Google Bard : માઇક્રોસોફ્ટના ChatGPT ટક્કર આપવા ગુગલ લોન્ચ કરશે Bard, જાણો આ નવી ટેકનોલોજીથી યુઝર્સને શું ફાયદો થશે

Google Bard : ગુગલના સીઇઓ (Google) સુંદર પિચાઇએ (Sundar Pichai) ટુંક સમયમાં નવ ટેકનોલોજી (technology) બાર્ડ (Bard) લોન્ચ કરવાની ઘોષણા કરી છે. આ પહેલથી ગુગલ (google services) તેના Bard મારફતે માઇક્રોસોફ્ટના (Microsofts) ચેટજીપીટી (ChatGPT)ને ટક્કર આપવાનો પ્રયાસ કરશે.

Google Bard : ગુગલના સીઇઓ (Google) સુંદર પિચાઇએ (Sundar Pichai) ટુંક સમયમાં નવ ટેકનોલોજી (technology) બાર્ડ (Bard) લોન્ચ કરવાની ઘોષણા કરી છે. આ પહેલથી ગુગલ (google services) તેના Bard મારફતે માઇક્રોસોફ્ટના (Microsofts) ચેટજીપીટી (ChatGPT)ને ટક્કર આપવાનો પ્રયાસ કરશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Google Bard

ગુગલની નવી સર્વિસ Bard (બાર્ડ)

સર્ચ એન્જિન ગૂગલે છેવટે માઈક્રોસોફ્ટ-સમર્થિત ઓપનએઆઈ (OpenAI) અને તેના એઆઈ ચેટબોટ (AI chatbot), ચેટજીપીટી (ChatGPT) મારફતે ઊભા કરાયેલા પડકાર અને સ્પર્ધાનો વળતો જવાબ આપવા માટે પોતાનું ચેટબોટ Bard રજૂ કર્યું છે. માઇક્રોસોફ્ટના ChatGPTને ટક્કર આપવા માટે ગુગલ તેના Bard (બાર્ડ) સાથે મેદાનમાં ઉતારશે. ગુગલે પુષ્ટિ કરી છે કે તે ટૂંક સમયમાં કંપનીની ડાયલોગ એપ્લિકેશન અથવા LaMDA માટેની લેંગ્વેજ મોડલ પર આધારિત, Bard નામની પોતાની નવી AI ચેટબોટનું પબ્લિક ટેસ્ટિંગ શરૂ કરશે.

Advertisment

એક બ્લોગ પોસ્ટમાં આલ્ફાબેટ અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પણ ગૂગલ સર્ચમાં પણ કેવી રીતે AI- બેઝ્ડ સર્વિસ આવશે તે વિશે જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે, અત્યાર સુધી LaMDA કંપનીની AI ટેસ્ટ કિચન એપ પસંદગીના યુઝર્સ માટે લિમિટેડ ટેસ્ટિંગમાં ઉપલબ્ધ હતું. પિચાઇયે Bardને એક conversational AI service ગણાવી છે, જે હાઇ- ક્વોલિટી રિસ્પોન્સ આપવા ઉપરાંત મુશ્કેલ ચીજો-બાબતોને સરળ બનાવવાનું કામ કરી શકે છે.

ગૂગલે આખરે તેની AI ટેક્નોલોજી બાર્ડ લોન્ચ કરી છે. બાર્ડ ખાસ કરીને OpenAI ના લોકપ્રિય ભાષા મોડલ ChatGPT-3 સાથે સ્પર્ધા કરવાના આશયથી લોન્ચ કરવામાં આવ્યું છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ એક સત્તાવાર બ્લોગ પોસ્ટમાં આ માહિતી આપી. પિચાઈએ બાર્ડને વાતચીતની AI સેવા તરીકે વર્ણવ્યું છે જે ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રતિસાદ આપવા ઉપરાંત મુશ્કેલ વસ્તુઓને સરળ બનાવવા જેવી બાબતો કરી શકે છે. ગુગલની આ નવી Bard સર્વિસ ટેસ્ટિંગના તબક્કામા છે અને આગામી દિવસોમાં વિશ્વભરમાં સામાન્ય લોકો માટે આ AI ટૂલ લોન્ચ કરવાની યોજના ધરાવે છે.

Advertisment

ChatGPT જેવું જ છે ગુગલનું Bard

Bard વિશે વિગતો આપતી એક બ્લોગ પોસ્ટમાં પિચાઈએ લખ્યું, 'Bard સર્જનાત્મકતા માટેનું એક આઉટલેટ, તમારા પ્રશ્નોના જવાબ આપવા અને નવી બાબતોને સ્પષ્ટ કરવામાં મદદ કરવા માટેનું લૉન્ચપેડ હશે. આનાથી તમે ફૂટબોલમાં શ્રેષ્ઠ સ્ટ્રાઈકર વિશે માહિતી લેવાથી લઈને તમારી સ્કીલ વધારવા જેવી કામગીરી કરી શકો છો.

https://gujarati.indianexpress.com/web-stories/entertainment/kiara-advani-and-sidharth-malhotra-wedding-photos/

હાલ Bardની તમામ ક્ષમતાઓ અને ખાસીયતોની ઘોષણા થવાની બાકી છે. એટલે કે Bard મારફત કઇ-કઇ કામગીરી થઈ શકે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ એવું લાગે છે કે આ ચેટબોટ OpenAI ના ChatGPT જેવું જ હશે. સ્ક્રીનશોટથી પ્રતિત થાય છે કે, યુઝર્સ Bardથી પ્રેક્ટિકલ સવાલો જેવા કે બેબી શાવરનું આયોજન કેવી રીતે કરવું કે પછી લંચમાં શું છે જેવા પ્રશ્નો પૂછી શકો છો. ઉપરાંત રેસિપીમાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આવા સવાલોના જવાબ જાણી શકાય છે.

ChatGPTની તુલનામાં Bard લેટેસ્ટ માહિતી આપશે

જો કે સુંદરપિચાઈ કહે છે કે, Bard વેબસાઇટ પરથી લેટેસ્ટ, ઉચ્ચ-ગુણવત્તાવાળા જવાબો શોધીને યુઝર્સને જણવાશે. જેનો અર્થ છે કે ગૂગલનું લેટેસ્ટ AI ટૂલ યુઝર્સને લેટેસ્ટ ઈવેન્ટ્સ વિશે જાણકારી આપી શકે છે. તમને જણાવી દઈએ કે ChatGPT સામાન્ય રીતે 2021 સુધીના ડેટાની માહિતી યોગ્ય રીતે આપે છે અને તેને લેટેસ્ટ માહિતી અંગે મુશ્કેલી પડે છે. કારણ કે ChatGPT ને 2021 સુધીના ડેટા પર ટ્રેન કરવામાં આવ્યો છે.

Bard એ Google દ્વારા વિકસિત LaMDA (લેંગ્વેજ મોડલ ફોર ડાયલોગ એપ્લિકેશન) દ્વારા સંચાલિત છે. LaMDA (Language Model for Dialogue Applications) એ કન્વોલ્યુશનલ ન્યુરલ લેંગ્વેજ મોડલ છે. પિચાઈ કહે છે કે, કંપની હાલમાં LaMDAના લાઇટવેટ મોડલ વર્ઝન સાથે Bardને રિલીઝ કરી રહી છે. આવું એટલા માટે કારણ કે, નાના મોડલને સામાન્ય રીતે ઓછી કમ્પ્યુટિંગ પાવરની જરૂર પડે છે, અને આ રીતે Bard વધારે યુઝર્સ સુધી પહોંચવામાં સક્ષમ બનશે. અને તેનાથી વધારે ફિડબેક મળશે. Google બહારના યુઝર્સ પાસેથી મેળવેલા ફિડબેકને તેના પોતાના ઇન્ટરનલ ટેસ્ટિંગની સાથે શેર કરશે જેથી ખાતરી કરી શકાય કે, તેને Bard તરફથી મળેલા જવાબોની ક્વોલિટ હાઇ- સ્ટાન્ડર્ડની છે અને તે રિયલ વર્લ્ડ ઇન્ફોર્મેશન પર આધારિત છે.

ટેકનોલોજી ટ્રેન્ડિંગ ન્યૂઝ