદ Change PassWord પર ટેપ કરો.

જીએલ એકાઉન્ટની સુરક્ષા માટે આ ટીપ્સ અનુસરો

  • તમારા જીમેલ એકાઉન્ટમાં એક રિકવરી ફોન નંબર અને ઇમેલ એડ્રેસ દાખલ કરો
  • જો તમે સ્ટેપ-2 વેરિફિકેશનનો ઉપયોગ કરો છો, તો બેકઅપ કોડ બનાવો અને સાચવો

જે ઇમેલ એડ્રેસમાં સાઇન ઇન કરવું છે, તે ભૂલી ગયા છો, હવે શું કરવું? (how to recover gmail account)

યુઝરનેમ સર્ચ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ અનુસરો, જાણો તમને શું- શું ખબર હોવું જોઇએ.

  • જીએમ એકાઉન્ટ માટે ફોન નંબર અથવા રિકવરી ઇમેલ એડ્રેસ એકાઉન્ટમાં આપેલુ પૂરું નામ
  • ત્યારબાદ તમારા એકાઉન્ટને કન્ફર્મ કરવા માટે સૂચનાઓને અનુસરો.
  • અહીં તમને તમારા એકાઉન્ટ સાથે મેળ ખાતા યૂઝર્સનેમની યાદી મળશે.
સ્માર્ટફોન ટ્રેન્ડિંગ ન્યૂઝ knowledge ટેકનોલોજી
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!